જન ઔષધિ કેન્દ્રો પર ડાયાબિટીસની આ દવા મળે છે એકદમ સસ્તી

જન ઔષધિ કેન્દ્રો પર ડાયાબિટીસની આ દવા મળે છે એકદમ સસ્તી

આજકાલ વધતી જતી બિમારી વચ્ચે હોસ્પિટલ અને દવાઓના ખર્ચા આસમાને પહોંચ્યા છે. એવામાં સરકાર તરફથી ડાયાબિટીસના દર્દીઓને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: હવે ATM કાર્ડ વગર પણ ઉપાડી શકશો પૈસા, જાણો શું છે રસ્તો

કેન્દ્ર સરકારે શુક્રવારે ડાયાબિટીસની દવા સીટાગ્લિપ્ટિન અને તેનું મિશ્રણ બજારમાં લોન્ચ કર્યું. 10 ગોળીઓ વાળા એક પત્તાની કિંમત 60 રૂપિયા રાખવામાં આવી છે. આ દવા જેનેરિક ફાર્મસી સ્ટોર જન ઔષધિ કેન્દ્રો પર વેચવામાં આવશે.

રસાયણ અને ખાતર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ડ્રગ્સ એન્ડ મેડિકલ ડિવાઈસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) એ જન ઔષધિ કેન્દ્રો પર સીટાગ્લિપ્ટિન અને તેના નવા સંસ્કરણો ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: ફાટેલી અને ખરાબ થઇ ગયેલી ચલણી નોટોનું શું કરવું? શું કહે છે RBI ના નિયમો? જાણો અહીં

સીટાગ્લિપ્ટિન ફોસ્ફેટ 50 મિલિગ્રામની દસ ગોળીઓના પેકેટની મહત્તમ છૂટક કિંમત રૂ. 60 છે અને 100 મિલિગ્રામની ગોળીઓના પેકેટની રૂ. 100 છે. આ તમામ પ્રકારની દવાની કિંમત બ્રાન્ડેડ દવાઓ કરતાં 60 થી 70 ટકા ઓછી છે, એમ નિવેદનમાં જણાવાયું છે. બ્રાન્ડેડ દવાઓની કિંમત 160 રૂપિયાથી 258 રૂપિયા સુધીની છે.