લગ્નગાળામાં સોના અને ચાંદીની માંગ સતત વધતી જોવા મળે છે. આવામાં સોના ચાંદીના ભાવમાં છેલ્લા બે દિવસથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. 22 કેરેટ સોનાનો ભાવ આજે જીએસટી સહિત 118882 રૂપિયા અન 18 કેરેટનો ભાવ 97338 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. આજે 24 કેરેટ સોનાનો ભાવ (જીએસટી વગર) 885 રૂપિયા ઉછળીને 126004 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો.
હવે જીએસટી સહિત 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 129784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે ચાંદી જીએસટી સહિત 162591 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી છે. આજે જીએસટી વગરનો ભાવ જોઈએ તો 3369 રૂપિયા ઉછળીને 157856 રૂપિયા પ્રતિ કિલોના રેટ પર ખુલી. મંગળવારે ચાંદી (જીએસટી વગર) 156320 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને સોનું જીએસટી વગર 12119 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
હવે સોનું 17 ઓક્ટોબરના ઓલટાઈમ હાઈ 130874 થી 4870 રૂપિયા સસ્તું રહી ગયું છે. જ્યારે ચાંદીના ભાવ 14 ઓક્ટોબરના ઓલટાઈમ હાઈ 178100થી 20244 રૂપિયા સસ્તું રહ્યું છે. IBJA દિવસમાં બેવાર રેટ બહાર પાડે છે. એકવાર બપોરે 12 વાગે અને સાંજે ક્લોઝિંગ ભાવ 5 વાગ્યાની આસપાસ.
કેરેટ પ્રમાણે સોનાના ભાવ
આજે 23 કેરેટ સોનું પણ 881 રૂપિયા મોંઘુ થઈને 125499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. જીએસટી સહિત તેનો ભાવ હવે 129263 રૂપિયા થયો છે. હજુ તેમાં મેકિંગ ચાર્જ ઉમેરવાનો બાકી છે. 22 કેરેટ સોનાના ભાવ 811 રૂપિયા ઉછળીને 115420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા છે. જીએસટી સાથે તેનો ભાવ 118882 રૂપિયા છે.
18 કેરેટ સોનું 664 રૂપિયાની તેજી સાથે 94503 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે અને જીએસટી સાથે તેનો ભાવ 97338 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. 14 કેરેટ સોનાનો રેટ પણ 517 રૂપિયા ચડ્યો છે. આજે તે 73712 રૂપિયા પર ખુલ્યો અને જીએસટી સહિત તેનો ભાવ 75923 રૂપિયા પર છે.
નોંધનીય છે કે આ વર્ષે સોનું 50264 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી મોંઘુ થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદી 71839 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉછળી ચૂકી છે