સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો

સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો

દેશની કિંમતી ધાતુઓ રોજબરોજ તેજી તરફ વળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાતી તેજીનાં પગલે દેશની સ્થાનિક બજારમાં પણ તેજી આવી છે. આ તેજીને પરિણામે કારણે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 48,340 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલે આ માહિતી આપી છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 48,311 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો.

ચાંદીના ભાવમાં વધારો
દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાની સાથે ચાંદીના ભાવ પણ વધ્યો છે. તેની કિંમતમાં આજે પ્રતિ કિલો 634 રૂપિયાનો વધારો થયો છે.આ ઉછાળાને કારણે આજે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 65,112 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી 64,478 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું નજીવા નીચા ભાવ 1,838 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે ચાંદી 24.49 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ યથાવત રહ્યું હતું. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલે જણાવ્યું હતું કે, "રૂપિયામાં સુધારો હોવા છતાં, ન્યુયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ કોમેક્સમાં ગઈકાલે રાત્રે તેજી બાદ 24 કેરેટ સોનાનો ભાવ દિલ્હીમાં રૂ. 29 વધ્યો હતો."