ગુજરાતમાં એક-બે દિવસ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી વચ્ચે મગફળીની બજારમાં ભાવ સરેરાશ નરમ જેવા રહ્યાં હતાં. અમુક સેન્ટરમાં થોડા ઘટ્યાં હતા, કારણ કે વરસાદની બીકે હવે કોઈને નવું લેવું નથી. બીજી તરફ આવકો પણ ઓછી થશે. હળવદ- જામનગર જેવા કેટલાક યાર્ડોએ નવી આવકો ઉપર બ્રેક પણ મારી છે. જામનગરમાં આજે મગફળીની આવકો 19 હજાર ગુણીની થઈ હતી અને ભાવ ઊંચામાં રૂ.1600 સુધીનાં બોલાયાં હતાં. ખાસ કરીને સાઉથની લેવાલીનાં પગલે જ બજારો ઊંચી છે. જોકે આ અમુક જાતોમાં ઊંચા ભાવ બોલાય રહ્યાં છે.
જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા) યાર્ડમાં ગતરાત્રિના મગફળી (પાલ) ની આવક ખૂલવામાં આવી હતી, જેમાં 300 વાહનોમાં અંદાજીત 29 હજાર મણ મગફળીની આવક થવા પામી હતી, આજે સવારથી આરંભાયેલી હરરાજીમાં મણદીઠ મગફળીના ભાવ રૂપિયા 950 થી 1605 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા, જ્યારે યાર્ડમાં હાલ મગફળી, લસણ, મરચાંની આવક બંધ કરેલ છે, તેમ સેક્રેટરી હિતેષભાઇ પટેલે જણાવ્યું હતું.
રાજકોટ કમોસમી વરસાદની આગાહીને પગલે માર્કેટ યાર્ડમાં નવી જણસીની નવી આવક પર બંધ કરવામાં આવી છે. મગફળી, સોયાબીન અને કપાસની આવક પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. ખુલ્લામાં ઉતારવામાં આવતી જણસીની આવક પણ બંધ કરવામાં આવી છે. કારણ કે, યાર્ડમાં પૂરતા પ્રમાણમાં શેડની વ્યવસ્થા ન હોવાથી વારંવાર ખેડૂતો પરેશાન થયા છે. યાર્ડની બહાર વાહનોની લાઇનો લાગી છે.
ભાવનગર જિલ્લામાં ચિત્રા, તળાજા, પાલિતાણા, મહુવા અને ગારીયાધાર સહિતના પાંચ માર્કેટીંગ યાર્ડમાં બુધવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા 50 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 20 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા, જ્યારે 40 ખેડૂતો કોઈ કારણોસર આવ્યા ન હતા. જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ ચિત્રામાં 3, તળાજામાં 3, પાલિતાણામાં 3, મહુવામાં 2 અને ગારિયાધારમાં 2 ખેડૂતો આવ્યા હતા.
બોટાદ જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાઈ છે. જો કે, ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની નિરસતા જોવા મળી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી પ્રથમ દિવસે 10 ખેડૂતોને જાણ કરાઈ હતી જો કે, મગફળી વેચવા માટે માત્ર 2 જ ખેડૂતો આવ્યા હતા.બોટાદ જિલ્લામાં કુલ 1 હજાર 170 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
જાડી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો જાડી મગફળી સૌથી ઉંચો ભાવ તળાજા માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1350 બોલાયો હતો અને ઝીણી મગફળીનાં બજાર ભાવની વાત કરીએ તો ઝીણી મગફળી સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1500 બોલાયો હતો.
કાલના (તા. 17/11/2021, બુધવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 1000 | 1100 |
અમરેલી | 1088 | 1450 |
જેતપુર | 811 | 1171 |
જામનગર | 900 | 1080 |
પોરબંદર | 945 | 1045 |
વિસાવદર | 870 | 1150 |
કાલાવડ | 800 | 1155 |
ભાવનગર | 1070 | 1110 |
રાજકોટ | 950 | 1170 |
જુનાગઢ | 750 | 1216 |
જામજોધપુર | 900 | 1150 |
માણાવદર | 1190 | 1195 |
સલાલ | 1050 | 1250 |
ભેસાણ | 850 | 1050 |
દાહોદ | 640 | 760 |
હળવદ | 901 | 1265 |
સાવરકુંડલા | 1000 | 1145 |
ગોંડલ | 850 | 1216 |
તળાજા | 1050 | 1305 |
કાલના (તા. 17/11/2021, બુધવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 938 | 1158 |
ગોંડલ | 850 | 1221 |
બાબરા | 995 | 1115 |
કોડીનાર | 950 | 1228 |
ભાવનગર | 965 | 1415 |
ડીસા | 1071 | 1390 |
બોટાદ | 850 | 1090 |
કાલાવડ | 851 | 1244 |
ઉપલેટા | 800 | 1111 |
રાજકોટ | 960 | 1200 |
જુનાગઢ | 700 | 1200 |
જામજોધપુર | 950 | 1350 |
જેતપુર | 751 | 1231 |
ધ્રોલ | 961 | 1091 |
જામનગર | 1050 | 1605 |
ઈડર | 1200 | 1440 |
હિંમતનગર | 1000 | 1480 |
અમરેલી | 1000 | 1088 |
પાલનપુર | 1027 | 1401 |
તલોદ | 900 | 1382 |
પાલીતાણા | 920 | 1045 |
વિસાવદર | 1021 | 1225 |
મોરબી | 800 | 1250 |
સાવરકુંડલા | 1030 | 1293 |
તળાજા | 950 | 1240 |
વાંકાનેર | 600 | 1271 |
ખંભાળીયા | 875 | 1070 |
લાલપુર | 950 | 1000 |
થરા | 1090 | 1291 |