કપાસની આવકો ઘટતા ભાવમાં વધારો, ૧૭૫૦+ નાં ભાવ બોલાયો

કપાસની આવકો ઘટતા ભાવમાં વધારો, ૧૭૫૦+ નાં ભાવ બોલાયો

કપાસનાં ભાવ ટકેલા રહ્યાં હતાં. ગુજરાતમાં તમામ પીઠાઓમાં મળીને કપાસની આવકો ૧.૭૭લાખ મણ જેવી થઈ હતી, જે સોમવારે બે લાખ મણની ઉપર હતી. કપાસનાં ભાવ તાજેતરમાં રૂ.૫૦ જેવા ઘટી ગયા હોવાથી ખેડૂતોની વેચવાલી અટકી હતી, પંરતુ હવે ભાવ સ્ટેબલ થઈને જો ફરી સુધરશે તો ફરી વેચવાલી વધી શકે છે. બજારનો અન્ડરટોન ઢીલો છે અને ભાવ ગમે ત્યારે નીચા આવશે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૭૫ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૫૭૫ થી ૧૬૫૦, 
મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦ થી ૧૬૨૫ના હતાં.

કડીમાં મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને કાઠીયાવાડની ૫૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦થી ૧૬૩૦ વચ્ચે
હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૨૦ થી ૧૬૮૦નાં હતાં.સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૧૨ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બાબરામાં રૂ.૧૭૧૧પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૦૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૦૦થી ૧૬૮૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં

 કપાસના બજાર ભાવ (21/02/2023)

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
ધ્રોલ 14361669
હરસોલ 16001634
મોરબી 15551675
રાજકોટ 15351678
બાબરા 16401711
વિસાવદર 15651651
જેતપુર 10001672
વાંકાનેર 13001655
અંજાર 13751630
હળવદ 14251642
ટીંટોઈ 14501600
જામજોધપુર 15411671
અમરેલી 13401665
બહુચરાજી 14321551
મહુવા 10001620
જામખ્મ્ભાલીયા 14501636
ભાવનગર 14001629
વિજાપુર 15501700
કુકરવાડા 14051665
ગોઝારીયા 15251650
ઉનાવા 13501662
વિસનગર 14001677
કડી 15001679
થરા 15551601
શિહોર 15201595
ચાણસ્મા 13001615
સિદ્ધપુર 15001668
ગોંડલ 10011651
માણસા 12001655
તળાજા 13151626
ધાંગધ્રા 15721626
પાટણ 14801665