ગુજરાતમાં ખરીફ પાક તુવેર અને શિયાળુ પાક ચણા અને રાયડાની ટેકાનાં ભાવથી ખરીદીની જાહેરાત કરી દીધી છે, જેમાં ચણા અને રાયડાની ખરીદી માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવશે, જ્યારે તુવેરની ૧૫મી ફેબ્રુઆરીથી શરૂ કરાશે તેમ રાજ્ય સરકારે આજે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
ગુજરાતનાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિ મંત્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા વિનંતી કરવામાં આવી હતી.
ડુંગળીનાં ભાવમાં હવે ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. ડુંગળીની બજારમાં હાલનાં તબક્કે સરેરાશ વેચવાલી ઓછી છે, પંરતુ આગામી દશેક દિવસમાં વેચવાલીમાં વધારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે. વરસાદી-વાદળછાયા વાતાવરણને કારણે આવકો વધતી નહોંતી, પંરતુ ચાલુ સપ્તાહમાં ડુંગળીની આવકોમાં વધારો થાય તેવી સંભાવનાં છે.
બાજરીનાં ભાવમાં લેવાલીનાં ટેકે સુધાર જોવા મળી રહ્યો છે. બાજરીની વેચવાલી અત્યારે ઓછી છે અને નવી બાજરી હવે ઉનાળુ બાજરી આવે ત્યાર બાદ જ આવશે, પરિણામે આગામી થોડા દિવસ બાજરીનાં ભાવ મજબૂત રહે તેવી ધારણાં છે.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 2000 |
અજમો | 2500 | 5800 |
જીરું | 3170 | 3475 |
તુવેર | 1000 | 1225 |
તલ | 1690 | 2130 |
એરંડો | 1000 | 1202 |
લસણ | 150 | 585 |
મગફળી જાડી | 850 | 1064 |
રાયડો | 1000 | 1145 |
મગફળી ઝીણી | 1000 | 1245 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ખાસ નોંધ: (૧) લસણની આવક બંધ: લસણ ની આવક બીજી જહેરાત ન થાય ત્યાં સુધિ બંધ રહેશે. જેની દરેકે નોંધ લેવી.
આ પણ વાંચો: સાવધાન: ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાખો આટલું ધ્યાન, નહીંતર તમારું ખાતુ થઈ જશે ખાલી
આ પણ વાંચો: પોસ્ટ ખાતાધારકો માટે મહત્વના સમાચાર: પોસ્ટ ખાતું બંધ કરવવા માટે ક્યાં ક્યાં પુરાવા જોવે??
(૩) ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસ ખરીદી કરતા વેપારીભાઈઓની ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા સાથે મળેલી મિટિંગમાં ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો કે કપાસમાં ભાવ કાપવામાં આવશે નહીં. માર્કેટયાર્ડના ઇન્સ્પેકટર કપાસ વિભાગમાં હાજર રહેશે અને કોઇ પણ ખેડુતભાઈઓના પ્રશ્નો નુ નિરાકરણ લાવશે. કપાસની ગાડી ખાલી કરવા માટે વેપારીના મજુર દ્વારા જ કપાસની ગાડી ખાલી કરવામાં આવશે.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 2051 |
જીરું | 2500 | 3561 |
ઘઉં | 390 | 450 |
એરંડા | 1191 | 1241 |
ચણા | 721 | 936 |
મગફળી જીણી | 810 | 1241 |
મગફળી જાડી | 775 | 1156 |
ડુંગળી લાલ | 101 | 471 |
ડુંગળી સફેદ | 111 | 346 |
સોયાબીન | 1151 | 1261 |
તુવેર | 826 | 1331 |
મરચા સુકા | 601 | 3151 |
ઘઉં ટુકડા | 396 | 516 |
શીંગ ફાડા | 900 | 1436 |
ધાણા | 1201 | 1881 |
ધાણી | 1251 | 3121 |
ઈસબગુલ | 2501 | 2501 |
મગ | 1031 | 1441 |
અડદ | 601 | 1331 |
રાય | 1441 | 1491 |
મેથી | 1141 | 1191 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ચણા | 750 | 952 |
તુવેર | 1050 | 1340 |
મગફળી ઝીણી | 900 | 1081 |
મગફળી જાડી | 850 | 1101 |
કપાસ | 1000 | 1960 |
મેથી | 800 | 1100 |
મગ | 1000 | 1418 |
જીરું | 2800 | 3280 |
ધાણા | 1500 | 2005 |
તલ કાળા | 1800 | 2290 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1520 | 2024 |
ઘઉં લોકવન | 405 | 434 |
ઘઉં ટુકડા | 412 | 474 |
જુવાર સફેદ | 390 | 605 |
બાજરી | 285 | 435 |
તુવેર | 1075 | 1290 |
મગ | 990 | 1445 |
મગફળી જાડી | 950 | 1160 |
મગફળી ઝીણી | 825 | 1107 |
એરંડા | 1216 | 1250 |
અજમો | 1450 | 2280 |
સોયાબીન | 1190 | 1250 |
કાળા તલ | 1800 | 2460 |
લસણ | 180 | 400 |
ધાણા | 1648 | 1840 |
જીરૂ | 2925 | 3500 |
રાય | 1400 | 1598 |
મેથી | 1170 | 1346 |
ઈસબગુલ | 1850 | 2240 |
ગુવારનું બી | 1160 | 1185 |
અમરેલી માર્કેટ યાર્ડ:
`વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1270 | 2081 |
ઘઉં | 431 | 438 |
જીરું | 3035 | 3456 |
ચણા | 740 | 924 |
તલ | 1600 | 2231 |
ધાણા | 1535 | 1682 |
મગફળી ઝીણી | 1050 | 1151 |
તલ કાળા | 1850 | 2290 |
એરંડો | 1225 | 1225 |
મગફળી જાડી | 830 | 1160 |