Gold Silver Price Today: શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. સ્થાનિક બજારોની સાથે વિદેશી બજારોમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં તણાવના કારણે સોનામાં ઉછાળો નોંધાયો છે. સ્થાનિક બજારમાં સોનું રૂ.100 વધ્યું છે. ચાંદીમાં પણ મામૂલી મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે.
સ્થાનિક બજારમાં સોનું મોંઘુ થયું છે
સ્થાનિક વાયદા બજારોમાં સોના અને ચાંદીના ભાવ નીચલા સ્તરે મજબૂત જોવા મળી રહ્યા છે. MCX પર સોનાની કિંમત લગભગ 100 રૂપિયાના વધારા સાથે 61875 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ચાંદીનો ભાવ 20 રૂપિયાના મામૂલી વધારા સાથે 71635 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.
વિદેશી બજારોમાં સોનું અને ચાંદી
આંતરરાષ્ટ્રીય હાજર બજારમાં પણ સોના અને ચાંદીમાં મજબૂતી જોવા મળી રહી છે. COMEX પર સોનાનો દર 2020 ડોલરને પાર કરી ગયો છે. ચાંદીની કિંમત પણ મામૂલી મજબૂતાઈ સાથે $22.83 પ્રતિ ઓન્સ પર ટ્રેડ થઈ રહી છે. મધ્ય પૂર્વમાં તણાવના કારણે સોના અને ચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો