સફેદ ડુંગળીના ભાવ: ડુંગળીની બજારમાં નીચી સપાટી પર ભાવ અથડાય રહ્યાં છે. સફેદ ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૨૦થી ૨૫નો ઘટાડો થયો હતો. સફેદમાં હવે તમામ સેન્ટરમાં સરેરાશ નીચા ભાવ જ બોલાય રહ્યાં છે. આગામી દિવસોમાં ડુંગળીમાં સરેરાશ લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.
ગોંડલમાં લાલ ડુંગળીની સોમવારે ૯૧૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૩૬થી ૧૮૬નાં ભાવ હતાં. જ્યારે સફેદમાં ૭૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૬૧થી ૧૨૯નાં ભાવ હતાં. રાજકોટમાં ડુંગળીની ૨૭૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૪૦થી ૧૮૦નાં ભાવ હતાં.
મહુવામાં લાલ ડુંગળીનાં ૨૪ હજાર થેલીનાં વેપાર સામે ભાવ રૂ.૬૦થી ૨૧૦ અને સફેદમાં ૭૩ હજાર થેલની આવક સમેભાવ રૂ.૮૭થી ૨૦૬નાં ભાવ હતાં.
આ પણ વાંચો: 1 મેથી બદલાશે આ 8 નિયમો, જાણો ગેસ સિલિન્ડરથી લઈને બેંકિંગના નિયમોમાં શું બદલાવ આવશે?
ડુંગળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સમયમાં ડુંગળીનાં ભાવ નીચા જ રહે તેવી ધારણાં છે. હાલમાં આવકો સારી છેઅને ઉનાળુ ડુંગળીનો પાક આ વર્ષે ૫૦ ટકાથી લઈને બમણાં સુધીનો થાય તેવી સંભાવનાં છે. નાશીકમાં પણ વાવેતર સારા થયા હોવાથી સાર પાકની ધારણાએ બજારમાં હાલ સુધારાના ચાન્સ નથી, પરંતુ આગામી પંદર દિવસમાં આવકો કેવી રહે છે તેનાં ઉપર બજારનો વધારે આધાર રહેલો છે.
ખેડૂતોએ કપાસ વેંચી દેવો જોઈએ ગુજરાતમાં કેટલાંક ખેડૂતો પાસે હજુ કપાસ પડયો છે. આ ખેડૂતો કપાસના ભાવ વધીને મણના ૨૮૦૦ થી ૩૦૦૦ રૂપિયા થવાની રાહ જુએ છે પણ હવે કપાસના ભાવ વધવાનો ભરોસો નથી કારણ કે રૂના ભાવ ઘટી રહ્યા છે અને સરકારે રૂની આયાત પરની ડયુટી કાઢી નાખી હોઇ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાથી ઢગલામોઢે આયાતી રૂ ભારતમાં ઠલવવાનું છે ઉપરાંત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ૧૦ ટકા વાવેતર પૂરૂ થઇ ચૂક્યું છે.
ગુજરાતમાં પણ કેટલાંક વિસ્તારમાં એકાદ-બે અઠવાડિયામાં આગોતરૂ વાવેતર શરૂ થવાનું છે. ગુજરાતમાં હાલ સુપર બેસ્ટ કપાસના ભાવ મણના ૨૫૦૦ થી ૨૫૨૦ બોલાઇ રહ્યા છે અને મિડિયમ અને એવરેજ કપાસના ભાવ મણના ૧૯૦૦ થી ૨૩૦૦ રૂપિયા ચાલી રહ્યા છે. સુપર બેસ્ટકપાસ હવે મોટાભાગનો વીણાય ગયો છે આથી આ કપાસના ભાવ બહુ ઘટે તેવું નથી પણ મિડિયમ અને એવરેજ કપાસના ભાવમાં હવે તેજી થવાની કોઇ શક્યતા નથી કારણ કે જીનો ટપોટપ બંધ થવા લાગી છે અને ગણીગાંઠી જીનો ચાલુ છે તે પણ એકાદ-બે અઠવાડિયામાં બંધ થયા બાદ ખેડૂતોનો કપાસ ખરીદશે કોણ ? કડીમાં માંડ પાંચ થી છ જીનો જ ચાલુ છે આથી મહારાષ્ટ્રનો અને બીજા રાજ્યોનો કપાસ પણ ગુજરાતમાં હાલ ખપતો નથી.
વર્તમાન સંજોગોમાં ડુંગળીની આવકો પુષ્કળ થઈ રહી છે અને લાલ ડુંગળીમા ખાસ કોઈ માંગ નથી, પરિણામે ગત સપ્તાહે નીચામાં ૨૦ રૂપિયે મણ પણ ડુંગળી વેચાણ થઈ હતી અને સારી ક્વોલિટી રૂ.૧૫૦ આસપાસ બોલાય રહી છે. પીળી પત્તીનાં ભાવ રૂ.૨૦૦ આસપાસનાંચાલે છે. સફેદ ડુંગળીમાં રૂ.૫૦થી ૧૫૦-૧૭૫ વચ્ચેનાં ભાવ છે.
ડુંગળીનાં વેપારીઓ કહે છેકે લાલ ડુંગળીમાં ખેડૂતોએ સારો માલ હોય તો રાખી મુકવામાં ફાયદો છે. આગામી દિવસોમાં સરેરાશ ડુંગળીની બજારમાં નીચા ભાવથી નિકાસ વેપારો કેવા નીકળે છે તેનાં ઉપર આધાર રહેલો છે. નાશીકમાં ઉનાળુ ડુંગળીનો પાક બમણો થાય તેવી ધારણાં છે. ગુજરાતમાં પણ આવી સ્થિતિ છે. પરિણામે બજારો ટૂંકાગાળા માટે વધશ નહીં, પંરતુ આગળ ઉપર નીચા ભાવથી જો નિકાસ વેપારો નીકળશે તો સરેરાશ બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે હવે ઘર ખરીદવું થશે સરળ, બેંકે કર્યો હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1755 | 2500 |
ઘઉં લોકવન | 438 | 481 |
ઘઉં ટુકડા | 445 | 521 |
જુવાર સફેદ | 470 | 680 |
જુવાર પીળી | 365 | 475 |
બાજરી | 285 | 428 |
તુવેર | 1000 | 1210 |
ચણા પીળા | 890 | 926 |
અડદ | 800 | 1380 |
મગ | 900 | 1361 |
વાલ દેશી | 1550 | 1890 |
વાલ પાપડી | 1900 | 2020 |
ચોળી | 980 | 1645 |
કળથી | 850 | 980 |
સિંગદાણા | 1700 | 1760 |
મગફળી જાડી | 1050 | 1341 |
મગફળી ઝીણી | 1021 | 1280 |
સુરજમુખી | 1070 | 1265 |
એરંડા | 1250 | 1380 |
અજમો | 1550 | 1970 |
સુવા | 1150 | 1355 |
સોયાબીન | 1400 | 1455 |
સિંગફાડા | 1125 | 1670 |
કાળા તલ | 1840 | 2350 |
લસણ | 175 | 515 |
ધાણા | 2280 | 2450 |
જીરું | 3510 | 4160 |
મેથી | 945 | 1270 |
ઇસબગુલ | 2200 | 2425 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1760 | 2270 |
ઘઉં | 400 | 516 |
જીરું | 2900 | 4070 |
એરંડા | 1251 | 1370 |
બાજરો | 400 | 460 |
રાયડો | 1100 | 1225 |
ચણા | 800 | 990 |
મગફળી ઝીણી | 900 | 1200 |
લસણ | 100 | 670 |
અજમો | 1600 | 2480 |
ધાણા | 1300 | 2300 |
તુવેર | 850 | 1140 |
મેથી | 900 | 1190 |
મરચા સુકા | 1\500 | 3405 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1800 | 2411 |
ઘઉં | 400 | 470 |
જીરું | 2600 | 4240 |
એરંડા | 1300 | 1370 |
તલ | 1500 | 2011 |
રાયડો | 1050 | 1266 |
ચણા | 850 | 1021 |
મગફળી ઝીણી | 990 | 1210 |
મગફળી જાડી | 1080 | 1330 |
ધાણા | 2200 | 2396 |
અડદ | 600 | 1241 |
મેથી | 950 | 1141 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | ઉંચો ભાવ | નીચો ભાવ |
---|---|---|
કપાસ | 1001 | 2451 |
ઘઉં | 420 | 494 |
જીરું | 2201 | 4101 |
એરંડા | 1181 | 1386 |
તલ | 2071 | 2101 |
રાયડો | 1100 | 1271 |
ચણા | 851 | 916 |
મગફળી ઝીણી | 925 | 1351 |
મગફળી જાડી | 825 | 1366 |
ડુંગળી | 36 | 191 |
લસણ | 100 | 531 |
સોયાબીન | 1186 | 1461 |
ધાણા | 1301 | 2531 |
તુવેર | 676 | 1221 |
મગ | 1201 | 1311 |
મેથી | 901 | 1271 |
રાઈ | 1100 | 1251 |
મરચા સુકા | 651 | 3251 |
ઘઉં ટુકડા | 436 | 571 |
શીંગ ફાડા | 1271 | 1731 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 430 | 476 |
ઘઉં ટુકડા | 440 | 515 |
ચણા | 800 | 937 |
અડદ | 900 | 1200 |
તુવેર | 1000 | 1200 |
મગફળી ઝીણી | 1050 | 1262 |
મગફળી જાડી | 950 | 1250 |
સિંગફાડા | 1000 | 1610 |
તલ | 1600 | 1988 |
તલ કાળા | 1600 | 2270 |
જીરું | 2400 | 3490 |
ધાણા | 1800 | 2500 |
મગ | 900 | 1250 |
સોયાબીન | 1290 | 1484 |
મેથી | 900 | 1118 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1651 | 2235 |
ઘઉં | 449 | 551 |
જીરું | 2350 | 4330 |
એરંડા | 1200 | 1373 |
રાયડો | 1187 | 1226 |
ચણા | 840 | 900 |
મગફળી ઝીણી | 1097 | 1253 |
જુવાર | 400 | 466 |
તુવેર | 1001 | 1111 |
અડદ | 692 | 1200 |
રાઈ | 1180 | 1321 |