શું તમે જાણો છો કે પરણિત સ્ત્રી અને પુરુષ કેટલું સોનું રાખી શકે છે? જાણો શું કહે છે સરકારનો નિયમ?

શું તમે જાણો છો કે પરણિત સ્ત્રી અને પુરુષ કેટલું સોનું રાખી શકે છે? જાણો શું કહે છે સરકારનો નિયમ?

પોતાની પાસે સોનું રાખવું કોને નથી ગમતું ?  સોનાને અત્યાર સુધીનુ સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. લોકો માને છે કે સોનું બનાવીને ઘરમાં રાખવાથી આર્થિક પરિસ્થિતિમાં ઉતાર - ચઢાવનો સરળતાથી સામનો કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં સોનું રાખવાની એક મર્યાદા છે?  શું તમે જાણો છો કે પરિણીત સ્ત્રી પોતાની સાથે કેટલું સોનું રાખી શકે છે?  જો ના, તો આજે જાણી લો કે તમારી જરૂરિયાત કરતા વધારે સોનું રાખવું તમારા માટે પણ નુકસાનકારક હોઈ શકે છે.

શું કહે છે સરકારનો નિયમ: એક પરિણીત મહિલા પોતાની પાસે 500 ગ્રામથી વધુ સોનું રાખી શકતી નથી. આમ કરવાથી ઈન્કમટેકસ વિભાગ તમારું વધારાનું સોનું જપ્ત કરી શકે છે. આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 132 મુજબ, ટેક્સ અધિકારીઓ પાસે નિયત મર્યાદા કરતા વધારે જોવા મળતા દાગીના, બુલિયન અથવા અન્ય કિંમતી ધાતુ જપ્ત કરવાની સત્તા છે.

પુરુષો અને સ્ત્રીઓ કેટલું સોનું રાખી શકે છે?: કાયદા અનુસાર પરણિત મહિલા પોતાની સાથે 500 ગ્રામ સોનું રાખી શકે છે. આ સિવાય અપરિણીત મહિલા પોતાની સાથે 250 ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે. પુરુષોને માત્ર 100 ગ્રામ સોનું રાખવાની છૂટ છે.

જો કે, એક નિયમ એવો પણ છે કે જો તમે આવકવેરા અધિકારીઓને તમારી પાસે રાખેલા વધારાના સોનાનું કારણ અને માન્ય સ્રોત જણાવશો તો તમને તેને રાખવાની છૂટ મળી શકે છે. પરંતુ જો આવકના સ્ત્રોતનો ઉલ્લેખ કરવામાં ન આવે તો તમે માત્ર એક ચોક્કસ મર્યાદા સુધી જ તમારી સાથે સોનું રાખી શકો છો.

આવકવેરા રિટર્નમાં ઉલ્લેખ કરવો આવશ્યક છે: જો તમારી વાર્ષિક આવક રૂ .50 લાખથી વધુ છે, તો આવકવેરા રિટર્નમાં સોનાના દાગીના અને તેની કિંમતની વિગતો આપવી જરૂરી છે. રિટર્નમાં દર્શાવેલ જ્વેલરીની કિંમત અને તેની વાસ્તવિક કિંમત વચ્ચે કોઈ તફાવત ન હોવો જોઈએ. જો કોઈ તફાવત હોય તો તેનું કારણ આપવાનું રહેશે.

જો સોનું નક્કી કરેલી મર્યાદા કરતા વધારે રાખવામાં આવે તો શું થશે?: દાગીનાના રૂપમાં સોનું રાખવા માટે કોઈ કાનૂની મર્યાદા નથી. જો કે, તમારે આનો પુરાવો આપવો પડશે. જો ઘરેણાં વારસામાં મળ્યા હોય તો તમારે તેનુ કારણ બતાવવું પડશે. CBDT એ 1 ડિસેમ્બર 2016 ના રોજ સ્પષ્ટતા જારી કરી હતી કે જો કોઈ નાગરિકને વારસામાં ઘરેણાં મળ્યા છે અને તે તેનો માન્ય પુરાવો આપી શકે છે, તો તે ઇચ્છે એટલા સોનાના દાગીના રાખી શકે છે.