Gold price today: સોના-ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. લગ્નની મોસમ દરમિયાન આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. 10 ગ્રામ સોનું 61,770 રૂપિયા સસ્તુ થયું છે. એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને હવે તે 76,000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.
એક ક્લિક અને ખેલ ખતમ, WhatsApp પર એક ભૂલથી બેંક બેલેન્સ થઈ જશે ઝીરો, 82 ટકા લોકો શિકાર બન્યા
સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 50 રૂપિયા ઘટીને 61,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 61,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
આજે ચાંદી કેટલી પહોંચી છે?
એ જ રીતે દિલ્હીમાં ચાંદીની કિંમત પણ 300 રૂપિયા ઘટીને 76,000 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.
દિવાળી પર લોકોએ બેફામ દારૂ પીધો, 2.5 કરોડ બોટલ વેચાઈ ગઈ, વેચાણમાં સીધો 37%નો ઉછાળો, હિસાબ કેટલો થાય?
વિદેશી બજારોમાં સોનું ઘટ્યું
વિદેશી બજારોમાં સોનું ઘટીને 1,978 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી ઘટીને 23.55 ડોલર પ્રતિ ઔંસ પર આવી હતી.
મિસ્ડ કોલ દ્વારા સોનાના દરને જાણવું ખૂબ જ સરળ
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.
હોલ માર્કિંગ દ્વારા સોનાની ઓળખ કેવી રીતે કરવી?
તમને જણાવી દઈએ કે સરકારે 1 જુલાઈ, 2021થી હોલમાર્ક ફરજિયાત કરી દીધો છે. હવે સોના પર ત્રણ પ્રકારના નિશાન છે. તેમાં BIS લોગો, શુદ્ધતાનો ગ્રેડ અને 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડનો સમાવેશ થાય છે જેને HUID પણ કહેવાય છે.
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે. પરંતુ 24 કેરેટ સોનાની જ્વેલરી બનતી નથી. જ્વેલરી માટે 18 થી 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. જો તમારે પ્યોર ગોલ્ડ જ્વેલરી ખરીદવી હોય તો હોલમાર્ક ચોક્કસ ચેક કરો. જો જ્વેલરી હોલમાર્ક ન હોય તો સોનું ન ખરીદવું જોઈએ.