મગફળીની બજારમાં ભાવ સરેરાશ અથડાય રહ્યાંછે. મગફળીની આવકો દરેક સેન્ટરમાં હાલ પાંખી છે અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે. મગફળીની બજારમાં સરેરાશ બજારનો ટોન સ્ટેબલ રહ્યો હતો.ગોંડલમાં ગુરૂવારે રાત્રેમગફળીની આવકો શરૂ કરવાનાં હતાં, જે સરેરાશ ૮૦થી ૯૦ હજાર ગુણીની આવકો થાય તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. કદાચ તેનાંથી ઓછી થઈ શકે છે, પંરતુ આવકો વધે તેવા કોઈ ચાન્સ નથી.
રાજકોટમાં હજી પણ ૪૫થી ૫૦ હજાર ગુણી મગફળી પેન્ડિંગ પડી છે, પરિણામે ત્યાં વેપારો દૈનિક ધોરણે ઓછા થાય છે, પરિણામે નવી આવકો હજી આગામી સપ્તાહની શરૂઆતે કરે તેવી સંભાવનાં છે.ગોંડલમાં ૨૨ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૦૬૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૫૦ના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૨૦૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં. અમુક મઠડી ક્વોલિટીની મગફળી હતી તેમાં ભાવ ઊંચા બોલાયાં હતાં.
ચણામાં હાલ ભાવ ઘટી રહ્યા હતા ત્યારે અત્યાર સુધી વેચનારાઓમાં વેચવાની ઉતાવળ દેખાતી હતી, હજુ ભાવ ઘટશે તો તેનો ડર વચ્ચે બધાને નીકળી જવું હતું, પરંતુ હવે ભાવ પ્રવર્તમાન નીચા મથાળે પહોંચી ગયા બાદ, હવે જાણે વેચનારાઓનો હાઉ નીકળી ગયો હોય તેમ વેચનારાઓ મજબૂત બન્યા છે. વેચવાલીનું પ્રેશર સતત ઘટી રહ્યું છે.અગ્રણી ટ્રેડર્સો કહે છે કે, એક મહિના પહેલા જ્યારે ચણાના પ્રતિક્વિન્ટલના રૂ.5000 આસપાસના ભાવ હતા ત્યારે નીચા ભાવે ફોર્વડમાં જે સોદા થયા હતા, તે મુજબ 4300-4400નું તળિયું દેખાતું હતું, હાલ ભાવ તેની નજીક પહોંચી જતા અત્યાર સુધી દેખાતો હાઉ હવે ઓછો થઇ ગયો છે. આજે ચણામાં કોઇ ખાસ મોટા વેપારો ન હતા, ચણાની આવક વધી 600 ગુણી થઇ હતી, પ્રતિ મણના ગુજરાત-3માં રૂ.850-875 અને કાંટાવાળામાં રૂ.880-930 ના ભાવે કામકાજ થયા હતા. એવરેજ ગણીએ તો રૂ.800-840ના ભાવ બોલાયા હતા, દરમિયાન ડંખી ચણાના રૂ.680-740 સુધીના ભાવ બોલાયા હતા.
બાજરીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્ય છે. બાજરીની આવકો ઓછી થવા લાગીછે અને ઠંડી પડી હોવાથી બાજરીમાં ખાનાર વર્ગની ઘરાકી નીકળી છે, જેને પગલે અમુક સુપર ક્વોલિટીની ગ્રીન બાજરીમાં ભાવ ઊંચકાયાં છે. બાજરીનાં ભાવ ડીસામાં ઊંચામાં રૂ.૫૦૦ સુધી બોલાયાં હતાં. જોકે આવો માલ બહુ ઓછો હતો.ડીસામાં બાજરીની માત્ર ૮૦૦ બોરીની આવક હતી અને ભાવ રૂ.૩૩૦થી ૫૦૦નાં ભાવ હતાં.રાજકોટમાં બાજરીની ૭૦ કટ્ટાની આવક હતીઅને ભાવ રૂ.૨૯૦થી ૪૩૨નાં હતાં.
બાજરીની બજારમાં સરેરાશ ભાવ બે તરફી અથડાયા કરે તેવી સંભાવનાં દેખાય રહી છે. આગામી દિવસોમાં બાજરીમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.રાજકોટમાં જુવારની ૨૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ સફેદમાં રૂ.૩૨૮થી ૫૪૦ અને પીળી જુવારમાં રૂ.૨૬૧થી ૩૪૮નાં ભાવ હતાં
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1501 | 2004 |
ઘઉં લોકવન | 402 | 431 |
ઘઉં ટુકડા | 410 | 480 |
જુવાર સફેદ | 335 | 570 |
બાજરી | 270 | 428 |
તુવેર | 1040 | 1244 |
મગ | 1025 | 1406 |
મગફળી જાડી | 916 | 1140 |
મગફળી ઝીણી | 900 | 1131 |
એરંડા | 1131 | 1157 |
અજમો | 1250 | 2060 |
સોયાબીન | 1150 | 1300 |
કાળા તલ | 2200 | 2555 |
લસણ | 188 | 421 |
ધાણા | 1500 | 1680 |
મરચા સુકા | 1500 | 3290 |
જીરૂ | 2900 | 3170 |
રાય | 1300 | 1565 |
મેથી | 1000 | 1168 |
ઈસબગુલ | 1670 | 2190 |
ગુવારનું બી | 1100 | 1114 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 2200 |
બાજરો | 386 | 421 |
જીરું | 2100 | 3015 |
ઘઉં | 250 | 423 |
તલ | 1800 | 2200 |
ચણા | 720 | 890 |
મગફળી જીણી | 1000 | 1278 |
મગફળી જાડી | 951 | 1048 |
લસણ | 85 | 400 |
તુવેર | 900 | 1110 |
એરંડા | 951 | 1000 |
અડદ | 1280 | 1380 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1951 |
ઘઉં લોકવન | 340 | 417 |
ઘઉં ટુકડા | 370 | 429 |
જુવાર | 350 | 464 |
ચણા | 700 | 964 |
અડદ | 1200 | 1393 |
તુવેર | 800 | 1241 |
મગફળી ઝીણી | 810 | 1110 |
મગફળી જાડી | 750 | 1131 |
સિંગફાડા | 1150 | 1290 |
એરંડા | 800 | 1100 |
તલ | 1800 | 2040 |
તલ કાળા | 2100 | 2470 |
જીરું | 2650 | 2900 |
ધાણા | 1200 | 1700 |
મગ | 1250 | 1470 |
સોયાબીન | 1050 | 1286 |
મેથી | 1050 | 1290 |
ગમ ગુવાર | 800 | 1000 |
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1550 | 1911 |
મગફળી | 870 | 1371 |
ઘઉં | 351 | 406 |
જીરું | 2651 | 2943 |
એરંડા | 1130 | 1162 |
ગુવાર | 951 | 1148 |
ધાણા | 1250 | 1553 |
સોયાબીન | 1051 | 1167 |
અડદ | 401 | 1204 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1551 | 1951 |
ઘઉં | 401 | 457 |
જીરું | 2150 | 2860 |
એરંડા | 1140 | 1140 |
તલ | 1670 | 2114 |
બાજરો | 337 | 441 |
ચણા | 609 | 763 |
મગફળી ઝીણી | 700 | 1281 |
તલ કાળા | 1870 | 2356 |
અડદ | 501 | 1381 |
રાઈ | 1471 | 1500 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1351 | 2050 |
મગફળી | 900 | 1095 |
ઘઉં | 360 | 448 |
જીરું | 2595 | 3070 |
તલ | 1785 | 2095 |
બાજરો | 286 | 413 |
ચણા | 515 | 833 |
વરીયાળી | 1345 | 1615 |
જુવાર | 345 | 529 |
ધાણા | 1225 | 1465 |
તુવેર | 730 | 1155 |
તલ કાળા | 1835 | 2615 |
અડદ | 370 | 985 |
મેથી | 800 | 1080 |
રાઈ | 730 | 1520 |
મઠ | 1575 | 1700 |