અત્યારે સૌરાષ્ટ્રનાં ખેતરોમાંથી વાવણીમાં વવાયેલ લેઇટ વેરાઇટીની મગફળીનો પાક નીકળી રહ્યોં છે. વહેલી પાકતી મગફળીની વેરાઇટીઓ બજારમાં મહિના દિવસ પહેલા ઠલવાતી, એ પ્રવાહ ઘટીને હાલ જીજી-૨૦, જીજેજી-૨૨ અને જીજેજી-૩૨ નંબર જેવી મગફળીની આવકનો ફ્લો
વધી રહ્યોં છે. સિંગતેલનાં ધાર્યા વેપારો ઉતરતાં નથી એમ દાણાબર મગફળીની માંગ પણ ઠંડી પડી છે.
મગફલી માર્કેટનાં અગ્રણી વેપારીઓનાં કહેવા મુજબ છેલ્લા એક મહિના દરમિયાન સારી મગફળીમાં પ્રતિ ૨૦ કિલોએ સામાન્ય વઘ-ઘટે રૂ.૨૦ થી રૂ.૨૫નો ઘટાડો છે, જ્યારે નબળી મગફળીમાં રૂ.૪૦ થી રૂ.૫૦ તૂટ્યા છે.
સિંગતેલમાં સતત ભાવ ઘટાડો લાગું પડ્યો છે. બે દિવસ પહેલા સિંગતેલ ૧૦ કિલોનાં રૂ.૧૫૨૫માં વેપારો હતા, તે આજે સાંજે ઘટીને ૨૫, નવેમ્બરની ડિલેવરીની શરતે રૂ.૧૫૦૦ ભાવનાં વેપાર હતા. વેપારીઓ કહે છે કે અત્યારે વાવણીની મોડી પાકતી જાતો ખેતરોમાં તૈયાર થઇ રહી છે. એનો ફ્લો દિવાળીનાં વેકેશન પછી બજારમાં આવશે, ત્યારે મગફળીનાં ભાવમાં થોડો ઘટાડો આવી શકે છે.
અત્યારે સૌથી મોટું ફેક્ટર ચાઇના સિંગતેલ ખરીદીમાં શાંત બેઠું છે. એની દિવાળી પછી ખરીદી આવે તો જ સિંગતેલ બજારમાં સુધારાનો રેલો મગફળીમાં આવી શકે છે. અત્યારે જુદી જુદી સંસ્થાઓ દ્રારા મગફળીનાં સર્વે જે સામે આવ્યા છે, તે મુજબ સી દ્રારા થયેલ સર્વેમાં ૩૩.૪૫ લાખ ટનનો પાક અંદાજવામાં આવ્યો છે, ત્યારે સોમા દ્રારા મગફળી પાકનો અંદાજ ૩૦.૯૨ લાખ ટન મુકવામાં આવ્યો છે. માઇ બાપ સરકારે તો જરા હટકે એનો પ્રથમ અંદાજ ઓગસ્ટમાં ૪૦ લાખ ટન કહ્યોં હતો. એક વાતે સહમત થવું પડે કે રાજ્ય સરકારનાં જ આંકડા મુજબ મગફળી વાવેતર ગત વર્ષની તુલનાએ ૬૫ હજાર હેકટર જેવું ઘટેલ છે, ત્યારે સામે કુદરતે મગફળી પાકને થોડું સાનુકૂળ હવામાન આપ્યું હોય એમ લગભગ ખેતરોમાંથી મગફળીનો પાક સારો મળ્યાનો ખેડૂતો હરખ કરી રહ્યાં છે.
ટુંકમાં મગફળી વાવેતરનો ઘટાડો સારૂ ઉત્પાદન સરભર કરી દઇ ગત વર્ષની તુલનાએ ઉત્પાદનમાં કદાચ બે-ત્રણ લાખ ટન જેવો વધારો ગણી શકાય. મગફળી બજાર આ વખતે ઢીલી હોવા પાછળ જેમ ચાઇના સિંગતેલ અને સિંગદાણા ખરીદીમાં શાંત બેઠું છે, એ રીતે આપણે ત્યાં સિંગતેલનાં ભાવ ગત વર્ષની તુલનાએ ઘટેલા હોવા છતાં માંગ નીકળી નથી. સિંગતેલમાં લોકલ માંગ નીકળે તો પણ બજારમાં થોડો કરંટ આવી શકે છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 07/11/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1150થી રૂ. 1391 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1030થી રૂ. 1253 સુધીના બોલાયા હતા. તેમજ કોડીનારના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1200થી રૂ. 1253 સુધીના બોલાયા હતા.
સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1151થી રૂ. 1351 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 915થી રૂ. 1416 સુધીના બોલાયા હતા. તેમજ પોરબંદરના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1070થી રૂ. 1310 સુધીના બોલાયા હતા.
વિસાવદર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1065થી રૂ. 1331 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1362થી રૂ. 1472 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 841થી રૂ. 1366 સુધીના બોલાયા હતા.
કાલાવડ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1100થી રૂ. 1355 સુધીના બોલાયા હતા. જ્યારે જુનાગઢ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1110થી રૂ. 1325 સુધીના બોલાયા હતા. તેમજ જામજોધપુરના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1100થી રૂ. 1386 સુધીના બોલાયા હતા.
તા. 07/11/2023, મંગળવારના જાડી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1150 | 1391 |
અમરેલી | 1030 | 1352 |
કોડીનાર | 1200 | 1253 |
સાવરકુંડલા | 1151 | 1351 |
જેતપુર | 915 | 1416 |
પોરબંદર | 1070 | 1310 |
વિસાવદર | 1065 | 1331 |
મહુવા | 1362 | 1472 |
ગોંડલ | 841 | 1366 |
કાલાવડ | 1100 | 1355 |
જુનાગઢ | 1110 | 1325 |
જામજોધપુર | 1100 | 1386 |
માણાવદર | 1375 | 1380 |
હળવદ | 1051 | 1452 |
જામનગર | 1100 | 1310 |
ભેસાણ | 800 | 1300 |
ખેડબ્રહ્મા | 1101 | 1101 |
દાહોદ | 1100 | 1200 |
તા. 07/11/2023, મંગળવારના ઝીણી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1125 | 1451 |
અમરેલી | 1065 | 1306 |
કોડીનાર | 1232 | 1422 |
સાવરકુંડલા | 1100 | 1271 |
જસદણ | 950 | 1350 |
મહુવા | 1011 | 1388 |
ગોંડલ | 911 | 1431 |
કાલાવડ | 1200 | 1325 |
જુનાગઢ | 1050 | 2000 |
જામજોધપુર | 1050 | 1276 |
ઉપલેટા | 1130 | 1331 |
ધોરાજી | 900 | 1306 |
વાંકાનેર | 800 | 1484 |
જેતપુર | 910 | 1311 |
રાજુલા | 750 | 1321 |
મોરબી | 900 | 1476 |
જામનગર | 1150 | 2000 |
બાબરા | 1180 | 1300 |
બોટાદ | 1070 | 1200 |
ભચાઉ | 1271 | 1362 |
ધારી | 1025 | 1301 |
ખંભાળિયા | 1000 | 1352 |
પાલીતાણા | 1180 | 1291 |
લાલપુર | 1001 | 1177 |
ધ્રોલ | 1050 | 1322 |
હિંમતનગર | 1100 | 1610 |
પાલનપુર | 1132 | 1385 |
તલોદ | 1000 | 1560 |
મોડાસા | 1000 | 1531 |
ડિસા | 1100 | 1400 |
ટિંટોઇ | 1050 | 1420 |
ઇડર | 1350 | 1659 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1050 | 1350 |
ભીલડી | 1150 | 1340 |
થરા | 1160 | 1385 |
દીયોદર | 1200 | 1350 |
વીસનગર | 1025 | 1222 |
માણસા | 1180 | 1201 |
કપડવંજ | 1200 | 1510 |
શિહોરી | 1140 | 1295 |
ઇકબાલગઢ | 1150 | 1389 |
સતલાસણા | 1150 | 1350 |
લાખાણી | 1100 | 1355 |
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 07/11/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1125થી રૂ. 1451 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1065થી રૂ. 1306 સુધીના બોલાયા હતા. તેમજ કોડીનારના માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1232થી રૂ. 1422 સુધીના બોલાયા હતા.
સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1100થી રૂ. 1271 સુધીના બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 950થી રૂ. 1350 સુધીના બોલાયા હતા. તેમજ મહુવાના માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1011થી રૂ. 1388 સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 911થી રૂ. 1431 સુધીના બોલાયા હતા. જ્યારે કાલાવડ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1200થી રૂ. 1325 સુધીના બોલાયા હતા. તેમજ જુનાગઢના માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1050થી રૂ. 2000 સુધીના બોલાયા હતા.