સોનાના ભાવ સતત વધી રહ્યા છે. 13 ડિસેમ્બરની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,33,360 પર પહોંચી ગયો છે. આ વધારો મુખ્યત્વે ભારતીય ચલણ, રૂપિયાની નબળાઈ અને સલામત સંપત્તિની સતત માંગને કારણે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,338.40 છે. દેશભરના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના વર્તમાન દરો જાણો...
અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,22,160 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,33,260 પર પહોંચી ગયો છે.
દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,33,360 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,22,260 રૂપિયા પર છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,22,110 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,33,210 રૂપિયા છે.
13 ડિસેમ્બરે પણ ચાંદીના ભાવમાં વધારો થયો હતો. ભાવ ₹2,04,100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો. એક દિવસ પહેલા, ચાંદીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $64.57 પ્રતિ ઔંસ છે. વૈશ્વિક પુરવઠાની અછત, ચીન તરફથી સતત ઊંચી માંગ અને ઔદ્યોગિક વપરાશમાં વધારો થવાને કારણે આ વર્ષે ચાંદીએ વળતરની દ્રષ્ટિએ સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.