khissu

2024માં મોદી સરકાર નહીં જીતે તો શેર માર્કેટમાં તબાહી મચી જશે, એવો વિનાશ વેરાશે કે ક્યાંયથી ભેગું જ નહીં થાય!

business news: 2024ની લોકસભા ચૂંટણીને આડે બહુ સમય બાકી નથી. 9 વર્ષથી વધુ સમયથી સત્તામાં રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર ગતિ પકડી રહ્યું છે. તો વિપક્ષ I.N.D.I.A.ની મદદથી પોતાનો દાવો રજૂ કરી રહ્યો છે. કોની સરકાર બનશે તે 2024માં ખબર પડશે. પરંતુ આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ જેફરીઝ એલએલસીએ એક મોટી વાત કહી છે.

જેફરીઝના મતે જો 2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા ગઠબંધનની હાર થશે તો શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. જેફરીઝ ખાતે ઈક્વિટી સ્ટ્રેટેજીના ગ્લોબલ હેડ ક્રિસ વૂડનું કહેવું છે કે જો નરેન્દ્ર મોદીની પાર્ટી સત્તામાં નહીં આવે તો ભારતીય શેરબજાર ગબડી શકે છે.

શેરબજારમાં 25%નો ઘટાડો થઈ શકે છે.

ક્રિસ વૂડનું કહેવું છે કે જો ભારતીય જનતા પાર્ટી 2004ની જેમ સત્તામાં નહીં આવે તો ભારતીય શેરબજારમાં 25 ટકાનો ઘટાડો થઈ શકે છે. વુડ કહે છે કે વર્તમાન સરકારે વૈશ્વિક સપ્લાય ચેઇનને આકર્ષવા માટે ઘણા સુધારા કર્યા છે. તમને જણાવી દઈએ કે, ક્રિસ વૂડે આ નિવેદન બિઝનેસ સ્ટાન્ડર્ડની એક ઈવેન્ટમાં આપ્યું છે.

2004માં જ્યારે અટલ સરકાર જતી રહી ત્યારે કેવી પ્રતિક્રિયા આપી?

વર્ષ 2004માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સરકારને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપની હાર બાદ શેરબજારમાં આગામી 2 દિવસમાં 20%નો ઘટાડો જોવા મળ્યો છે. જો કે તત્કાલિન કોંગ્રેસ સરકારે દક્ષિણ એશિયાના અર્થતંત્રને ખોલવા માટે બનાવવામાં આવેલી નીતિઓ જાળવી રાખવાની ખાતરી આપી હતી. જે બાદ બજાર શરૂઆતના 2 દિવસના નુકસાનને અમુક હદ સુધી રિકવર કરવામાં સફળ રહ્યું હતું.