Diwali Muhurat Trading: દિવાળીના મુહૂર્તના ટ્રેડિંગ દરમિયાન આજે શેરબજારમાં શાનદાર શરૂઆત જોવા મળી છે. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. જે બાદ BSEનો મુખ્ય સૂચકાંક 65,418.98 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જેના કારણે રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ છે. જોકે, બજાર ખુલ્યાની 6 મિનિટમાં 345.26 પોઈન્ટના વધારા સાથે 65,235.78 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે. બીએસઈના ટોપ 30 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી કંપનીઓમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી પણ 100થી વધુ પોઈન્ટના વધારા સાથે 19500 પોઈન્ટથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
મહિલાઓ અને દીકરીઓ માટે LICની ખાસ નવી યોજના, મળશે અઢળક રૂપિયા, દિવાળી પહેલાં કરો રોકાણ
બજારમાં જબરદસ્ત ઉછાળો
શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 364 પોઇન્ટના વધારા સાથે 65,268.84 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના વધારા સાથે 65,418.98 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 113.10 પોઈન્ટના વધારા સાથે 19,538.45 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે, આજે નિફ્ટી 19,547.25 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બેંકમાં સરકારી નોકરીની મોટી તક, 90000 રૂપિયા મળશે મહિનાનો પગાર, જલ્દી અરજી કરી દો
કયા શેરો વધી રહ્યા છે?
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કોલ ઈન્ડિયાના શેરમાં લગભગ 4 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. યુપીએલના શેર દોઢ ટકાથી વધુના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ONGC, Infosys અને NTPCના શેરમાં એક ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. BPCL અને અપોલો હોસ્પિટલના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
BSE પર ઈન્ફોસિસ અને વિપ્રોના શેરમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. રિલાયન્સના શેર 2329 રૂપિયાથી વધુના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા ગ્રુપના ટાઈટન, ટીસીએસ અને ટાટા સ્ટીલના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
ખાસ જરૂરી વાત: ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવો, નહીં તો થશે આ 5 મોટી સમસ્યાઓ
રોકાણકારો મોટી કમાણી કરી
શેરબજાર જે રીતે ખુલ્યું તેના કારણે રોકાણકારોએ બજાર ખુલતાની સાથે જ 3 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે BSEનું માર્કેટ કેપ રૂ. 3,20,29,232.24 કરોડ હતું.
જ્યારે આજે બજાર ખુલતાની સાથે જ માર્કેટ કેપ 3,23,38,359.97 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આનો અર્થ એ થયો કે BSEના માર્કેટ કેપમાં એક સેકન્ડમાં રૂ. 3,09,127.73 કરોડનો વધારો થયો છે. આ રોકાણકારોની આવક છે.