ગુજરાતમાં કોરોનાનાં કેસો ઓછા થતા ધીમેધીમે માર્કેટ યાર્ડ શરૂ થયા છે. હાલ જે માર્કેટ યાર્ડ છે તેમાં કપાસની હરરાજી ખૂબ જ ઓછી થઈ રહી છે. કડીમાં કપાસની આવક પણ હવે સાવ બંધ થઇ ચૂકી છે. મહારાષ્ટ્રના ફરધર કપાસની સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રમાં છુટીછવાઇ આવક થઇ રહી છે જેના ભાવ રૂ. 1150 થી 1160 હતા જ્યારે મહારાષ્ટ્રના સારા કપાસના ભાવ રૂ. 1350 થી 1365 બોલાતા હતા જ્યારે મેઇન લાઇનના ફરધર કપાસના રૂ. 1240 થી 1260 બોલાયા હતા.
સૌરાષ્ટ્રમાં સોમવારથી બધા જ યાર્ડો ચાલુ થયા હોવાથી કપાસના કામકાજ વધ્યા હતા પણ જીનર્સોને બહુ કપાસ મળ્યો ન હતો, કારણ કે ખેડૂતો પાસે હવે સારી કવોલીટીના કપાસ બચ્યા નથી જેને કારણે કપાસના ભાવ મણે રૂ. 20 થી 25 વધ્યા હતા. કપાસમાં બેસ્ટસુપર કવોલીટી એટલે કે 35 ઉપરના ઉતારાવાળા કપાસના ભાવ રૂ. 1410 થી 1425 બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ. 1390 થી 1400, મિડિયમ કવોલીટીના રૂ. 1350 થી 1365 અને એકદમ એવરેજ કવોલીટીના રૂ. 1300 થી 1310 ભાવ બોલાયા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે હવે બહુ સારી કવોલીટીના કપાસ વીણાઇ ચૂક્યા છે, જેની પાસે સારી કવોલીટીનો કપાસ છે તેને હવે ગામડે બેઠા રૂ. 1400 ની નીચે વેચવો નથી, કેટલાંકને તો રૂ. 1500 ની નીચે કપાસ વેચવો નથી. મિક્સ કપાસ બધાને ઊંચા ભાવે વેચવો છે પણ જીનોને સારો કપાસ જ ખરીદવો છે કારણ કે ફરધર કપાસ હજુ મહારાષ્ટ્ર અને મેઇન લાઇનમાંથી મળી રહ્યો છે. આજે ગામડે બેઠા રૂ. 1355 થી 1400 સુધી વેપાર થયા હતા. ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટવા લાગતાં આજથી કપાસના વેપાર છુટાછવાયા ચાલુ થયા હતા. ખેડૂતો પાસે કપાસ હવે બહુ બાકી ન રહ્યો હોવાથી કોઇ મોટા કામકાજ થયા ન હોતા.
દેશભરમાં સોમવારે રૂની આવક 9700 ગાસંડી એટલે કે કપાસની આવક સવા બે થી અઢી લાખ મણની મૂકાતી હતી. ઉત્તર ભારતમાં પંજાબમાં કપાસનું વાવેતર વધવાની આશા હવે ધૂંધળી બની રહી હોઇ ખેડૂતો જૂનો કપાસ વેચવાના મૂડમાં નથી કારણ કે બધાને આગળ જતાં ભાવ વધવાનું દેખાય છે. મહારાષ્ટ્રમાં હવે ખેડૂતો પાસે બહુ કપાસ નથી આથી કોઇ નીચા ભાવ કપાસ વેચવા તૈયાર નથી. વિદેશી બજારો સતત સુધરી રહી છે તેથી કપાસના ભાવ આગામી એક થી બે મહિનામાં હાલના લેવલથી મણે રૂ. 30 થી 50 સુધરી જાય તેવું બધાને દેખાઇ રહ્યું હોવાથી હાલ કોઇ કપાસ વેચવાના મૂડમાં નથી.
આજના (તા. ૨૪/૦૫/૨૦૨૧ ને સોમવાર) કપાસના બજાર ભાવની વાત કરીએ તો માર્કેટ યાર્ડો શરૂ થતા ભાવ સારા એવા જોવા મળી રહ્યા છે, પરંતુ ખેડૂતો પાસે કપાસનો સ્ટોક વધ્યો નથી. શરૂ માર્કેટ યાર્ડો ની વાત કરીએ તો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં બોલાયો હતો. રાજકોટ માર્કેટ યાર્ડમાં 12000 ગુણી ની આવક સામે બજાર ભાવ રૂ. 1100 થી 1444 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા હતા. બીજી ત્રણ જસદણ, જામજોધપુર, ભાવનગર વગેરે માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવ 1300+ જોવા મળ્યા હતા.
આજના (તા. ૨૪/૦૫/૨૦૨૧ ને સોમવાર) કપાસના બજાર નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1100 | 1444 |
અમરેલી | 500 | 1372 |
જસદણ | 1150 | 1375 |
બોટાદ | 1000 | 1389 |
ગોંડલ | 1011 | 1356 |
જામજોધપુર | 1150 | 1375 |
ભાવનગર | 1160 | 1325 |
જામનગર | 800 | 1375 |
બાબરા | 1210 | 1350 |
તળાજા | 1000 | 1172 |
વિસનગર | 750 | 1400 |
વિજાપુર | 1080 | 1268 |
કપડવંજ | 900 | 950 |