khissu

ગૌતમ અદાણીએ આખા જીવનમાં જેટલી કમાણી કરી એના કરતાં વધારે આ વર્ષે ગુમાવી દીધું, જાણો હવે કેટલી નેટવર્થ?

Guatam Adani: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં બીજા સ્થાને પહોંચ્યા હતા. આ પદ હાંસલ કરનાર તે એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા. તે સમયે તેની નેટવર્થ 150 બિલિયન ડૉલરથી વધુ થઈ ગઈ હતી. પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં આવેલા એક રિપોર્ટે તેમને એવો આંચકો આપ્યો કે તેઓ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ટોપ-20માંથી બહાર થઈ ગયા.

નીતા અંબાણીએ 3000 વંચિત બાળકો સાથે 60મો જન્મદિવસ ઉજવ્યો, ભોજન પીરસ્યું, રાશન પણ આપ્યું

આ વર્ષે સૌથી વધુ સંપત્તિ ગુમાવવાના મામલે અદાણી નંબર વન પર છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની નેટવર્થ જેટલી વધી છે તેટલી જ રકમ અદાણીએ ગુમાવી છે.

બેંક ઓફ બરોડામાં માત્ર 100 રૂપિયામાં ખોલો આ સ્પેશિયલ ખાતું, ઊંચું વ્યાજ અને મફતમાં મળશે આટલી સુવિધા

અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ વિરુદ્ધ રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં અદાણી ગ્રૂપ પર શેરના ભાવ સાથે ચેડા કરવાનો આરોપ લાગ્યો હતો. જોકે અદાણી ગ્રૂપે આ આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ તેના કારણે ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો છે. બુધવારે અદાણીની નેટવર્થ $1.49 બિલિયન ઘટીને $58.7 બિલિયન રહી હતી. આ વર્ષે અદાણીની નેટવર્થમાં $61.8 બિલિયનનો ઘટાડો થયો છે. તેનો અર્થ એ છે કે અદાણીએ તેમના સમગ્ર જીવનમાં જે કમાણી કરી છે તેના કરતાં આ વર્ષે વધુ ગુમાવ્યું છે. અદાણી હાલમાં વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 22મા નંબરે છે.

દિવાળી પહેલા પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરો, ધાર્યા બહારનો મોટો ફાયદો મળશે

ઝુકરબર્ગ ટોચ પર

ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગ આ વર્ષે સૌથી વધુ કમાણી કરવાના મામલે પ્રથમ સ્થાને છે. આ વર્ષે તેની કુલ સંપત્તિમાં $67.4 બિલિયનનો વધારો થયો છે અને તે $113 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નવમા સ્થાને છે.

નવેમ્બર મહિનો ભારે પડશે! ક્યારેય નહીં થયું હોય એવું થશે, એકસાથે વરસાદ, વાવાઝોડું અને ઠંડી ધબધબાટી બોલાવશે

મસ્ક આ યાદીમાં 198 બિલિયન ડોલરની નેટવર્થ સાથે પ્રથમ ક્રમે છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ $160 બિલિયનની કિંમત સાથે બીજા સ્થાને આવી ગયા છે, જ્યારે ફ્રાન્સના જોસેફ આર્નોલ્ટ ($157 બિલિયન) ત્રીજા સ્થાને સરકી ગયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી $85.7 બિલિયનની નેટવર્થ સાથે આ યાદીમાં 11મા નંબરે છે.