khissu

ખુશ ખબર આવી ગઈ... નવરાત્રી પહેલા સોનાના ભાવમાં ઘટાડો થઈ ગયો, જાણો 10 ગ્રામ સોનાના ભાવ શું બોલાય છે?

સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે તેજી જોવા મળી રહી હતી જો કે આ તેજી પર શુક્રવારે બ્રેક લાગતો જોવા મળ્યો.

શરાફા બજારમાં સોનાના ભાવ તૂટ્યા છે. જો કે આમ છતાં સોના અને ચાંદીના ભાવ હજુ પણ સામાન્ય માણસની પહોંચ બહાર જતા જોવા મળી રહ્યા છે. જો તમે પણ તહેવારો પર સોનું લેવાનું પ્લાન કરતા હોવ તો એકવાર સોના અને ચાંદીના રેટ્સ પર ખાસ નજર ફેરવી લેજો.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું શુક્રવારે ઘટાડા સાથે 75681 રૂપિયા પર ખુલ્યું હતું.

જે સાંજ પડતા ઘટાડા સાથે જ 75640 પર બંધ થયું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ ઘટાડા સાથે 69324 રૂપિયા પર ખુલ્યું હતું અને સાંજ પડતા તૂટીને 69286 પર બંધ થયું.

ચાંદીનો ભાવ જોઈએ તો ચાંદી સવારે 90758 રૂપિયાના સ્તરે જોવા મળી હતી જો કે ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો અને તે સાંજે ઉછળીને 91448 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

અત્રે જણાવવાનું કે ibja તરફથી કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવારે અને રવિવારે લેટેસ્ટ રેટ જાહેર કરવામાં આવતા નથી

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે.

IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.