ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૨૫થી ૫૦નો ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકારદ્વારા ડુંગળીનાં રિટેલ ભાવને ઘટાડવાનાં હેતુંસર નાફેડે બફર સ્ટોક રિલીઝ કરવાનો શરૂ કર્યો હોવાથી બજારનું સેન્ટમેન્ટ બદલાયું છે. દેશની ડુંગળીની દૈનિક જરૂરિયાત સામે બફર સ્ટોક રિલીજ થનાર જથ્થો બહુ ઓછો છે, પંરતુ બજારનાં સેન્ટીમેન્ટમાં મોટો બદલાવ આવે છે, જેને પગલે સરેરાશ ભાવમાં નરમાઈ જોવા મળી છે.
રાજકોટમાં સોમવારે ડુંગળીની કુલ નવ હજાર ક્વિન્ટલની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૦૪થી ૪૧૫નાં ભાવ હતાં. આગામી દિવસોમાં સરેરાશ ભાવ હજી નીચા જાય તેવી ધારણાં છે.ગોંડલમાંલાલની ૩૭ હજાર કટ્ટાની આવક હતી અને નવી આવકો નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. ગોંડલમાં લાલ ડુંગળીનાં ભાવ રૂ.૧૦૧થી ૫૦૬નાં હતાં. જ્યારે સફેદમાં રૂ.૧૨૧થી ૩૦૧નાં ભાવ હતાં.
મહુવામાં પણ નવી આવકો આજથી બંધ કરવામાં આવી હતી. સોમવારે લાલની ૪૫ હજાર થેલની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૫૫૧નાં હતાં. જ્યારે સફેદમાં ૪૯ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૩૭૧નાં ભાવ હતાં.
કપાસમાં જીનરોની ખરીદીનો રસ દિવસેને દિવસે ઘટતો જતો હોઇ સોમવારે સૌરાષ્ટ્રમાં મણે રૂા.૨૫ થી ૩૦ અને કડીમાં મણે રૂા.૨૦ થી ૨૫ ઘટયા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીનરોને કપાસ ખરીદવાનો મૂડ નથી આથી કપાસનાભાવ સતત ઘટી રહ્યા છે. ગયું આખું અઠવાડિયું ન્યુયોર્ક રૂ વાયદો ઘટયો હોઇ રૂના ભાવ સારા એવા ઘટી ગયાછે સાથે કપાસિયા પણ સોમવારે ઘટતાં કપાસમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
જીનપહોંચ એકદમ બેસ્ટ કપાસનારૂા.૨૦૧૫, મિડિયમના રૂા.૧૮૦૦ થી ૧૯૫૦ અને હલકાના રૂા.૧૬૦૦ થી ૧૭૫૦ હતા. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે રૂના ભાવ સતત ઘટતાં જતાં હોઇ જીનરોની કપાસ ખરીદી સતત ઘટી રહી છે. સોમવારે કડીમાં માંડ ૨૫૦ થી ૩૦૦ ગાડી હતી અને કાઠિયાવાડનાબેસ્ટ કપાસના રૂા.૨૦૦૦ની ઉપર ભાવ બોલાતા નહોતા. મહારાષ્ટ્રના કપાસના
રૂા.૧૭૦૦ થી ૧૯૮૦ના ભાવ હતા.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 2000 |
ઘઉં | 330 | 474 |
જીરું | 2500 | 3950 |
બાજરો | 340 | 438 |
રાયડો | 800 | 1230 |
ચણા | 850 | 894 |
મગફળી ઝીણી | 850 | 1120 |
ડુંગળી | 100 | 465 |
લસણ | 100 | 375 |
અજમો | 1900 | 4500 |
ધાણા | 1575 | 2155 |
તુવેર | 650 | 1210 |
અડદ | 490 | 1140 |
મરચા સુકા | 1000 | 3255 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
નોટીસ: મગફળીની ગુણીની આવક અત્યારથી સદંતર બંધ કરવામાં આવેલ છે. મગફળીના પાલની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1200 | 2101 |
ઘઉં | 398 | 430 |
જીરું | 2101 | 4201 |
એરંડા | 1296 | 1366 |
તલ | 1100 | 2171 |
બાજરો | 371 | 371 |
રાયડો | 1021 | 1291 |
ચણા | 7991 | 901 |
મગફળી ઝીણી | 825 | 1206 |
મગફળી જાડી | 810 | 1241 |
ડુંગળી | 101 | 461 |
લસણ | 131 | 451 |
જુવાર | 451 | 551 |
સોયાબીન | 1081 | 1386 |
ધાણા | 1301 | 2131 |
તુવેર | 731 | 1231 |
મગ | 876 | 1451 |
મેથી | 1051 | 1201 |
રાઈ | 1101 | 1301 |
મરચા સુકા | 701 | 3051 |
ઘઉં ટુકડા | 396 | 508 |
શીંગ ફાડા | 951 | 1551 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1430 | 2182 |
ઘઉં | 360 | 460 |
જીરું | 2850 | 3801 |
તલ | 1591 | 2192 |
બાજરો | 366 | 570 |
ચણા | 604 | 932 |
મગફળી ઝીણી | 1151 | 1211 |
મગફળી જાડી | 1041 | 1201 |
જુવાર | 400 | 614 |
સોયાબીન | 1260 | 1321 |
અજમો | 1963 | 2090 |
ધાણા | 1500 | 1986 |
તુવેર | 800 | 1198 |
તલ કાળા | 1200 | 2625 |
મેથી | 1002 | 1091 |
સિંગદાણા | 900 | 1511 |
ઘઉં ટુકડા | 365 | 500 |
રજકાનું બી | - | - |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 390 | 428 |
ઘઉં ટુકડા | 380 | 417 |
મગ | 800 | 1340 |
ચણા | 750 | 901 |
અડદ | 850 | 1240 |
તુવેર | 1100 | 1251 |
મગફળી જાડી | 850 | 1219 |
તલ | 1540 | 2158 |
ધાણા | 1400 | 2107 |
સોયાબીન | 1200 | 1403 |
જીરું | 3300 | 3916 |
મેથી | 800 | 800 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1585 | 2021 |
ઘઉં | 409 | 477 |
તલ | 1672 | 2100 |
ચણા | 700 | 931 |
મગફળી ઝીણી | 900 | 1160 |
તુવેર | 900 | 1182 |
અડદ | 590 | 1200 |
રાઈ | 900 | 1140 |
રાયડો | 1000 | 1200 |
જીરું | 2540 | 3800 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1730 | 2121 |
ઘઉં લોકવન | 403 | 436 |
ઘઉં ટુકડા | 409 | 480 |
જુવાર સફેદ | 461 | 605 |
તુવેર | 1040 | 1258 |
ચણા પીળા | 885 | 920 |
અડદ | 1025 | 1200 |
મગ | 1149 | 1575 |
એરંડા | 1341 | 1393 |
અજમો | 1550 | 2311 |
સુવા | 950 | 1190 |
સોયાબીન | 1185 | 1260 |
કાળા તલ | 1700 | 2568 |
ધાણા | 1330 | 2154 |
જીરું | 3200 | 4040 |
ઇસબગુલ | 1670 | 2280 |
રાઈડો | 1025 | 1275 |
ગુવારનું બી | 1150 | 1185 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1601 | 2031 |
મગફળી | 950 | 1157 |
ઘઉં | 400 | 444 |
જીરું | 3460 | 4022 |
એરંડા | 1351 | 1385 |
ધાણા | 1350 | 2060 |
તુવેર | 1050 | 1151 |
રાઇ | 1000 | 1168 |