Gold Rate: વધતી જતી ગરમી સાથે જાણે સોના-ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તાપમાનનો પારો ઉંચકાતા સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે સોનાના વધતા ભાવે રેકોર્ડ બનાવ્યો જ્યારે ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ. છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં તેની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. તે મોંઘું હોવા છતાં સામાન્ય માણસ જ નહીં પરંતુ કેન્દ્રીય બેંકો પણ મોટા પ્રમાણમાં સોનું ખરીદી રહી છે.
18500 રૂપિયામાં ઉપલબ્ધ સોનું રૂ.74 હજારને પાર કરી ગયું છે
સોનાની કિંમત પર નજર કરીએ તો વર્ષ 2010માં 10 ગ્રામ સોનું 18500 રૂપિયામાં વેચાતું હતું, પરંતુ આજે તે 74000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. વધતી જતી મોંઘવારી અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે. સોના અને ચાંદીને સલામત રોકાણ વિકલ્પો ગણવામાં આવે છે. 21મી મેના રોજ સોના અને ચાંદી બંનેએ રેકોર્ડ તોડ્યા હતા. સોનું અને ચાંદી આજે એટલે કે 21મી મેના રોજ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે.
આ વર્ષની વાત કરીએ તો 1 જાન્યુઆરી, 2024ના રોજ સોનું 63352 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું હતું, જે 21 મે, 2024ના રોજ 74214 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જ્યારે 1 જાન્યુઆરી, 2024ના રોજ ચાંદી 73395 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી, જે 21 મે, 2024ના રોજ 92873 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.
સોનું ઓલ ટાઈમ હાઈ, ચાંદીએ પણ રેકોર્ડ બનાવ્યો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, મંગળવારે સોનાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે સોનું અચાનક 839 રૂપિયા મોંઘુ થઈ ગયું હતું. મંગળવારે, 24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત 74214 રૂપિયાની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી. ચાંદી પણ પાછળ રહી નથી. ચાંદીના ભાવ આજે સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયા છે. એક જ ઝટકામાં ચાંદી 6500 રૂપિયા વધીને 92873 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
24 થી 14 કેરેટ સોનાનો ભાવ
24 કેરેટ સોનાની કિંમત 74214 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
23 કેરેટ સોનાની કિંમત 73917 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
22 કેરેટ સોનાની કિંમત 67980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
18 કેરેટ સોનાની કિંમત 55661 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે
14 કેરેટ સોનાની કિંમત 43415 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા રૂ. 92873 પ્રતિ કિલો છે
જો તમે વિચારી રહ્યા છો કે આવનારા દિવસોમાં સોનાની કિંમતમાં ઘટાડાને કારણે તમને રાહત મળશે, તો તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધારો થવાનો છે. એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સોનું વધુ વધશે. આગામી એક વર્ષમાં સોનાની કિંમત 80 હજારથી 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી પ્રતિ કિલો રૂ.1 લાખને પાર કરી શકે છે.