મગફળીની બજારમાં સરેરાશ ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. મગફળીની બજારમાં હાલનાં તબક્કે લેવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર આધાર છે.ઉનાળુ મગફળીમાં બિયારણની માંગ નીકળવા લાગી છે અને કંપનીઓ અને કેટલાક વેપારીઓ
દ્વારા પૂછપરછ શરૂથઈ ગઈ છે. ખેડૂતો દ્વારા પણ ૧૫મી જાન્યુઆરી બાદ ખરીદી શરૂ થાય તેવી ધારણાં છે. ઉનાળુ વાવેતર જામનગર જિલ્લાનાં કેટલાક ગામડામાં વહેલું શરૂ થયું છે, પંરતુ રેગ્યુલર વાવેતરને હજી એકાદ મહિના ઉપરની વાર છે.મગફળીની બજારમાં સરેરાશ નરમાઈ હતી. મગફળીની આવકો હવે ઘટી રહી છે. ગોંડલમાં નવી આવકો કરતાં માત્ર ૭૫ હજાર ગુણીની આવક થઈ હતી. જો આવી જ આવકો રહેશેતો એકાદ સપ્તાહમાં બાદ રોજે-રોજની આવકો શરૂ થઈ જાય તેવી પણ સંભાવનાં છે.ઘઉં બજારમાં ભાવ નવા સપ્તાહમાં સરેરાશ અથડાય રહ્યાં છે.
ઘઉંનાં વેપારીઓ કહે છેકે સૌરાષ્ટ્રમાં જેમણે આગોતરા વાવેતર કર્યાં છે તેની આવકો ફેબ્રુઆરીમા ચાલુ થઈ જાય તેવી સંભાવનાં છે. આમ નવા ઘઉં સામે દેખાય રહ્યાં હોવાથી હવે ઘઉંમાં જો નિકાસકારોની લેવાલી ન આવે તો ભાવમાં તેજી થાય તેવી કોઈ સંભાવનાં નથી. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં સરેરાશ મિશ્ર બજારની સ્થિતિ છે.રાજકોટ યાર્ડમાં ૧૧૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ લોકવનમાં રૂ.૪૦૨ થી ૪૩૩ અને ટૂકડામાં રૂ.૪૦૮ થી ૪૭૩નાં ભાવ હતાં.
બાજરીની બજારમાં ઠંડીનાં અભાવે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. બાજરીનાં ભાવમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આધાર છે. હાલ દેશાવરની બાજરીનાં ભાવ છેલ્લાથોડા દિવસમાં ક્વિન્ટલે રૂ.૧૫૦ જેવા નીકળી ગયાં છે અને આવકો પણ ઓછી થવા લાગી છે.રાજકોટમાં બાજરીની આવક ૧૦૦ કટ્ટાની હતી અને ભાવ રૂ.૨૮૫થી ૪૨૧નાં હતાં. જ્યારે બિલ્ટીનો ભાવ રૂ.૨૦૦૦થી ૨૧૦૦ વચ્ચે હતો.ડીસામાં બાજરીની ૯૦૦ બોરીની આવક સામે ભાવ રૂ.૩૩૦થી ૪૫૪નાં ભાવ હતા.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 2050 |
બાજરો | 350 | 401 |
જીરું | 3025 | 3215 |
ઘઉં | 375 | 435 |
મગફળી જીણી | 962 | 1280 |
મગફળી જાડી | 845 | 1011 |
લસણ | 150 | 385 |
તુવેર | 990 | 1080 |
અડદ | 500 | 1375 |
મરચા સુકા | 500 | 3355 |
મગ | 1000 | 1375 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1978 |
ઘઉં લોકવન | 360 | 415 |
ઘઉં ટુકડા | 350 | 430 |
ચણા | 700 | 926 |
અડદ | 750 | 1358 |
તુવેર | 1050 | 1275 |
મગફળી ઝીણી | 925 | 1050 |
મગફળી જાડી | 800 | 1110 |
તલ | 1700 | 2068 |
તલ કાળા | 1800 | 2400 |
જીરું | 2350 | 3100 |
ધાણા | 1320 | 1726 |
મગ | 800 | 1330 |
સોયાબીન | 1000 | 1295 |
જુવાર | 300 | 428 |
મેથી | - | - |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1500 | 2111 |
ઘઉં લોકવન | 403 | 432 |
ઘઉં ટુકડા | 409 | 471 |
જુવાર સફેદ | 351 | 525 |
બાજરી | 275 | 425 |
તુવેર | 1000 | 1232 |
મગ | 1025 | 1429 |
મગફળી જાડી | 915 | 1140 |
મગફળી ઝીણી | 904 | 1115 |
એરંડા | 1125 | 1164 |
અજમો | 1280 | 2061 |
સોયાબીન | 1180 | 1350 |
કાળા તલ | 1850 | 2525 |
લસણ | 160 | 344 |
ધાણા | 1440 | 1695 |
મરચા સુકા | 1360 | 3160 |
જીરૂ | 2920 | 3152 |
રાય | 1450 | 1530 |
મેથી | 1050 | 1245 |
ઈસબગુલ | 1630 | 2160 |
ગુવારનું બી | 1100 | 1140 |
આયુર્વેદિક ઉપચાર
લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમલતા દૂર કરે છે. એમાં રહેલું વિટામિન ‘સી’શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે. લીંબુ અને એની છાલ બન્ને ઔષધીય ગુણોથી ભરપુર છે. લીંબુ તીક્ષણ, વાયુનાશક, આહાર પચાવનાર, ભૂખ લગાડનાર, પચવામાં હલકું, પેટનાં દર્દને મટાડનાર અને પેટના કૃમિ-જતુઓનો નાશ કરનાર છે. તે ઊલટી, પિત્ત, આમવાત, અગિનમાંદા, વાયુ, વાયુના રોગો, કૉલેરા, ગળાના રોગો, ઉધરસ અને કફ દૂર કરે છ
કેન્સર સામે રક્ષણ : લીંબુ માં સમાયેલા અનેક તત્વો કેન્સર સામે લડવામાં મદદ કરે છે લીંબુમાં રહેલા એસિડિક તત્વો કેન્સર સેલ્સને વધતા અટકાવે છે અને તેનો નાશ પણ કરે છે અનેક સર્વેમાં સાબિત થઈ ચૂક્યું છે કે રોજબરોજ ફક્ત એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી આવા રોગો સામે રક્ષણ મળે છે.
બ્લડપ્રેસર ને કરે કન્ટ્રોલ : લીંબુના પાણી ના સેવન થી બ્લડપ્રેસર કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ જાળવી રાખે છેશ્વાસ ની તકલીફ :શ્વાસ ની તકલીફ હોય એવા લોકો લીંબુનો ઉપયોગ રામબાણ ઈલાજ છે.
કિડની સ્ટોન : કિડનીમાં પથરી હોયએવામાં લીંબુ પાણી બોઉ મોટી રાહત આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને દરરોજ લીંબુ પાણી પીવાથી કિડની સ્ટોન નો ખતરો દૂર થાય છે
તાવ સામે આપે રક્ષણ : લીંબુ એક એન્ટિસેપ્ટિક અને કુદરતી દવાનો સ્ત્રોત છે માટે જયારે પણ તાવ જેવી સામાન્યબીમારી થાય ત્યારે લીંબુ પાણી પીવાથી શરીર માં સ્પૂર્તિ આપે છે અને શક્તિ પુરી પાડે છે
મોટાપો દૂર કરે : આજના મોડર્ન જમાનામાં લોકો ફાસ્ટફૂડ ખાવામાં વધારે રસ ધરાવે છે અને શરીરમાં વધારાની થઈ જાય છે આવામાં સવારમાં થોડા ગરમ પાણીમાં એક લીંબુ નીચોવી નાયલા કોઢે પીવાથી મોટો લાભ થાય છે
લોહી જામ થાય ત્યારે : લીંબુ નું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને લોહી નું પરિભ્રમણ સરસ રીતે થાય છે
ચક્કર આવે ત્યારે : લીંબુનો સરબત બનાવી પીવાથી ચક્કર અને વીકનેસ પણ દૂર થાય છે
નોંધ : રોજબરોજ બનાવામાં આવતી રસોઈ માં લીંબુનો ઉપયોગ ફાયદાકારક રહે છે.
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1651 | 2023 |
મગફળી | 850 | 1250 |
ઘઉં | 380 | 410 |
જીરું | 2800 | 3104 |
એરંડા | 1141 | 1178 |
ગુવાર | 1000 | 1178 |
અડદ | 450 | 1190 |
તલ | 1650 | 2074 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 2200 |
ઘઉં | 395 | 465 |
જીરું | 2240 | 3150 |
એરંડા | 1145 | 1145 |
તલ | 1150 | 2040 |
મગફળી ઝીણી | 600 | 1355 |
તલ કાળા | 1350 | 2392 |
અડદ | 477 | 1369 |
ગુવારનું બી | 700 | 950 |
બાજરો | 382 | 382 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1241 | 2100 |
મગફળી | 775 | 1135 |
ઘઉં | 265 | 454 |
જીરું | 2662 | 3255 |
તલ | 1525 | 2075 |
બાજરો | 385 | 473 |
તુવેર | 600 | 1075 |
તલ કાળા | 1675 | 2575 |
અડદ | 455 | 1350 |
મઠ | 1550 | 1640 |
વરીયાળી | 1330 | 1445 |