કપાસમાં સતત ચોથા દિવસ ભાવ ઘટયા હતા. બુધવારે કપાસમાં મણે રૂા.૨૦ થી ૨૫નો ઘટાડો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીનરોની ડિસ્પેરિટિ અને નાણાભીડ સાથે વાયદા ઘટે ત્યારે કોઇને કપાસ લેવામાં રસ રહેતો નથી આથી કપાસના ભાવ સતત ઘટી રહ્યાછે. છેલ્લા ચાર દિવસમાં કપાસમાં મણે રૂા.૬૦ થી ૭૦ ઘટી ગયા છે. હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે કારણ કે વાયદા સતત ઘટી રહ્યાછે. બુધવારે સૌરાષ્ટ્રમાં લોકલ સારી કવોલીટીના કપાસના જીનપહોંચ રૂા.૨૦૦૦ થી ૨૦૨૫ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના સારી લેન્થવાળા કપાસના રૂા.૨૦૦૦ બોલાતા હતા. લોકલ કપાસમાં ઉતારા સારા છે પણ લેન્થ મળતી નથી આથી મહારાષ્ટ્ર અને લોકલ કપાસ વચ્ચેનો ગાળો સંકડાઇ ગયો છે.
કડીમાં પણ મણે રૂા.૧૫ થી ૨૦ ઘટયા હતા. કડીમાં બધુ મળીને ૪૦૦ થી ૪૫૦ સાધનોની આવક હતી, કડીના બ્રોકરે જણાવ્યું હતું કે અહીં કોઇ જીનરને કપાસ ખરીદવામાં ઉત્સાહ નથી કારણ કે ખોળ ઘટતો જતો હોઇ કપાસિયા પણ ઘટી રહ્યા છે જેને કારણે જીનર્સની ડિસ્પેરિટિ વધી રહી છે. કડીમાં બુધવારે મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૨૦૦૦ અને સૌરાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૨૦૨૦ બોલાતા હતા.
ડુંગળીની બજારમાં ભાવ ઊંચી સપાટી પર અથડાય રહ્યાં છે. નાસીકમાં નવી ડુંગળીની આવકો જેટલી વધવી જોઈએ એટલી વધતી નથી. લોકલમાં પણ આવકો છેલ્લા બે-ચાર દિવસથી સરેરાશ સ્ટેબલ છે, જને પગલે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી મળી રહ્યો છે.મહુવામાં લાલ ડુંગળીની ૪૫ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૫૩૮નાં ભાવ હતાં.સફેદમાં ૩૩ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૧૨થી ૩૮૬નાં જોવા મળ્યાંહતાં. રાજકોટમાં ડુંગળીની ૪૧૦૦ ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૮૦થી ૪૧૫નાં જોવા મળ્યાં હતાં.
ગોંડલમાં લાલ ડુંગળીની ૨૬૭૦૦ ભારીની આવક સામે ભાવ રૂ.૧૦૧થી ૫૦૬નાં ભાવ હતાં. ફેકટરીબર માલમાં અત્યારે મહુવાની લેવાલી ઓછી હોવાથી તેનાં ભાવ રૂ.૧૦૦થી ૨૦૦ વચ્ચે જ ક્વોટ થાય છે. મોટા ભાગની ફેકટરીઓમાં અત્યારે ડુંગળીમાથી કેબલ બનાવવાની કામગિરી બંધ જેવી જ પડી છે.વેપારીઓ કહે છેકે નાશીકમાં ડુંગળીની આવકો ખાસ વધતી નથી.પીપંલગાવ મંડીમાં લાલ કાંદાની કુલ ૫૦૦ સાધનની આવક સામે ભાવ રૂ.૧૩૦૦થી ૨૬૫૦નાં હતાં. જ્યારે મોડલ ભાવ રૂ.૨૧૫૦નાં હતાં. ગોલ્ટ ક્વોલિટીમાં રૂ.૪૦૦થી ૧૫૦૦નાં ભાવ હતા.
મગળીની બજારમાં પાંચેક રૂપિયાની મણે પરચૂરણ વધઘટ જોવા મળી હતી. મગફળીની આવક મોટા ભાગના પીઠાઓમાં ઘટી ગઈ છે. બનાસકાંઠાનાં તમામ પીઠાઓ આજે પુનમને કારણે બંધ રહ્યાં હતાં અને હવે ત્યાંઆવકો સાવ નહીંવત આવે છે કે જેની ગણતરી લઈ શકાય તેમ નથી. અત્યારે એક માત્ર હિંમતનગરમાં આવકો થોડી કહી શકાય તેવી એવી છે. આ સિવાય રાજકોટ-ગોંડલમાં પણ આવકો ઘટવા લાગી છે.
રાજકોટમાં આજે આવકો ઘટીને ૧૦ હજાર ગુણીની અંદર આવી ગઈ હતી. નાફેડ મગફળી રૂ.૫૬૦૦ પ્રતિક્વિન્ટલના ભાવની આસપાસ વેચાણ કરી રહી છે, પંરતુ બહુ માલ વેચાણ થતો નથી. નાફેડને ઊંચા ભાવ આવે તો વેચાણ કરવામાં રસ હોવાનું દેખાય રહ્યુ છે
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 2085 |
ઘઉં | 380 | 442 |
જીરું | 3065 | 3840 |
એરંડા | 1111 | 1351 |
બાજરો | 350 | 384 |
રાયડો | 900 | 1320 |
ચણા | 700 | 926 |
મગફળી ઝીણી | 875 | 1100 |
ડુંગળી | 100 | 565 |
લસણ | 100 | 485 |
સોયાબીન | 1000 | 1260 |
અજમો | 2000 | 5805 |
ધાણા | 2500 | 3000 |
તુવેર | 1000 | 1220 |
અડદ | 900 | 1040 |
મરચા સુકા | 700 | 3380 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1501 | 2201 |
મગફળી | 950 | 1010 |
ઘઉં | 400 | 464 |
જીરું | 2970 | 4000 |
એરંડા | 1231 | 1300 |
તલ | 1620 | 2045 |
ચણા | 600 | 946 |
જુવાર | 350 | 599 |
ધાણા | 1200 | 1415 |
તુવેર | 750 | 1220 |
તલ કાળા | 1445 | 2480 |
અડદ | 350 | 700 |
રાઈ | 750 | 1215 |
કળથી | 685 | 685 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1121 | 2111 |
ઘઉં | 396 | 418 |
જીરું | 2251 | 3971 |
નવું જીરું | 2200 | 4100 |
એરંડા | 1271 | 1361 |
તલ | 1600 | 2131 |
બાજરો | 271 | 271 |
રાયડો | 800 | 1291 |
ચણા | 851 | 926 |
મગફળી ઝીણી | 830 | 1146 |
મગફળી જાડી | 815 | 1196 |
ડુંગળી | - | - |
લસણ | 150 | 571 |
જુવાર | 411 | 631 |
સોયાબીન | 1141 | 1306 |
ધાણા | 1300 | 2091 |
તુવેર | 701 | 1231 |
મગ | 726 | 1441 |
અડદ | 371 | 1301 |
મેથી | 801 | 1181 |
રાઈ | 926 | 1281 |
મરચા સુકા | - | - |
ઘઉં ટુકડા | 388 | 484 |
શીંગ ફાડા | 1031 | 1541 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 370 | 419 |
ઘઉં ટુકડા | 380 | 446 |
મગ | 1100 | 1440 |
ચણા | 750 | 878 |
અડદ | 600 | 1290 |
તુવેર | 1000 | 1263 |
મગફળી ઝીણી | 850 | 1065 |
મગફળી જાડી | 800 | 1094 |
તલ | 1600 | 2149 |
ધાણા | 1500 | 2228 |
સોયાબીન | 1100 | 1307 |
જીરું | 2800 | 3311 |
સિંગ'ફાડા | 1100 | 1475 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1550 | 1988 |
ઘઉં | 419 | 469 |
તલ | 1800 | 2000 |
ચણા | 686 | 884 |
મગફળી ઝીણી | 935 | 1050 |
તુવેર | 1051 | 1179 |
બાજરો | 271 | 271 |
અડદ | 502 | 1100 |
રાઈ | 1045 | 1175 |
રાયડો | 1220 | 1276 |
જીરું | 2440 | 3100 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1742 | 2180 |
ઘઉં લોકવન | 402 | 434 |
ઘઉં ટુકડા | 414 | 482 |
જુવાર સફેદ | 481 | 611 |
તુવેર | 1025 | 1220 |
ચણા પીળા | 882 | 950 |
અડદ | 830 | 1322 |
મગ | 1141 | 1486 |
એરંડા | 1333 | 1387 |
અજમો | 1575 | 2340 |
સુવા | 950 | 1205 |
સોયાબીન | 1254 | 1333 |
કાળા તલ | 1980 | 2600 |
ધાણા | 1325 | 2022 |
જીરું | 3300 | 3901 |
ઇસબગુલ | 1850 | 2311 |
રાઈડો | 1050 | 1325 |
ગુવારનું બી | 1190 | 1190 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1600 | 2064 |
મગફળી | 951 | 1087 |
ઘઉં | 350 | 447 |
જીરું | 3300 | 3860 |
એરંડા | 1385 | 1402 |
એરંડા | 1385 | 1402 |
તુવેર | 905 | 1192 |
રાઇ | - | - |