મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. આવકો ઓછી છે અને સામે ઊંચા ભાવથી મિલોની લેવાલી ઘટી હોવાથી સરેરાશ બજારનો ટોન મિશ્ર દેખાય રહ્યોછે. બીજી તરફ ખેડૂતોએ ઉનાળુ મગફળીનાં આગોતરા વાવેતર શરૂ કરી દીધા છે.જામનગરનાં એક અગ્રણી મગફળી બ્રોકરે જણાવ્યું હતું કે ખેડૂતોએ કપાસની બીજી વીણી પતાવીને કપાસ ઉપાડી લીધો છે અને તેની જગ્યાએ મગફળી વાવી છે.
ધ્રોલ-જોડીયા પટ્ટીમાં અનેક ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધા છે. દરેકને પહેલી મગફળી કાઢીને ઊંચા ભાવનો લાભ લેવો છે, જેને પગલે ખેડૂતોએ ખાલી જમીનમાં આ વાવી છે. ચણાનાં વાવેતરનો સમય પૂરો થઈ ગયો હોવાથી હવે મગફળી વહેલી વાવી દે છે.ગોંડલમાં ૨૬થી ૨૭ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૬૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૫૦ના ભાવ હતાં. ૩૯માં અમુક ક્વોલિટીમાં રૂ.૧૦૮૫ સુધીનાં ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૪૬ સુધીનાં ભાવ બોલાયાં હતાં.રાજકોટમાં વેપારો ૮ હજાર
ગુણીનાં વેપાર થયા બાદ હરાજી અટકી હતી.
હાલ બજારમાં ભાવ મહદ્અંશે ટકેલા છે, કોઇ તેજી કે મંદી નથી. આજે રાજકોટ અને ગોંડલમાં 700 બોરી ઘટી 2800 ગુણીની આવક નોંધાઇ હતી. દરમિયાન ધાણી અને ધાણાદાળ બનાવવામાં વપરાતા દાળબર ધાણાની પ્રમાણમાં સારી માગ જોવા મળી હતી.અગ્રણી ટ્રેડર્સે જણાવ્યું હતું કે, આ સાલ ધાણામાં વાવેતર કપાયા છે. છેલ્લા બે ત્રણ દિવસથી બજાર ટકેલી પોઝિશનમાં છે, તો બજારમાં માલ ઘટે તો કિલોએ પાંચેક રૂપિયાની તેજી આવી શકે છે, બાકી હાલ સ્ટોકીસ્ટોની વેચવાલીને પગલે જેટલો સ્ટોક ઠલવાઇ છે તે ખપી જાય છે. ધાણામાં વાયદામાં ઘટાડો નોંધાતા તેમજ ઘરાકી પણ ઓછી રહેતા સાઉથના ભાવમાં પ્રતિ 40 કિલોએ રૂ.40નો ઘટાડો નોંધાતા નીચામાં ભાવ રૂ.3825 થઇ ગયો હતો. બજાર સંભવતઃ હજુ દબાશે, કારણ કે, બજારમાં જોઇએ તેવી ઘરાકી નથી.
બાજરીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ડીસા સહિતનાં સેન્ટરમાં બાજરીની આવકો હાલ ઓછી છે અને સામે ઘરાકી પણ મર્યાદીત જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બાજરીમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1550 | 1900 |
મગફળી | 870 | 1371 |
ઘઉં | 351 | 409 |
જીરું | 2651 | 2970 |
એરંડા | 1130 | 1164 |
ચણા | 851 | 824 |
ગુવાર | 951 | 1122 |
ધાણા | 1251 | 1557 |
વરીયાળી | 1550 | 1651 |
અડદ | 401 | 1238 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 2111 |
બાજરો | 345 | 355 |
જીરું | 2100 | 3000 |
સોયાબીન | 1100 | 1200 |
તલ | 1850 | 2200 |
કાળા તલ | 2010 | 2110 |
મગફળી જીણી | 1000 | 1200 |
મગફળી જાડી | 950 | 1050 |
લસણ | 100 | 485 |
અજમો | 1600 | 3490 |
એરંડા | 1000 | 1095 |
અડદ | 1000 | 1345 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1200 | 1879 |
ઘઉં લોકવન | 320 | 416 |
ઘઉં ટુકડા | 320 | 420 |
જુવાર | 400 | 400 |
ચણા | 750 | 1050 |
અડદ | 800 | 1428 |
તુવેર | 950 | 1257 |
મગફળી ઝીણી | 800 | 1135 |
મગફળી જાડી | 700 | 1135 |
સિંગફાડા | 1000 | 1320 |
એરંડા | 750 | 1135 |
તલ | 1750 | 2070 |
તલ કાળા | 1800 | 2100 |
જીરું | 2500 | 2950 |
ધાણા | 1200 | 1672 |
મગ | 1050 | 1388 |
સોયાબીન | 1000 | 1286 |
મેથી | 670 | 805 |
કાંગ | 460 | 460 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1501 | 2010 |
ઘઉં લોકવન | 400 | 433 |
ઘઉં ટુકડા | 408 | 476 |
જુવાર સફેદ | 328 | 540 |
બાજરી | 290 | 432 |
તુવેર | 1000 | 1243 |
મગ | 1025 | 1470 |
મગફળી જાડી | 905 | 1145 |
મગફળી ઝીણી | 889 | 1135 |
એરંડા | 1115 | 1154 |
અજમો | 1350 | 2090 |
સોયાબીન | 1125 | 1278 |
કાળા તલ | 2100 | 2475 |
લસણ | 178 | 420 |
ધાણા | 1449 | 1665 |
મરચા સુકા | 1500 | 3340 |
જીરૂ | 2900 | 3100 |
રાય | 1400 | 1550 |
મેથી | 1000 | 1168 |
ઈસબગુલ | 1650 | 2211 |
ગુવારનું બી | 1100 | 1125 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1525 | 2021 |
ઘઉં | 400 | 455 |
જીરું | 2080 | 2900 |
એરંડા | 1105 | 1125 |
તલ | 1500 | 2100 |
બાજરો | 396 | 422 |
ચણા | 601 | 763 |
મગફળી ઝીણી | 600 | 1270 |
ધાણા | 900 | 1490 |
તલ કાળા | 1300 | 2110 |
મગ | 601 | 1069 |
અડદ | 401 | 1373 |
ગુવારનું બી | 900 | 1060 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1120 | 2025 |
મગફળી | 910 | 1105 |
ઘઉં | 300 | 451 |
જીરું | 2575 | 3050 |
તલ | 1745 | 2105 |
બાજરો | 283 | 434 |
ચણા | 550 | 890 |
વરીયાળી | 700 | 1425 |
જુવાર | 375 | 523 |
ધાણા | 1200 | 1385 |
તુવેર | 900 | 1130 |
તલ કાળા | 1985 | 2540 |
અડદ | 350 | 1385 |
મેથી | 500 | 1100 |
રાઈ | 1375 | 1520 |
મઠ | 1500 | 1590 |