gold price today gujarat: બુધવારે એમસીએક્સ (MCX) પર સોનાના ભાવમાં વધારો થયો હતો, જ્યારે ચાંદીના દરો પણ 0.18% વધ્યા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનું ઓક્ટોબર વાયદો રૂ.41 અથવા 0.07% વધીને રૂ.57670 પ્રતિ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એમસીએક્સ (MCX) પર ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ.121 ઘટીને 69039 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
6 octoberથી સતત ભાવ વધી રહ્યા છે. અમદાવાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹5,370 એટલે 10 ગ્રામ સોનાનો ભાવ ₹53,700 અને 24 કેરેટ સોના (જેને 999 સોનું પણ કહેવાય છે) માટે ₹ 5,858 પ્રતિ ગ્રામ છે. આ સોનાના દરો સૂચક છે અને તેમાં GST, TCS અને અન્ય વસૂલાતનો સમાવેશ થતો નથી. ચોક્કસ દરો માટે તમારા સ્થાનિક જ્વેલરનો સંપર્ક કરવો.
ગુજરાતમાં આજે અમદાવાદમાં ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ ₹72, 600 રૂપિયા હતો, જેમાં ₹500 ના ઘટાડા સાથે આજે 72,100 રૂપિયા ચાંદીનો ભાવ જોવા મળ્યો છે. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.
યુએસ ફેડરલ રિઝર્વના એક અધિકારીઓએ સૂચવ્યું હતું કે ટ્રેઝરી યીલ્ડમાં તાજેતરનો ઉછાળો વધુ રેટ વધારવાની જરૂરિયાતને ઘટાડી શકે છે, રોઇટર્સના જણાવ્યા અનુસાર, સોનાના ભાવ બુધવારે એક અઠવાડિયા કરતાં વધુ સમય દરમિયાન તેમના ઉચ્ચતમ સ્તરની નજીક હતા. સ્પોટ ગોલ્ડ 0.1% વધીને $1,860.97 પ્રતિ ઔંસ પર હતું, જે મંગળવારના રોજ 29 સપ્ટેમ્બર પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સે તેમની જમીન $1,874.50 પર જાળવી રાખી હતી.
સોનાની કિંમત: યુએસના ડૉલર નીચે જવાથી એમસીએક્સ MCX સોનાનો ભાવ વધ્યો છે. સપોર્ટ રૂ.57310-56950 પર, આગળ રૂ.57840-58050 પર જોવા મળી રહ્યો છે.