લગ્નસરાની સિઝન વચ્ચે સોના ચાંદીએ માઝા મૂકી, ભાવ જાણીને ખરીદવાનો વિચારી બદલાઈ જશે

લગ્નસરાની સિઝન વચ્ચે સોના ચાંદીએ માઝા મૂકી, ભાવ જાણીને ખરીદવાનો વિચારી બદલાઈ જશે

6 ડિસેમ્બરની સવારે સોનાના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,30,090 થયો છે. વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,223.76 છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...

અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,19,160 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,29,990 પર પહોંચી ગયો છે.

દિલ્હીમાં 6 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,090 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,19,260 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,110 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,29,940રૂપિયા છે.

સોનાથી વિપરીત, 6 ડિસેમ્બરની સવારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો. ચાંદી ઘટીને ₹186,900 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $58.17 પ્રતિ ઔંસ છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે.