Diwali Bonus: દિવાળી પર કર્મચારીઓ પગાર અને બોનસની રાહ જુએ છે. આવી સ્થિતિમાં દિવાળીને આડે હવે માત્ર 10 દિવસ બાકી છે ત્યારે બોનસ ક્યારે આવશે તે અંગે કરોડો કર્મચારીઓમાં ઉત્સુકતા વધી રહી છે. વાસ્તવમાં આ દિવાળી પર દેશની ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને બોનસ આપવાની તૈયારી કરી રહી છે.
બેંક કર્મચારીઓને જલસા જ જલસા: અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને 15 ટકાનો પગાર વધારો મળશે
HR અને રિક્રુટિંગ ફર્મ્સનું કહેવું છે કે આ દિવાળીએ કેટલાક સેક્ટરના કર્મચારીઓને તેમના માસિક પગારના 20 ટકા સુધીનું બોનસ મળી શકે છે. મની કંટ્રોલ અનુસાર, સ્ટાફિંગ ફર્મ CIEL HRએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની 160 કંપનીઓ વચ્ચે એક સર્વે કર્યો હતો. ચાલો જાણીએ કે આ સર્વેમાં બોનસને લઈને કંપનીઓએ શું કહ્યું?
400 વર્ષ પછી બન્યો પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનો આવો દુર્લભ સંયોગ, ગણી-ગણીને થાકી જશો એટલા લાભ મળશે
આ ક્ષેત્રોમાં બોનસ આપવાની તૈયારી
આ સર્વેમાં સમાવિષ્ટ મેન્યુફેક્ચરિંગ અને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરની 160માંથી 90 કંપનીઓએ કહ્યું કે તેઓ તેમના કર્મચારીઓને બોનસ આપવાની તૈયારી કરી રહી છે. જો કે, આ બોનસની રકમ 10,000 રૂપિયા સુધી મર્યાદિત હોઈ શકે છે. CIEL HR ડિરેક્ટર સંતોષ નાયરે જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં દિવાળી બોનસ આપવું સામાન્ય છે અને આ રકમ રૂ. 7000 થી રૂ. 10,000 ની વચ્ચે હોય છે.
તમે જ બચાવી શકશો 17 મહિનાની શિવાંશીનો જીવ, 17 કરોડનું ઈન્જેક્શન જ દીકરીનો જીવ બચાવી શકશે
વાસ્તવમાં બોનસ એ પગાર ઉપરાંતની રકમ છે જે કર્મચારીઓને તેમની મહેનતના બદલામાં દિવાળી પર ભેટ તરીકે આપવામાં આવે છે. જોકે, નિયમો મુજબ દરેક કર્મચારીને દિવાળી બોનસ આપવું ફરજિયાત નથી. દરેક કંપનીએ આ માટે કેટલાક નિયમો બનાવ્યા છે.
રેન્ડસ્ટેડ ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર યેશબ ગિરીએ જણાવ્યું હતું કે અર્થતંત્રમાં રિકવરીને કારણે કંપનીઓના નફામાં વધારો થયો છે, તેથી કંપનીઓ પહેલા કરતાં વધુ બોનસ ઓફર કરી શકે છે. રેન્ડસ્ટેડ ઈન્ડિયા અનુસાર, FMCG, રિટેલ અને ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રીઝમાં આ વર્ષે સરેરાશ બોનસ કર્મચારીઓના માસિક પગારના 12 થી 20 ટકા હોઈ શકે છે.