આજે ફરીથી સોનાના ભાવે ઢાંઢું ભાંગી નાખ્યું, ચાંદીએ પણ ફૂફાડો માર્યો, જાણો આજના નવા ભાવ

આજે ફરીથી સોનાના ભાવે ઢાંઢું ભાંગી નાખ્યું, ચાંદીએ પણ ફૂફાડો માર્યો, જાણો આજના નવા ભાવ

Gold Price Today: વિદેશી બજારોમાં મજબૂત વલણ વચ્ચે સોનાની ચમક ફરી એકવાર વધી છે. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. મોંઘું થયા બાદ સોનાની કિંમત 72,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. તે જ સમયે, ચાંદીની કિંમત 84,500 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.

દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 350 રૂપિયા વધીને 72,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આ પહેલા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. અમદાવાદની વાત કરીએ તો એક તોલા સોનાનો ભાવ 74,820 રૂપિયા બોલાઈ રહ્યાં છે.

આજે ચાંદી કેટલી પહોંચી છે?

એ જ રીતે ચાંદીનો ભાવ રૂ. 600 વધીને રૂ.84,700 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયો હતો. અગાઉ ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 83,100 પ્રતિ કિલો પર બંધ થયો હતો.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો.

વિદેશી બજારોમાં સોનાના ભાવમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં સ્પોટ ગોલ્ડ 2,340 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં 21 ડોલર વધુ છે. આ સિવાય ચાંદી પણ 27.55 ડોલર પ્રતિ ઔંસ પર ઝડપથી કારોબાર કરી રહી છે. છેલ્લા સત્રમાં તે 27.20 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહ્યો હતો.

મિસ્ડ કોલ દ્વારા સોનાના દરને જાણવું ખૂબ જ સરળ છે

નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.