ગુજરાતમાં સોના-ચાંદીના ભાવે લોકોની ખરીદવાની ઈચ્છા પર પાણી ફેરવી નાખ્યું, જાણો આજના ભાવ

ગુજરાતમાં સોના-ચાંદીના ભાવે લોકોની ખરીદવાની ઈચ્છા પર પાણી ફેરવી નાખ્યું, જાણો આજના ભાવ

Gold price today: આજે ફરીથી ઊંચા સ્તર સાથે બજારમાં સોના ચાંદીના ભાવે ભુક્કા કાઢ્યા છે. ચાંદીની કિંમત હવે હજારો નહીં પણ લાખોમાં છે. હા, સોના કરતાં ઓછી પસંદગીની ચાંદી આજે એટલે કે 22 મે બુધવારે ચેન્નાઈમાં 100300 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ થઈ ગઈ છે. જોકે, અન્ય શહેરોમાં ચાંદીનો ભાવ ઓછો પણ છે. જો સોનાના ભાવની વાત કરીએ તો તે 74 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે. દેશના મેટ્રોપોલિટન શહેરો સિવાય અન્ય દેશોમાં સોના અને ચાંદીની કિંમત કેટલી છે?

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

સોના-ચાંદીના આજના ભાવ?

આજે, બુધવાર, 22 મે, 22K અને 24K સોનાનો ભાવ રૂ. 68,300 અને રૂ. 74,510 છે. જ્યારે ચાંદીની કિંમત 95,800 રૂપિયા પ્રતિ કિલો છે. તેની કિંમતમાં 1200 રૂપિયાનો વધારો થયો છે. ગઈકાલે 21 મેના રોજ પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ 94,600 રૂપિયા હતો. ચાલો જાણીએ કે તમારા શહેરમાં પ્રતિ 10 ગ્રામ સોના અને 1 કિલોગ્રામ ચાંદીની કિંમત કેટલી છે?

વડોદરામાં 22 કેટેર સોનાનો ભાવ 67650 અને 24 કેરેટ ચાંદીનો ભાવ 73800 રૂપિયા છે. તો વળી અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 67650 અને 24 કેરેટ સોનાનો ભાવ 73800 રૂપિયા છે. વડોદરા એક કિલો ચાંદીનો ભાવ 95800 રૂપિયા છે. અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 95800 રૂપિયા છે.