ન્યુયોર્ક રૂ વાયદામાં કડાકો બોલી જતાં તેની અસરે રૂના ભાવ ઘટી જતાં કપાસમાં મંગળવારે મણે રૂા.૧૫ થી ૨૫ ઘટી ગયા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણીએ જણાવ્યું હતું કે વાયદાની તેજી પાછળ કપાસમાં ખોટી તેજી થઇ ગઇ હતી. દરેક વેરાઇટીના કપાસની ખરીદીમાં મણે રૂા.૫૦ની ડિસ્પેરિટિ હતી. હવે ભાવ ઘટતાં થોડી ડિસ્પેરિટિ ઘટી છે. હજુ ખેડૂતોની મજબૂત પક્કડ હોઇ ઘટયા ભાવે વેચવાલી આવતી નથી, કપાસના ભાવ વધશે તે ધારણાએ ખેડૂતોની સારી કવોલીટીના કપાસમાં ભારે પકક્ડ છે.
મંગળવારે જીનપહોંચ સારી કવોલીટીના કપાસના રૂા.૨૦૩૫ થી ૨૦૬૦ હતા જ્યારે મહારાષ્ટ્રના સારા કપાસના રૂા.૨૦૦૦ ઊંચામાં હતા. કડીમાં પણ સવારે કપાસમાં રૂા.૨૫ ઘટી ગયા હતા પણ બપોર બાદ ઘટયા મથાળેથી સુધારો થતાં રૂા.૧૫ થી ૨૦ ઘટયા હતા. કડીમાં મહારાષ્ટ્રની ૧૫૦ ગાડી અને કાઠિયાવાડની ૧૦૦ ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૯૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૨૦ બોલાતા હતા.
મગફળીમાં વેચવાલીનાં અભાવમાં ભાવમાં સતત બીજા દિવસે પણ રૂ.૧૫થી ૨૦નો સુધારો થયો હતો. મગફળીનાં ટ્રેડરો કહે છે પિલાણ મિલોની લેવાલી સારી છે અને બીજી તરફ ખુલ્લા બજારમાં વેચવાલી ખાસ નથી. નાફેડે ઓક્શન ચાલુ કર્યું છે, પરંતુ ખાસ વેચાણ થતું થઈ અને તેનાં ભાવ પણ ઊંચા હોવાથી મગફળીની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોકે હવે લુઝનાં ભાવ વધતા અટક્યાં હોવાથી મગફળીનો વધારો પણ અટકે તેવી સંભાવનાં છે. નાફેડ દ્વારા જ્યાં સુધી મોટા પાયે વેચવાલી નહીં આવે ત્યાંસુધી મગફળીનાં ભાવમાં બહુ ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી.
સીંગદાણાની બજારમાં હાલ લેવાલી ખાસ નથી. ઉનાળુ બિયારણની ઘરાકી હવે પૂરી થઈ ગઈ છે, પરિણામે હવે તેજી-મંદી માટે એક માત્ર આધાર પિલાણ મિલોની લેવાલી ઉપર જ છે. સીંગતેલ અથવા તો ખોળ વધે તો જ મગફળીની બજારને ટેકો મળશે. સીંગખોળનાં ભાવ વધીને રૂ.૪૦,૦૦૦ની સપાટી પર પહોંચ્યાં છે, જ
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 2145 |
ઘઉં | 265 | 442 |
જીરું | 2800 | 3845 |
એરંડા | 1200 | 1345 |
બાજરો | 280 | 414 |
રાયડો | 1120 | 1325 |
ચણા | 746 | 963 |
મગફળી ઝીણી | 860 | 1065 |
ડુંગળી | 50 | 465 |
લસણ | 100 | 615 |
સોયાબીન | 320 | 1240 |
અજમો | - | - |
ધાણા | 1570 | 2200 |
તુવેર | 850 | 1225 |
અડદ | 465 | 1175 |
મરચા સુકા | 800 | 3280 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1525 | 2205 |
મગફળી | 865 | 960 |
ઘઉં | 411 | 476 |
જીરું | 3115 | 4000 |
બાજરો | 323 | 323 |
તલ | 1800 | 2040 |
ચણા | 835 | 975 |
જુવાર | 420 | 595 |
ધાણા | 1200 | 1600 |
તુવેર | 500 | 1171 |
તલ કાળા | 1715 | 2315 |
અડદ | 440 | 1330 |
રાઈ | 1015 | 1280 |
મઠ | - | - |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1111 | 2131 |
ઘઉં | 390 | 438 |
જીરું | 2200 | 3881 |
નવું જીરું | 2100 | 3871 |
એરંડા | 1241 | 1361 |
તલ | 1400 | 2181 |
બાજરો | 301 | 441 |
રાયડો | 1161 | 1251 |
ચણા | 851 | 931 |
મગફળી ઝીણી | 820 | 1136 |
મગફળી જાડી | 800 | 1191 |
ડુંગળી | 101 | 506 |
લસણ | 151 | 551 |
જુવાર | 401 | 681 |
સોયાબીન | 1151 | 1296 |
ધાણા | 1300 | 2051 |
તુવેર | 776 | 1221 |
મગ | 801 | 1501 |
અડદ | 401 | 1111 |
મેથી | 1031 | 1141 |
રાઈ | 726 | 1341 |
મરચા સુકા | 700 | 3451 |
ઘઉં ટુકડા | 402 | 518 |
શીંગ ફાડા | 1021 | 1501 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 360 | 419 |
ઘઉં ટુકડા | 380 | 449 |
મગ | 1150 | 1440 |
ચણા | 800 | 918 |
અડદ | 500 | 1050 |
તુવેર | 1000 | 1260 |
મગફળી ઝીણી | 950 | 1084 |
મગફળી જાડી | 950 | 1148 |
તલ | 1700 | 2100 |
ધાણા | 1500 | 2190 |
સોયાબીન | 1150 | 1400 |
જીરું | 3100 | 3641 |
સિંગ'ફાડા | 1100 | 1425 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1600 | 2078 |
ઘઉં | 435 | 491 |
તલ | 1696 | 2050 |
ચણા | 852 | 872 |
મગફળી ઝીણી | 815 | 1156 |
તુવેર | 900 | 1168 |
તલ કાળા | 1976 | 2400 |
અડદ | 542 | 1204 |
રાઈ | 1016 | 1111 |
રાયડો | 1070 | 1266 |
જીરું | 2430 | 3730 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1740 | 2150 |
ઘઉં લોકવન | 405 | 450 |
ઘઉં ટુકડા | 415 | 475 |
જુવાર સફેદ | 445 | 620 |
તુવેર | 1075 | 1274 |
ચણા પીળા | 880 | 944 |
અડદ | 820 | 1308 |
મગ | 900 | 1428 |
એરંડા | 1250 | 1364 |
અજમો | 1525 | 2280 |
સુવા | 925 | 1205 |
સોયાબીન | 1170 | 1337 |
કાળા તલ | 1970 | 2534 |
ધાણા | 1400 | 2111 |
જીરું | 3120 | 3827 |
ઇસબગુલ | 1650 | 2280 |
રાઈડો | 1010 | 1275 |
ગુવારનું બી | 1180 | 1200 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1600 | 2071 |
મગફળી | 870 | 1095 |
ઘઉં | 400 | 448 |
જીરું | 3400 | 3750 |
એરંડા | 1360 | 1375 |
તુવેર | 900 | 1194 |
રાઇ | 951 | 1270 |