આજે પણ કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ, શું હવે માર્કેટ આગળ જશે ?

આજે પણ કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ, શું હવે માર્કેટ આગળ જશે ?

જિલ્લાના ખેડૂતો પર એક બાદ એક સંકટ આવી રહ્યા છે. કમોસમી વરસાદના માર બાદ વધુ એક સંકટે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. જેના કારણે કપાસના વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ઈયળ અને લાલ જીવાત ખેડૂતોનો કપાસ બરબાદ કરી રહી છે. ત્યારે કૃષિ વિભાગ આ ઉપદ્રવથી ખેડૂતોને ઉગારે તેવી માંગ ઉઠી છે. રાત દિવસ કાળી મજૂરી કરી અન્ય લોકો માટે ધાન પકવતા જગતના તાત એવા ખેડૂતોની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. એક તરફ માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતને હવે કપાસમાં લાલ જીવાત અને ઇયળોનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુલાબી ઈયળોના આક્રમનના કારણે ખેડૂતોનો કપાસ હવે ખેડૂતોની નજર સામે જ સડી રહ્યો છે.

કપાસના વાવેતરમાં અસંખ્ય ગુલાબી ઈયળ અને લાલ જીવાત જોવા મળી રહી છે. હજી તો થોડા સમય પહેલા જ આવેલા માવઠાના મારથી ખેડૂત ઉભર્યો નથી, ત્યાં હવે કપાસમાં નવી મુસીબત આવી પહોંચી છે. કપાસના જીંડવા આ ઉપદ્રવના કારણે ખરાબ થઈ રહ્યા છે. મોંઘા દાટ બિયારણો અને ઊંચી કિંમતમાં દવાના છંટકાવ બાદ પણ કપાસના પાક પર ઉપદ્રવ ઘટવાનું નામ લેતો નથી, ત્યારે અનેક ખેડૂતોએ તો ફરી કપાસનું વાવેતર કરવાનું માંડી વાળ્યું છે. ત્યારે આ માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા એક્સપર્ટ ટીમની કમિટી બનાવી ખેડૂતોને આ સંકટથી બચાવવા જોઈએ તેવી માંગ થઈ રહી છે.

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં કપાસ મગફળી સહિતની જણસીના ભાવો સારા આવતા તેમજ માર્કેટીંગ યાર્ડ તંત્ર દ્વારા જણસી વેચવા આવતા ખેડૂતોને અગવડતા ન પડે તે માટે સુચારૂ વ્યવસ્થાને કારણે જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં વિવિધ તાલુકામાંથી જણસી વેચવા ખેડૂતો ઉમટી પડે છે. જામજોધપુર માર્કેટીંગ યાર્ડ કપાસ તથા મગફળીથી ઉભરાય ગયુંં હતું. કપાસ મગફળી વેચવા આવતા વાહનનોની લાંબી કતારો લાગી હતી.

તા. 09/12/2023, શનિવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11901522
અમરેલી9851475
સાવરકુંડલા12501441
જસદણ12801450
બોટાદ13401525
મહુવા10071422
ગોંડલ10011501
જામજોધપુર12501526
ભાવનગર12501426
જામનગર12001575
બાબરા13191521
જેતપુર11501511
વાંકાનેર12001514
મોરબી12511525
રાજુલા12001470
હળવદ12111496
વિસાવદર12001476
તળાજી11001451
બગસરા12001500
જુનાગઢ12001407
ઉપલેટા13001470
માણાવદર12301560
ધોરાજી12661456
વિછીયા13001440
ધારી10001453
લાલપુર13751481
ખંભાળિયા13201450
ધ્રોલ13001468
પાલીતાણા12101430
સાયલા12901460
હારીજ14001485
ધનસૂરા12001380
વિસનગર12001470
વિજાપુર12501470
કુકરવાડા12511451
ગોજારીયા12001445
હિંમતનગર13611452
માણસા11001450
કડી13021456
પાટણ13501446
થરા13651431
તલોદ13111426
સિધ્ધપુર11001467
ડોળાસા12601474
ટિંટોઇ12701408
દીયોદર13501395
બેચરાજી12501400
ગઢડા12531453
ઢસા12601451
કપડવંજ12501300
ધંધુકા13001461
વીરમગામ10501441
ચાણસ્મા11001452
ભીલડી12001390
ખેડબ્રહ્મા13401460
ઉનાવા11001461
શિહોરી13811435
લાખાણી13701414
ઇકબાલગઢ11501428
સતલાસણા13001391
ડીસા13411342