જો તમે પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે એક જોખમ-રહિત યોજના પ્રસ્તુત છે. પોસ્ટ ઓફિસની યોજના ગ્રામ સુરક્ષા યોજના. આમ તો પોસ્ટ ઓફિસ દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવાય રહી છે. જે લોકોને સામાન્ય રોકાણના બદલામાં મોટું વળતર આપે છે. પોસ્ટ ઓફિસની આ ગ્રામ સુરક્ષા યોજના પણ કાંઇક આવી જ છે. પોસ્ટ ઓફિસની આ નાની બચત યોજનામાં જો તમે દર મહિને 1500 રૂપિયાનું રોકાણ કરશો તો તમને 35 લાખ રૂપિયા મેચ્યુરીટી મળશે. તદ્ઉપરાંત, તમે લોન તથા અન્ય ઘણી બધી સુવિધાઓનો લાભ પણ મેળવી શકો છો.
ગ્રામ સુરક્ષા યોજના
ગ્રામ સુરક્ષા યોજનાનો 19 વર્ષથી 55 વર્ષ સુધી કોઈપણ ભારતીય નાગરિક લાભ લઇ શકે છે. તમે આ યોજનામાં ઓછામાં ઓછા 10,000 રૂપિયાથી વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેનું પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે હપ્તાઓ દ્વારા ચૂકવી શકાય છે. આ યોજનામાં રોકેલી રકમ રોકાણકારને 80 વર્ષની ઉંમરે બોનસ સાથે મળે છે. જો રોકાણ કરનાર વ્યક્તિ 80 વર્ષની વય પહેલા મૃત્યુ પામે છે, તો તેના નોમિનીને આ રકમ મળે છે.
કેટલુ થશે પ્રીમિયમ
ધારો કે, આ યોજના તમે 19 વર્ષની ઉંમરે શરૂ કરી છે. તો તમારે 19 વર્ષથી 55 વર્ષ સુધી દર મહિને 1515 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. તે જ રીતે 58 વર્ષ માટે તમારે 1463 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે તથા 60 વર્ષ માટે તમારે 1411 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. ટૂંકમાં, આ પોલિસી ખરીદનારને 55 વર્ષ માટે રૂ. 31.60 લાખ, 58 વર્ષ માટે રૂ. 33.40 લાખનો પાકતી મુદતનો લાભ મળશે તથા, 60 વર્ષ માટે પરિપક્વતા લાભ 34.60 લાખ રૂપિયા હશે.
વધુ જાણકારી માટે સંપર્ક
ગ્રામ સુરક્ષા યોજના દ્વારા તમે લોનનો લાભ લઈ શકો છો. આ યોજના પોલિસી ખરીદ્યાના 4 વર્ષ પછી લોનની સગવડ આપે છે. આ યોજનામાં નક્કી કરેલી મુદત દરમિયાન કોઈ વખત પ્રીમિયમ ભરવામાં ચૂક થાય, તો તમે બાકી રહેલ પ્રીમિયમની રકમ ચૂકવીન તેને સુધારી ફરીથી શરૂ કરી શકો છો. આ યોજના વિશે વધુ માહિતી માટે તમે કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે અધિકૃત વેબસાઇટ www.postallifeinsurance.gov.in પર પણ જઈને ગ્રામ સુરક્ષા યોજના વિશે માહિતી મેળવી શકો છો.