khissu

કપાસનાં ભાવમાં તેજી યથાવત્: આજે ઉચો ભાવ ૧૪૦૦, જાણો માર્કેટ યાર્ડના ભાવો

ગુજરાતના કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની આવક સતત ઘટી રહી છે તેથી કડીમાં કુલ મળીને 300 ગાડી કરતાં પણ ઓછી આવક આવી રહી છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 100 ગાડીની અને કાઠિયાવાડના કપાસની આવક 150 ગાડીની હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.1160 થી 1225, સૌરાષ્ટ્રના કપાસના રૂ.1120 થી 1200 ભાવ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ઘટીને 75 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1050 થી 1100 અને ઊંચામાં રૂ.1270 થી 1315 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.10 સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.5 સુધર્યા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા સારી ગુણવત્તા વાળો કપાસ ખેડૂતોને રૂ.1260 થી 1265 ની નીચે વેચવો નથી.
છેલ્લા ઘણા દિવસથી કપાસની આવક ગુજરાતના માર્કેટ યાર્ડમાં ઘટી છે. પરંતુ ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે. જેથી ખેડૂતોને રાહ જોયા વગર વેચાણ કરવામાં ફાયદો છે.

હવે આજના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતની લાલપુર માર્કેટ યાર્ડમાં 1400 તથા સાવરકુંડલા અને બોટાદ માર્કેટ યાર્ડમાં 1320 ભાવ બોલાયો છે.

હવે જાણી લઈએ આજના (04/03/2021) કપાસના ભાવો.

રાજકોટ :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1270
અમરેલી :- નીચો ભાવ 750 ઉંચો ભાવ 1330
સાવરકુંડલા :- નીચો ભાવ 1015 ઉંચો ભાવ 1320
જસદણ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1270
બોટાદ :- નીચો ભાવ 1002 ઉંચો ભાવ 1320
મહુવા :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1222
ગોંડલ :- નીચો ભાવ 1036 ઉંચો ભાવ 1271
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1246
જામજોધપુર :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1261
ભાવનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1260
જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1278
બાબરા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1321
જેતપુર :- નીચો ભાવ 1086 ઉંચો ભાવ 1313
વાંકાનેર :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1263
મોરબી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1274
રાજુલા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1300
હળવદ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1258
‌વિસાવદર :- નીચો ભાવ 926 ઉંચો ભાવ 1174
તળાજા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1313
ઉપલેટા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1260
માણાવદર :- નીચો ભાવ 601 ઉંચો ભાવ 1296
ધોરાજી :- નીચો ભાવ 906 ઉંચો ભાવ 1256
‌વિછીયા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1260
ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1286
લાલપુર :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1400
ધ્રોલ :- નીચો ભાવ 978 ઉંચો ભાવ 1235
પાલીતાણા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1180
હારીજ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1246
ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1185
‌વિસનગર :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1304
‌વિજાપુર :- નીચો ભાવ 1122 ઉંચો ભાવ 1316
કુકરવાડા :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1304
ગોજારીયા :- નીચો ભાવ 1170 ઉંચો ભાવ 1288
‌હિંમતનગર :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1255
માણસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1295
કડી :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1266
પાટણ :- નીચો ભાવ 1045  ઉંચો ભાવ 1290
થરા :- નીચો ભાવ 1143 ઉંચો ભાવ 1261
તલોદ :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1250
બેચરાજી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1169
ગઢડા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1304
ઢસા :- નીચો ભાવ 1101 ઉંચો ભાવ 1290
કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050
ધંધુકા :- નીચો ભાવ 1088 ઉંચો ભાવ 1311
વીરમગામ :- નીચો ભાવ 871 ઉંચો ભાવ 1188
ચાણસ્મા :- નીચો ભાવ 1065 ઉંચો ભાવ 1120
ઉનાવા :- નીચો ભાવ 1061 ઉંચો ભાવ 1305
ઇકબાલગઢ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180