નવેમ્બર મહિનો ભારે પડશે! ક્યારેય નહીં થયું હોય એવું થશે, એકસાથે વરસાદ, વાવાઝોડું અને ઠંડી ધબધબાટી બોલાવશે

નવેમ્બર મહિનો ભારે પડશે! ક્યારેય નહીં થયું હોય એવું થશે, એકસાથે વરસાદ, વાવાઝોડું અને ઠંડી ધબધબાટી બોલાવશે

Meteorological Department: હવામાન વિભાગની નવી આગાહી લોકો માટે થોડી ચિંતા લઈને આવી છે. કારણ કે નવેમ્બર મહિનામાં એલર્ટ જાહેર કરાયું છે કે, સમગ્ર દેશમાં આ મહિનામાં પણ કમોસમી વરસાદનો માહોલ રહેશે. દક્ષિણી ભાગો, ભારતના કેટલાક ભાગો, ઉત્તર પશ્ચિમ ભારતન કેટલાક ભાગ, પૂર્વ મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે.

બેંક કર્મચારીઓને જલસા જ જલસા: અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને 15 ટકાનો પગાર વધારો મળશે

નવેમ્બરમાં દેશના બાકી ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. જોકે, આમાં ગુજરાત અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. તો આ તરફ ઠંડી આવી ગઈ છે, શિયાળો આવી ગયો છે એવુ સમજીને હરાખાતા નહી. કારણ કે, ફરીથી દરિયામાં મોટી હલચલ થઈ છે.

400 વર્ષ પછી બન્યો પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનો આવો દુર્લભ સંયોગ, ગણી-ગણીને થાકી જશો એટલા લાભ મળશે

હવામાન વિભાગનું કહેવું છે કે વાતાવરણમાં મોટો ફેરફાર થવાનો છે. ભારતીય હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ આવશે. નવેમ્બર મહિનામાં દેશના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સમયે ઠંડી ગરમીનું વાતાવરણ ફરી જોવા મળશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે.

બેંક ઓફ બરોડાએ તમામ પ્રકારની લોન પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપતી ઓફર બહાર પાડી, બીજે શું કામ જવું જોઈએ?

ગુજરાતના 15 દિવસ વિશે આગાહી કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે. 28મી ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે.

28 ઓક્ટોબરનો દિવસ એવો હશે કે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પડતા ઘાટાં વાદળ થશે. આને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ જગ્યાઓ પર સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે.

તમે જ બચાવી શકશો 17 મહિનાની શિવાંશીનો જીવ, 17 કરોડનું ઈન્જેક્શન જ દીકરીનો જીવ બચાવી શકશે

તો વળી વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોને છોડીને દેશના બાકીના ભાગોમાં વરસાદની શક્યતા છે. આઈએમડીએ એવુ પણ જણાવ્યું કે, નવેમ્બર મહિનામં દેશના અનેક ભાગોમાં વરસાદ આવશે.

આ વરસાદથી સામાન્યથી ભારે વરસાદ રહેશે. વાતાવરણમાં આવતા આ ફેરફારથી ઠંડી રાતો હવે ગરમ થવાની શક્યતા છે. ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે ગુજરાત અને ભારતને કેવા વાતાવરણમાં જીવવાનો વારો આવે છે.