કપાસની આવકમાં ઘટાડો, મણે 5 થી 10 રૂપિયા વધ્યા, જાણો 10/02/2022, ગુરુવારના બજાર ભાવ

કપાસની આવકમાં ઘટાડો, મણે 5 થી 10 રૂપિયા વધ્યા, જાણો 10/02/2022, ગુરુવારના બજાર ભાવ

કપાસના ભાવમાં બુધવારે મણે રૂા.૫ થી ૧૦ સુધર્યા હતા.  કપાસની આવકમાં એકધારા ઘટાડા ઉપરાંત ન્યુયોર્ક રૂ વાયદો સુધરતાં તેની અસરે રૂના વાયદા અને ખાંડીના ભાવ સુધરતાં કપાસમાં લેવાલી વધી હતી તેને કારણે ભાવ સુધર્યા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ત્રીજી  કે ચોથી વીણીનો ફરધર કપાસની આવક વધી રહી છે પણ તેમાં લેન્થ બહુ જ નીચી મળી રહી છે ઉપરાંત સૌરાષ્ટ્રમાં બોટાદ સિવાય કયાંય સારા ઉતારા મળતાં નથી.

બોટાદમાં ૩૭ થી ૩૮ના ઉતારા મળે છે જ્યારે અન્ય સેન્ટરોમાં ૩૪ થી ૩૫ થી વધારે ઉતારા મળતાં નથી. ફરધરના ગામડે બેઠા રૂા.૧૭૦૦ થી ૧૮૦૦ બોલાય છે અને જીન પહોંચ ઊંચામાં રૂા.૧૮૫૦ બોલાયા છે. સુપર બેસ્ટ કપાસના આજે જીનપહોંચ રૂા.૨૦૨૫ થી ૨૦૫૦ સુધી ભાવ બોલાતા હતા. મહારાષ્ટ્રના સુપર કપાસના ઊંચામાં રૂા.૧૯૮૦ થી ૨૦૦૦ બોલાતા હતા. સૌરાષ્ટ્રમાં ફરધર કપાસની આવક વધી રહી  હોઇ જીનરોને એપ્રિલના એન્ડ સુધી કપાસ મળતો રહેશે તેવું  અત્યારે લાગે છે. કડી કપાસમાં પણ રૂા.૫ થી ૧૦ સુધર્યા હતા. 

કડીના કપાસના અગ્રણી બ્રોકરે  જણાવ્યું હતું કે કપાસના ભાવ ઘટતાં હવે દેશાવરના કપાસ વેચનારાઓને ગુજરાતમાં પડતર બેસતી ન હોઇ કપાસની આવક ઝડપથી ઘટી રહી છે. બુધવારે કડીમાં મહારાષ્ટ્રની ૧૦૦ થી ૧૨૫ અને કાઠિયાવાડની ૧૦૦ ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ભાવ ઊંચામાં રૂા.૧૯૬૦ અને કાઠિયાવાડના કપાસના  ઊંચામાં રૂા.૨૦૨૦ બોલાતા હતા.

મગફળીની બજારમાં ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતાં.  સીંગદાણાનાં ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી વધે તો જ બજારો વધુ  ઘટશે, નહીંતર બજારો અથડાયા  કરે તેવી સંભાવનાં દેખાય રહી  છે.

મગફળીનું ઓક્શન નાફેડ દ્વારા ગત સોમવારથી કરવામાં  આવ્યું છે અને મંગળવારે ઊંચામાં રૂ.૫૬૧૧નાં ભાવ પણ પડ્યાં હતા, પરંતુ બજાર સુત્રો કહે છેકે નાફેડ દ્વારા મગફળીનું ટેન્ડર પાસ કરવામાં આવતું નથી. નાફેડને ઊંચા  ભાવ આવેતો મગફળી વેચાણ કરવી છે તેવા મેસેઝ બજારમાં પહોંચાડી રહ્યું છે. નાફેડની મગફળી બજારમાં આવશે અને એ પણ જો નીચા ભાવથી આવે તો જ ખુલ્લા બજારમાં ભાવ ઘટી શકે છે, એ સિવાય બજારો અથડાયા કરશે

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1650

2121

ઘઉં 

385

400

જીરું 

3000

3700

એરંડા 

1150

1295

તલ 

1700

2100

રાયડો 

1050

1250

ચણા 

800

900

મગફળી ઝીણી 

900

1120

મગફળી જાડી 

800

1120

ધાણા 

1200

1700

તુવેર 

1050

1250

તલ કાળા 

1800

2200

અડદ 

1000

1200 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

2096

ઘઉં 

390

450

નવું જીરું 

2376

3861

એરંડા 

1200

1296

તલ 

1231

2171

રાયડો 

681

681

ચણા 

831

921

મગફળી ઝીણી 

800

1156

મગફળી જાડી 

775

1201

ડુંગળી 

101

536

લસણ 

181

641

સોયાબીન 

1081

1286

તુવેર 

876

1271

ધાણા 

1200

1866

ડુંગળી સફેદ 

71

336

મગ 

1001

1411

અડદ 

701

1231

મેથી 

800

1101

ઘઉં ટુકડા 

394

496

શીંગ ફાડા 

921

1541 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

350

419

ઘઉં ટુકડા 

350

425

મગ 

1200

1358

ચણા 

700

901

અડદ 

700

1190

તુવેર 

1050

1315

મગફળી ઝીણી  

800

1088

મગફળી જાડી 

750

1080

તલ 

1700

2018

તલ કાળા 

1900

2267

ધાણા 

1500

2060

સોયાબીન 

1100

1350

કાંગ 

150

535

સિંગ'ફાડા 

1200

1375

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1565

2025

ઘઉં 

417

491

જીરું 

2430

3650

ચણા 

689

885

મગફળી ઝીણી 

735

1073

તુવેર 

1006

1152

તલ કાળા 

1685

2450

અડદ 

571

825

રાઈ 

1000

1204 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1640

2081

ઘઉં લોકવન 

392

430

ઘઉં ટુકડા 

405

476

જુવાર સફેદ 

345

630

તુવેર 

1040

1269

ચણા પીળા 

860

930

અડદ 

850

1358

મગ 

1100

1424

એરંડા 

1250

1298

અજમો 

1550

2260

સુવા 

850

1080

સોયાબીન 

1140

1311

કાળા તલ 

1690

2486

ધાણા 

1350

1868

જીરું 

2900

3860

ઇસબગુલ 

1850

2305

રાઈડો 

1000

1275

ગુવારનું બી 

-

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1550

2000

મગફળી

820

1100

ઘઉં

381

439

જીરું

3351

3746

એરંડા

1315

1336

તલ

1551

2100

તુવેર

951

1161

રાઇ

960

1304