ગુજરાતમાં છેલ્લા બે ચાર દિવસથી કપાસના ભાવ સારા એવા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના એક મણનાં 1721 રૂપિયા બોલાયા હતા. આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક મહિના અગાઉ કપાસના ભાવ 1560 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો હતો. ન્યુયોર્ક રૂ વાયદો છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહ્યો હોઇ અને બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો 89 સેન્ટ ઉપર જતાં અહીં કપાસ-રૂ બજારમાં મજબૂતી જોવા મળી હતી.
સીસીઆઇએ બુધવારે અને ગુરૂવારે બે દિવસ રૂમાં ખાંડીએ રૂ .200 થી 400 નો વધારો કરતાં તેની પણ અસર કપાસની બજાર પર જોવા મળી હતી. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં કપાસનું વાવેતર ગત્ત વર્ષ કરતાં ધીમું હોવાથી તેની અસરે ગુરૂવારે દેશાવરમાં કપાસના ભાવમાં મણે રૂ. 20 થી 30 નો ઉછાળો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: જાણો આજના (તા. 17/07/2021, શનિવારનાં) બજાર ભાવો: ભાવો જાણીને વેચાણ કરો, 100% ફાયદો
દેશમાં રૂની આવક ગુરૂવારે 3300 ગાંસડીની રહી હતી. સૌરાષ્ટ્રમાં બે દિવસથી વરસાદનો અભાવ અને વિદેશી વાયદામાં સતત ત્રણ દિવસ તેજીને પગલે કપાસના ભાવ સતત બીજે દિવસે મણે રૂ .15 થી 20 વધ્યા હતા. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે જીનપહોંચ સારી કવોલીટીના કપાસના ઊંચામાં રૂ.1600 થી 1605 રેન્જમાં બોલતા હતા જ્યારે મહારાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ. 1580 થી 1590 બોલાતા હતા.
ખેડૂતો પાસે કપાસ વેંચવા માટે છે જ નહિ:- મોટા ભાગના ખેડૂતો પાસે હાલ કપાસનો જથ્થો ખૂટી ગયો છે અને અગાઉ ઓછા ભાવે વેચાય ગયો છે. ત્યારે રાજકોટ યાર્ડમાં હાલ ઘઉં, જીરું, રજકાનુ બી વગેરે ની આવકો સારા એવા પ્રમાણમાં થઈ રહી છે. વર્ષ 2021-22 માં કપાસની કિંમતો 9 વખત વધી છે. દરેક વખતે કપાસનો ભાવ જૂનો રેકોર્ડ તોડી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 300 ક્વિન્ટલ કપાસની આવક થાય છે. ગયા મહિને કપાસનો ભાવ 1500 હતો, ત્યારે દૈનિક આવકો 1000 થી 1500 સુધીની થઈ હતી. હવે ખેડૂતો ધીરે ધીરે કપાસનો ઓછો થઈ રહ્યો છે, ત્યારે ભાવમાં વધારો થઈ રહ્યો છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રેકોર્ડ બ્રેક જોવા મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ સૌથી ઊંચા 1721 જોવા મળ્યો હતો. ત્યાર બાદ બાબરા માર્કેટ યાર્ડમાં પણ કપાસના ભાવ સારા એવા જોવા મળ્યા હતા. બાબરામાં કપાસનો ભાવ 1675 રૂપિયા જોવા મળ્યો હતો.
હવે જાણી લઈએ ગઈ કાલમાં ગુજરાતના માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1250 | 1721 |
અમરેલી | 805 | 1669 |
સાવરકુંડલા | 990 | 1545 |
જસદણ | 800 | 1550 |
બોટાદ | 1001 | 1321 |
જામજોધપુર | 1000 | 1595 |
જામનગર | 805 | 1480 |
બાબરા | 1440 | 1675 |
ભેસાણ | 900 | 1510 |