PM Kisan Maandhan Yojana: સરકાર ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણાં યોજનાઓ ચલાવે છે. તેવી જ એક મહત્વની યોજના છે PM Kisan Maandhan Yojana, જેમાં ખેડૂતને વૃદ્ધાવસ્થામાં દર મહિને ₹3,000 પેન્શન મળે છે. એટલે કે વર્ષના ₹36,000ની ખાતરીશુદા ઇન્કમ. નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ સ્કીમ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે.
વર્ષના ₹36,000 કેવી રીતે મળશે ?
યોજનામાં જોડાવા માટે ખેડૂતની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
જેટલી ઓછી ઉંમરે ખેડૂત જોડાશે, તેટલો ઓછો ફાળો દર મહિને ભરવો પડશે.
યોજનામાં જોડાયા પછી ખેડૂતને 60 વર્ષની ઉંમરે પહોંચતા જ દર મહિને ₹3,000 પેન્શન મળશે.
આ રીતે ખેડૂતને વર્ષમાં ₹36,000ની સ્થિર આવક મળે છે, જે વૃદ્ધાવસ્થામાં આધાર પૂરું પાડે છે.
યોજનામાં જોડાવા માટેના જરૂરી માપદંડ
PM Kisan Maandhan Yojana ખાસ કરીને લઘુ અને સીમાન્ત ખેડૂતો માટે છે.
યોજનામાં સામેલ થવા માટે નીચે મુજબ નિયમો લાગુ પડે છે:
ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ
ખેડૂત પાસે 2 હેક્ટર અથવા ઓછું કૃષિ જમીન હોવું જરૂરી
માસિક આવક ₹15,000થી ઓછી હોવી જોઈએ
સ્કીમ સંપૂર્ણ સ્વૈચ્છિક અને યોગદાન આધારિત છે
ઉંમર પ્રમાણે દર મહિને ₹55 થી ₹200 સુધીનો ફાળો ભરવો પડશે
60 વર્ષ બાદ દર મહિને ₹3,000 પેન્શન મળી રહેશે
જરૂરી દસ્તાવેજ
આધાર કાર્ડ
બેન્ક પાસબુક / એકાઉન્ટ વિગતો
જમીનના દસ્તાવેજ (ખસરા, ખાતૌની)
ઓળખ પુરાવો
પાસપોર્ટ સાઇઝ ફોટો
મોબાઇલ નંબર
ખેડૂતો CSC સેન્ટર, કૃષિ કૃષિ વિભાગ અથવા ઓનલાઈન માધ્યમથી સરળતાથી યોજના માટે અરજી કરી શકે છે.