છેલ્લા બે દિવસથી ન્યુયોર્ક રૂ વાયદા અને લોકલ વાયદામાં ભાવ સતત ઘટી રહ્યા હોઇ મંગળવારે સતત ત્રીજે દિવસે કપાસના ભાવ ઘટયા હતા. શનિવારે, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસમાં કપાસમાં મણે રૂા.૫૦ થી ૬૦નો ઘટાડો જોવા મળ્યો છે જો કે એકદમ સુપર કવોલીટીના કપાસમાં મણે રૂા.૨૦ થી ૨૫ જ ત્રણ દિવસમાં ઘટયા છે.
સમગ્ર ગુજરાતના તમામ સેન્ટરોમાંથી કપાસની કવોલીટી સતત બગડી રહી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. સારો કપાસ હવે કાં તો ખેડૂતોના ઘરમાં પડયો છે અથવા તો પૂરો થઇ ચૂક્યો છે. મંગળવારે કપાસમાં મણે રૂા.૧૫ થી ૨૫નો ઘટાડો જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રમાં કપાસિયા છેલ્લા કેટલાંક દિવસથી ખપતા ન હોઇ જીનોને કપાસ લેવાનો ઉત્સાહ નથી જો કે મંગળવારે કપાસિયામાં થોડી લેવાલી નીકળી હતી. સૌરાષ્ટ્રમાં અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીનપહોચં સુપર બેસ્ટ
કપાસમાં મણે રૂા.૫ જ ઘટયા
છે પણ મિડિયમ અને એવરેજ કપાસમાં મણે રૂા.૨૦ થી ૨૫ ઘટયા છે. જીનપહોંચ સુપર બેસ્ટ કપાસ રૂા.૨૦૩૫ થી ૨૦૪૦ બોલાતો હતો. કડીમાં કપાસના ભાવ રૂા.૧૫ થી ૨૦ ઘટયા છે. કડીના બ્રોકરે જણાવ્યું હતું કે કવોલીટી વેરિએશન સતત વધી રહ્યું હોઇ જીનોને કપાસ લેવાનો મૂડ નથી. કડીમાં બધુ મળીને ૩૫૦ થી ૪૦૦ સાધનોની આવક હતી. મહારાષ્ટ્રના
કપાસના ઊંચામાં રૂા.૧૯૬૦ અને કાઠિયાવાડના કપાસના
ઊંચામાં રૂા.૨૦૦૦ બોલાતા
હતા.
મગફળીની બજારમાં ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતાં. સીંગતેલમાં તેજી અટકી હોવાથી ઓઈલ મિલોની પણ લેવાલી અત્યારે ઘટી રહી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ
પૂરતો નરમ દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની
લેવાલી અટકશે તો ભાવ ઘટે તેવી ધારણાં છે. બીજી તરફ
કોમર્શિયલ સીંગદાણાનાં ભાવમાં પણ ટને રૂ.૫૦૦નો ઘટાડો થયો હતો.
ઉનાળુ મગફળીનાં વાવેતર અંગે વેપારીઓ કહે છેકે હજી
વાવેતર ખાસ શરૂ થયા ન હોવાથી ટ્રેન્ડ જાણવો મુશ્કેલ
છે. જે ખેડૂતોએ કપાસ કાઢીને વાવેતર કર્યાં છે એવા વાવેતર થવા લાગ્યા છે, પંરતુશિયાળુ પાકો વાવ્યા છે અને એ જમીનમાં
મગફળી વાવશે તેને હજી વાર હોવાથી ફેબ્રુઆરી અંતમાં
ચીત્ર જાણવામાં વધારે સરળતા
રહેશે. અત્યારે બિયારણની માંગ ધારણાં કરતાં ઓછી જોવા મળી રહી છે.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1500 | 2050 |
ઘઉં | 279 | 433 |
જીરું | 3000 | 3770 |
એરંડા | 800 | 1273 |
તલ | 1600 | 1990 |
બાજરો | 340 | 414 |
રાયડો | 1000 | 1280 |
ચણા | 830 | 910 |
મગફળી ઝીણી | 840 | 1048 |
લસણ | 100 | 675 |
અજમો | 1780 | 5390 |
ધાણા | 1420 | 2345 |
તુવેર | 430 | 1185 |
મગ | 1200 | 1430 |
અડદ | 400 | 980 |
મરચા સુકા | 500 | 3925 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1650 | 2110 |
ઘઉં | 385 | 400 |
જીરું | 3100 | 3755 |
એરંડા | 1150 | 1285 |
તલ | 1700 | 2100 |
રાયડો | 900 | 1100 |
ચણા | 800 | 900 |
મગફળી ઝીણી | 850 | 1150 |
મગફળી જાડી | 800 | 1140 |
ધાણા | 1300 | 1690 |
તુવેર | 1050 | 1260 |
તલ કાળા | 2150 | 2350 |
અડદ | 1000 | 1300 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1001 | 2116 |
ઘઉં | 322 | 434 |
નવું જીરું | 2451 | 4001 |
એરંડા | 1231 | 1286 |
તલ | 1771 | 2191 |
રાયડો | 626 | 1176 |
ચણા | 801 | 921 |
મગફળી ઝીણી | 810 | 1176 |
મગફળી જાડી | 780 | 1186 |
ડુંગળી | 101 | 526 |
લસણ | 201 | 571 |
સોયાબીન | 1141 | 1286 |
અજમો | 2276 | 2276 |
તુવેર | 901 | 1261 |
ધાણા | 1200 | 1861 |
ડુંગળી સફેદ | 71 | 316 |
મગ | 976 | 1401 |
અડદ | 451 | 1201 |
મેથી | 1061 | 1221 |
રાઈ | 1301 | 1601 |
ઘઉં ટુકડા | 392 | 518 |
શીંગ ફાડા | 941 | 1396 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 1962 |
ઘઉં લોકવન | 350 | 419 |
ઘઉં ટુકડા | 350 | 429 |
મગ | 940 | 1410 |
ચણા | 770 | 901 |
અડદ | 800 | 1296 |
તુવેર | 1050 | 1292 |
મગફળી ઝીણી | 800 | 1049 |
મગફળી જાડી | 750 | 1100 |
તલ | 1200 | 2080 |
તલ કાળા | 1500 | 2175 |
ધાણા | 1500 | 1970 |
સોયાબીન | 1100 | 1341 |
મઠ | - | - |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1515 | 2001 |
ઘઉં | 400 | 480 |
જીરું | 2420 | 3770 |
બાજરો | 307 | 475 |
ચણા | 683 | 851 |
મગફળી ઝીણી | 880 | 1160 |
તુવેર | 968 | 1190 |
તલ કાળા | 1850 | 2400 |
અડદ | 400 | 900 |
રાઈ | 1045 | 1336 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1610 | 2074 |
ઘઉં લોકવન | 401 | 432 |
ઘઉં ટુકડા | 408 | 484 |
જુવાર સફેદ | 411 | 623 |
બાજરી | 315 | 430 |
તુવેર | 1030 | 1275 |
ચણા પીળા | 850 | 920 |
અડદ | 880 | 1310 |
મગ | 1112 | 1416 |
વાલ દેશી | 950 | 1315 |
ચોળી | 950 | 1580 |
મઠ | 1140 | 1440 |
કળથી | 735 | 1081 |
એરંડા | 1240 | 1286 |
અજમો | 1650 | 2300 |
સુવા | 850 | 1090 |
સોયાબીન | 1176 | 1277 |
કાળા તલ | 1780 | 2360 |
ધાણા | 1450 | 1924 |
જીરું | 3300 | 3761 |
ઇસબગુલ | 1850 | 2260 |
રાઈડો | 1001 | 1330 |
ગુવારનું બી | 1190 | 1210 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1551 | 2018 |
મગફળી | 821 | 1070 |
ઘઉં | 410 | 434 |
જીરું | 3300 | 3712 |
એરંડા | 1280 | 1311 |
તલ | 1650 | 2084 |
તુવેર | 1020 | 1177 |
રાઇ | 960 | 1394 |