કપાસનું વાવેતર કરનારા ખેડુતોને ચાલુ વર્ષે પાકના સૌથી ઉંચા ભાવ મળી રહ્યા છે જેને લઈ ખેડુતો હરખાઈ રહ્યા છે. અન્ય રાજયોમાં વરસાદ બાદ કપાસનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ચાલુ વર્ષે રાજયમાં સૌથી વધારે 70 થી 75 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે. અન્ય રાજયોમાંથી અત્યારે ગુજરાતમાં માત્ર 3 લાખ ગાંસડી કપાસ આવ્યો છે જે દર વર્ષેની સરખામણીએ નહીવત છે.
ચાલુ વર્ષે રાજયમાં સૌથી વધારે 70 થી 75 લાખ ગાંસડી કપાસ થવાનો અંદાજ છે અને ખેડુતોએ અત્યાર સુધી 9 લાખ ગાંસડી કપાસ વેચ્યો છે અને રાજયમાં અત્યાર સુધી કુલ 12 લાખ ગાંસડી કપાસ આવ્યો છે કપાસનું વાવેતર કરનારા ખેડુતો જણાવી રહ્યા છે કે, ચાલુ વર્ષે ઉંચા ભાવ તો મળી રહ્યા છે પણ સામે ઉત્પાદનમાં પણ ફટકો પડી રહ્યો છે. અગાઉ વીઘામાંથી 30 થી ૩૫ મણ કપાસ ઉતરતો હતો તે ચાલુ વર્ષે 20 થી 25 મણ કપાસ ઉતરી રહ્યો છે. પાછોતરા વરસાદના કારણે નુકશાન થયું છે તો સુકારાના રોગે પણ મોટું નુકશાન પહોંચાડયું છે.
કપાસના ભાવ રાજ્યમાં ઊંચા સ્તરે હાલ જઈ રહ્યા છે.ત્યારે કપાસ નિષ્ણાંતનો મત છે કે ખેડૂતો ઊંચા ભાવનો લાભ ઝડપથી લઈ લે હાલમાં સારાં કપાસનો ભાવ 1300-1700 રૂપિયા પ્રતિ મણ ચાલી રહ્યો છે.
કપાસના વધતા ભાવ હાલ ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં કપાસના ભાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તેની માંગમાં વધારો અને પુરવઠો મર્યાદિત હોવાના કારણે ભવિષ્યમાં કપાસના ભાવ સ્થિર રહેવાની ધારણા સેવાઇ રહી છે.
છેલ્લા આઠ દિવસથી કપાસના ભાવમાં તેજી જોવા મળી છે ત્યારે બે મહિના પહેલા કપાસ જે 5200 પ્રતિ ક્વિન્ટલ હતો તે આજે વધીને 9 હજાર સુધી પહોંચી ગયો છે.
કપાસના ભાવો
ગુજરાતની 8 માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1740 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં લાલપુર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1801 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 13 નવેમ્બર 2021 ને શનિવાર નાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1550 | 1740 |
જસદણ | 1110 | 1725 |
બોટાદ | 1050 | 1740 |
જામજોધપુર | 1550 | 1741 |
ભાવનગર | 1000 | 1736 |
જામનગર | 1300 | 1740 |
બાબરા | 1350 | 1771 |
મોરબી | 1000 | 1728 |
હળવદ | 1300 | 1706 |
વિસાવદર | 1380 | 1700 |
તળાજા | 1200 | 1761 |
ઉપલેટા | 1000 | 1755 |
લાલપુર | 1255 | 1801 |
હિંમતનગર | 1501 | 1675 |
ધ્રોલ | 1300 | 1735 |
હારીજ | 1580 | 1707 |
ધનસુરા | 1550 | 1670 |
વિસનગર | 1000 | 1711 |
વિજાપુર | 1150 | 1723 |
માણસા | 1100 | 1725 |
કડી | 1400 | 1713 |
થરા | 1525 | 1685 |
બેચરાજી | 1525 | 1700 |
ચાણસ્મા | 1470 | 1685 |
ઉનાવા | 1001 | 1726 |
શિહોરી | 1430 | 1635 |
સતલાસણા | 1600 | 1636 |
આંબલીયાસણ | 1252 | 1702 |