કપાસની બજારમાં મંદીનાં એંધાણ, જાણો શું બોલાયો એક મણ કપાસનો ભાવ

કપાસની બજારમાં મંદીનાં એંધાણ, જાણો શું બોલાયો એક મણ કપાસનો ભાવ

2014માં મણ કપાસનો ભાવ 1400 રુપિયા હતો; 2023માં પણ કપાસનો ભાવ 1400 રુપિયા છે ! ખેડૂતોને 2,000 રૂપિયા પ્રતિ મણ જેટલો ભાવ મળવાની આશા હતી, તે તૂટી ગઈ છે.14 ડીસેમ્બર 2023ના રોજ ગોંડલ, મહુવા, વિસાવદરમાં ખેડૂતોએ ડુંગળીના પુરતા ભાવ નહીં મળતા હાઈવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યો હતો ! ડુંગળીની નિકાસબંધીના કારણે ભાવો ગગડી ગયા છે !

2014 પછી ફર્ટિલાઈઝર/ જંતુનાશક દવાઓ/ ડીઝલ વગેરેમાં ધરખમ વધારો થયો છતાં સત્તાપક્ષના 156 ધારાસભ્યોમાંથી એક પણ સભ્યએ એવું કહ્યુ નથી કે 'ખેતીમાં ખર્ચો વધી ગયો છે. ભાવો મળતા નથી. આ ભાવમાં તો નુકસાની ઝાઝી છે. ધિરાણનાં નાણાં પણ ચૂકવવાનાં છે. પૈસાની જરૂર છે એટલે ખેડૂતને મજબૂરીમાં ઓછા ભાવમાં કપાસ કાઢવાની ફરજ પડે છે ! ડુંગળી રસ્તા પર ફેંકવાની સ્થિતિ થઈ છે !'ખેડૂતોને સરકાર છેતરે છે એવું નથી.

લગ્નગાળાને બ્રેક લાગતા જ માર્કેટયાર્ડમાં સીઝન દેખાઈ હોય તેમ ખરિફ ચીજોની આવકોમાં મોટો વધારો થયો હતો. મગફળી, મરચા, કપાસ વગેરેના ઢગલા થયા હતા. હાઈવે ઉપર માલ ભરેલા વાહનોની પાંચ કિલોમીટર લાંબી લાઈન થઈ હતી. રાજકોટ-સૌરાષ્ટ્રમાં ખરિફ સીઝન તો ત્રણેક માસથી શરૂ થઈ ગઈ હતી

પરંતુ હવામાન-માવઠા-તહેવારો તથા છેલ્લે ચિકકાર લગ્નગાળાને કારણે જામતી ન હતી.હવે કમૂરતા શરૂ થતા લગ્નસીઝનને એક માસની બ્રેક લાગી છે ત્યારે ખેડુતોએ હવે માલ વેચવાની લાઈનો લગાવવાનું શરૂ કર્યુ હોય તેમ ખરિફ ચીજોની આવક વધી છે.

તા. 18/12/2023, સોમવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11901490
અમરેલી9921465
જસદણ12001440
બોટાદ12251498
મહુવા10861386
ગોંડલ10011486
કાલાવડ12501475
જામજોધપુર12001480
જામનગર10001475
બાબરા13701480
જેતપુર11311500
વાંકાનેર11001441
મોરબી12011471
રાજુલા10521400
હળવદ12001500
વિસાવદર12261456
તળાજા11801440
બગસરા10001453
જુનાગઢ12501409
ઉપલેટા12501440
માણાવદર13201510
ધોરાજી11261456
વિછીયા12801420
ભેંસાણ12001480
ધારી10651411
લાલપુર13501431
ખંભાળિયા13001437
ધ્રોલ12351434
પાલીતાણા11551380
સાયલા13241449
હારીજ13801438
ધનસૂરા12501370
વિસનગર12001446
વિજાપુર12501446
કુકરવાડા12301424
ગોજારીયા13001425
હિંમતનગર13321441
માણસા10501425
કડી12121412
મોડાસા13001375
પાટણ13001443
થરા13701411
તલોદ13501430
સિધ્ધપુર13001446
ડોળાસા11701440
દીયોદર13401395
બેચરાજી12001385
ગઢડા12001426
ઢસા12251408
કપડવંજ10501150
વીરમગામ11501410
ચાણસ્મા11511430
ભીલડી12811395
ખેડબ્રહ્મા13701441
ઉનાવા12211450
શિહોરી13011411
ઇકબાલગઢ11501390
સતલાસણા12001377