ભાંગી નાખ્યાં: આજે સોનાના ભાવે મોટો ફુફાળો માર્યો, એક તોલાની કિંમત્ત જાણીને હાજા ગગડી જશે

ભાંગી નાખ્યાં: આજે સોનાના ભાવે મોટો ફુફાળો માર્યો, એક તોલાની કિંમત્ત જાણીને હાજા ગગડી જશે

Gold Silver Price Today: સોમવાર નવેમ્બર 27, 2023 બુલિયન માર્કેટમાં સતત ઉતાર-ચઢાવ ચાલુ છે. 10 ગ્રામ સોનાના ભાવો થંભી ગયા છે. તે જ સમયે ચાંદીના ભાવમાં પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. bankbazar.com મુજબ આજે ઘણા શહેરોમાં ભાવમાં બદલાયા છે.

સોનાના ભાવમાં વધારો

કાલે અમદાવાદમાં 22 કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ 5,715 રૂપિયા હતો જ્યારે આજે વધારા સાથે 5,740 રૂપિયા થઈ ગયો છે. તો 24 કેરેટ સોનાનો એક ગ્રામનો ભાવ 6,234 હતો જે હવે આજે 6,261 રૂપિયા થઈ ગયો છે. લગ્નની સિઝન શરૂ થતાં જ ભાવમાં વધારો લોકોના હાજા ગગડાવી રહ્યા છે.

ચાંદીના ભાવ

જો આપણે ચાંદીના દર વિશે વાત કરીએ તો ગઈકાલે તેના ભાવમાં થોડો વધારો થયો હતો. જો કે આજે ચાંદીના ભાવ ફરી સ્થિર થયા છે. એટલે કે આજે બજારમાં ચાંદીની કિંમત કંઈક આવી હશે.

- 1 ગ્રામ ચાંદીની કિંમત રૂ. 78.2
- 1 કિલો ચાંદીની કિંમત 80,200 રૂપિયા

22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું, સૌથી શુદ્ધ હોવાને કારણે, એકદમ લવચીક અને નબળું છે. આ કારણોસર તેમાંથી ઘરેણાં બનાવી શકાતા નથી.