કપાસના ભાવમાં તેજીની ઉડાઉડ હજુ અટકી નથી. મંગળવારે સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસમાં મણે રૂા.૪૦ થી ૫૦ અને મિડિયમ-હલકા કપાસમાં મણે રૂા.૨૦ થી ૨૫ સુધર્યા હતા જ્યારે કડીમાં દેશાવરના કપાસના ભાવમાં મણે રૂા.૨૫ થી ૩૦ની તેજી જોવા મળી હતી. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવ રૂા.૨૦૦૦ને વળોટી ગયા બાદ ખેડૂતોની વેચવાલી વધી છે અને કેટલાંક જીનર્સો હજુ ઢગલાબંધ કપાસ ખેતરમાં પડયો હોવાનો પ્રચાર કરી રહ્યા છે પણ વાસ્તવમાં કપાસના પાકનું ચિત્ર ખુલ્લું પડી ગયું એટલે તો કપાસના આટલા ઊંચા ભાવ થયા છે. કપાસના ભાવ રૂા.૨૦૦૦ની સપાટીને વટી ગયા બાદ ખેતરમાં જે કપાસ ઉભો છે તેની પાછળ ખેડૂતોએ ખર્ચો કરવાનુ વધાર્યુ છે પણ એક વાત પાકી છે કે અત્યાર સુધી કપાસની આવક જેટલી થઇ તેટલી હવે થવાની નથી. સૌરાષ્ટ્રમાં લોકલ બેસ્ટ કપાસના જીનપહોંચ રૂા.૨૦૫૦ થી ૨૦૬૦ અને મિડિયમ કપાસના રૂા.૧૯૫૦ થી ૧૯૮૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના બેસ્ટ
કપાસના ઊંચામાં રૂા.૧૯૫૦ બોલાતા હતા.
ગામડે બેઠા હવે ખેડૂતોને સારો કપાસ રૂા.૨૦૦૦ની નીચે વેચવો નથી. કડીમાં બધુ મળીને ૩૦૦ ગાડી કરતાં ઓછી આવક હતી, મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૦૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૧૯૮૦ બોલાતા હતા.
કપાસના ભાવો:
હવે જાણી લઈએ 04 જાન્યુઆરી 2022 ને મંગળવારના ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1620 | 2043 |
અમરેલી | 1130 | 2041 |
ધ્રોલ | 1600 | 1926 |
જેતપુર | 1241 | 2251 |
બોટાદ | 1250 | 2057 |
જામજોધપુર | 1550 | 1990 |
બાબરા | 1670 | 2085 |
જામનગર | 1500 | 2015 |
વાંકાનેર | 1100 | 2012 |
મોરબી | 1400 | 2000 |
હળવદ | 1601 | 1962 |
જુનાગઢ | 1500 | 1975 |
ભેસાણ | 1550 | 2062 |
વિછીયા | 1550 | 2010 |
લાલપુર | 1756 | 2151 |
ધનસુરા | 1550 | 1940 |
વિજાપુર | 1250 | 2051 |
ગોજારીયા | 1000 | 1978 |
હિંમતનગર | 1720 | 2030 |
કડી | 1400 | 2002 |
થરા | 1810 | 1970 |
સતલાસણા | 1695 | 2001 |
વિસનગર | 1100 | 2061 |
બગસરા | 1400 | 2151 |
ઉનાવા | 1300 | 2032 |
ભીલડી | 1800 | 1801 |
ઇકબાલગઢ | 1600 | 1891 |