સોનું ભારે સસ્તું, જાણો સોના-ચાંદીમાં કેટલો ભાવ થયો?

સોનું ભારે સસ્તું, જાણો સોના-ચાંદીમાં કેટલો ભાવ થયો?

સોના-ચાંદીમાં અગાઉના વર્ષે સતત ઘટાડા બાદ હવે સતત ભાવ વધતા જોવા મળ્યા હતા પરંતુ પાછલાં થોડા દિવસોની જ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે.

હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૦,૦૦૦ થી લઈ ૫૦,૫૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીમાં હાલ કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૭૧,૦૦૦ થી ૭૨,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

જોકે ૧૦ મહિનાની સરખામણીએ ૧૦,૮૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૯,૧૬૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૯,૦૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૧૦ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૦,૮૮૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૮,૮૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૦/૦૭/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯.૦૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૫૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૯૦૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૧૬.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૭૨૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૭,૧૬૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૧,૬૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૧૬.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૩૨૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯,૧૬૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૧,૬૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે.

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો. જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.