રૂ અને કપાસિયાના ભાવ ઘટતાં જતાં હોઇ કપાસમાં પણ સતત ત્રીજે દિવસે ભાવ ઘટયા હતા. ગુરૂવારે સૌરાષ્ટ્રમાં મણે રૂા.૧૦ થી ૧૫ અને કડીમાં મણે રૂા.૧૫ થી ૨૦ ઘટયા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણીબ્રોકરે જણાવ્યું હતું કે સારી કવોલીટીનો કપાસ નીચામાં મળતો નથી પણ હલકો અને મિડિયમ કપાસ ભાવ ઘટાડીને પણ મળતો હોઇ તેના ભાવ એકધારા ઘટીરહ્યા છે. ગુરૂવારે જીનપહોંચ એકદમ સારીકવોલીટીના લોકલ કપાસના રૂા.૨૦૩૫ થી ૨૦૪૫ બોલાતા હતા પણ મહારાષ્ટ્રનો સારી કવોલીટીનો કપાસ પણ રૂા.૧૦ થી૧૫ ઘટીને રૂા.૧૯૮૫ સુધી મળતો હતો. રૂના ભાવ વધુ ઘટશે તો કપાસમાં પણ ઘટાડો જોવા મળશે. કડીમાં ઊંચા ભાવ સતત ત્રીજે દિવસે ૭૦૦ આસપાસ ગાડીની આવક હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની ૩૫૦ ગાડી, કાઠિયાવાડની૧૦૦ ગાડી અને મેઇન લાઇનના ૧૬૫ ટેમ્પા સાથે કુલ ૭૦૦ થી વધઉ સાધનોનીઆવક હતી. મહારાષ્ટ્રની આવક સતત વધીરહી હોઇ કપાસના ઊંચામાં રૂા.૧૯૩૫ થી ૧૯૪૦ બોલાતા હતા. કાઠિયાવાડના કપાસમાં મિક્સિંગ વધુ હોઇ બેસ્ટ કપાસના
રૂા.૨૦૦૦ જળવાયેલા હતા.
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટતા અને છેલ્લા બે દિવસથી બપોરનાં સમયે ગરમી ચાલુ થઈ ગઈ હોવાથીમગફળીનાં સ્ટોકમાં મુંડા પડવાનાં ભયે બાયરો હાલ પૂરતા મગફળીનીખરીદી ઘટાડી રહ્યાં છે. અમુક જગ્યેમુંડા દેખાયા હોય તેવું બની શકે છે, જેને પગલે મગફળનાં ભાવમાં સરેરાશ નરમાઈનો ટોન જોવા મળ્યોહતો.
નાફેડ દ્વારા ૭મી ફેબ્રુઆરીથીસત્તાવાર રીતે જૂની મગફળીનું ઓક્શન શરૂ કરવામાં આવશે તેવીઆજે જાહેરાત કરવામાં આવીહોવાથી સવારે પીઠાઓ રૂ.૧૦થી૧૫ ઊંચા ખુલ્યા હતા, પરંતુ આ જાહેરાત બાદ બજારમાં ફરી ઘટાડો થયો હતો. બજારનો અન્ડરટોન હજી પણ નરમ દેખાય રહ્યો છે.
બાજરીનાં ભાવ ટૂંકી વધગટે અથડાય રહ્યા છે. ગુજરાતમાં જ્યાસુધી નવી બાજરીની આવકો નહીં આવે ત્યા સુધી સરેરાશ જૂની બાજરીનાં ભાવ અથડાયા કરશે. હાલનાં તબક્કબાજરીની ઘરાકી ઠંડી છે અને સામે આવકો પણ ઓછી થવા લાગી છે. હવે ઉનાળુ વાવેતર શરૂ થાય છે અને એ બાજરીને આવતા હજી ઘણી વાર છે, પરિણામે ત્યાં સુધી ભાવ અથડાયા કરશે.
રાજકોટમાં બાજરીની ૧૫૦ કટ્ટાનીઆવક હતી અને ભાવ રૂ.૩૪૦થી૪૧૫નાં હતાં. જ્યારે બિલ્ટીનાં ભાવ ક્વિન્ટલનાં રૂ.૨૧૦૦થી ૨૧૫૦નાં હતાં.ડીસામાં ૭૭૮ ગુણીની આવક સામે ભાવ રૂ.૩૬૦થી ૪૪૪નાં ભાવ હતાં. ગઈકાલની તુલનાએ રૂ.૨થી૩નો વધારો જોવા મળ્યો હતો
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
એરંડો | 1211 | 1263 |
ચણા | 750 | 881 |
રાયડો | 1000 | 1315 |
તુવેર | 700 | 1250 |
લસણ | 100 | 580 |
મગફળી જાડી | 900 | 1050 |
મગફળી ઝીણી | 950 | 1170 |
અજમો | 1940 | 6025 |
કપાસ | 1500 | 2020 |
જીરું | 2300 | 3900 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
મગ | 1000 | 1270 |
તુવેર | 1000 | 1322 |
તલ | 1800 | 2100 |
ચણા | 750 | 911 |
તલ કાળા | 1600 | 2000 |
ધાણા | 1500 | 2000 |
મગફળી જાડી | 800 | 1100 |
મગફળી ઝીણી | 850 | 1040 |
કપાસ | 1500 | 1850 |
જીરું | 2800 | 3618 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
ઘઉં | 394 | 450 |
બાજરી | 325 | 423 |
અડદ | 400 | 1192 |
તુવેર | 1007 | 1201 |
તલ | 2010 | 2050 |
તલ કાળા | 1926 | 2435 |
ચણા | 724 | 882 |
મગફળી ઝીણી | 840 | 1071 |
કપાસ | 1451 | 2011 |
જીરું | 2450 | 3670 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
એરંડા | 1174 | 1264 |
ઘઉં | 402 | 433 |
મેથી | 1020 | 1310 |
અજમો | 1475 | 2321 |
અડદ | 830 | 1360 |
રાયડો | 1050 | 1320 |
ચણા | 840 | 913 |
મગ | 1020 | 1413 |
વટાણા | 240 | 470 |
તુવેર | 1050 | 1274 |
ડુંગળી | 100 | 230 |
લસણ | 210 | 421 |
સોયાબીન | 1168 | 1268 |
ધાણા | 1660 | 1900 |
તલ | 1500 | 2138 |
કાળા તલ | 1575 | 2480 |
મગફળી ઝીણી | 870 | 1090 |
મગફળી જાડી | 915 | 1128 |
કપાસ | 1550 | 2100 |
જીરું | 3150 | 3736 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
તુવેર | 961 | 1301 |
અડદ | 776 | 1271 |
રાય | 1501 | 1521 |
લસણ | 181 | 541 |
મેથી | 1000 | 1171 |
મરચા સુકા | 700 | 3251 |
તલ | 1501 | 2171 |
ડુંગળી | 81 | 451 |
જુના ધાણા | 1200 | 1751 |
જૂની ધાણી | 1251 | 1771 |