khissu

ATM કાર્ડધારકો માટે ખુશખબરી: RBI નવા નિયમો ૧લી તારીખથી લાગુ, ATM માં પૈસા નઈ હોય તો બેંકોને થશે રૂ. 10000 નો દંડ

ઘણી વખત એટીએમ (Automated Teller Machine- ATM) માં રોકડના અભાવે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India- RBI) એ એક મોટો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ જો ATM માં રોકડ ના મળે તો બેંકને તેનો ભોગ બનવું પડશે. આ નિયમના કારણે એટીએમ કાર્ડ ધારકોને મોટો ફાયદો થશે કારણ કે, ભારતીય રિઝર્વ બેંકના આ નિયમના લીધે મોટાં ભાગના એટીએમ મશીનમાંથી પૈસા મળી રહેશે. 

ઘણી વખત એવું બને છે કે એટીએમમાંથી પૈસા ઉપાડવા જઈએ ત્યારે એટીએમના ડિસ્પ્લે પર એવું લખેલું આવે છે કે - આઉટ ઓફ કેશ, ટેમ્પરરીલી આઉટ ઓફ સર્વિસ વગેરે. ઘણી વખત એવું પણ લખવામાં આવે છે કે આ માટે તમારે બેંકની નજીકની શાખાનો સંપર્ક કરવો જોઈએ અને ઘણી વખત એવું પણ બને છે કે ATM ડિસ્પ્લે પર પહેલેથી જ મેસેજ ચાલી રહ્યો હોય છે કે એટીએમ મશીનમાં રોકડ નથી.

આ પણ વાંચો: ચેક બાઉન્સ થાય તો શું કરવુ? ચેક બાઉન્સ ક્યારે થાય? જાણો ચેક બાઉન્સનાં નિયમો અને તેની સજા

ગ્રાહક ATM માં પૈસા ઉપાડવા જાય ATM માં પૈસા ન હોય તો તેમાં ગ્રાહકનો કોઈ દોષ નથી. તેથી રિઝર્વ બેંકે આ માટે બેંકોને ખાસ સૂચના આપી છે. હવે જો ATM માં પૈસા નહીં હોય તો બેંકને દંડ ફટકારવામાં આવશે. રિઝર્વ બેંકે કાલે અટલે કે મંગળવારે આ અંગેની જાહેરાત કરી હતી.

નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે.
આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, એટીએમમાં નાણાંની ન હોવાની ફરિયાદ અંગેની તપાસ કરવામાં આવી છે. તેની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે જો એટીએમનું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવતું નથી અથવા પૈસાના અભાવે એટીએમ મશીન બંધ હોય તો સામાન્ય લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેન્કો અથવા વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેશનોએ તેમની સિસ્ટમોને યોગ્ય રીતે ચલાવવી જોઈએ અને એટીએમમાં રોકડની ઉપલબ્ધતા પર નજર રાખવી જોઈએ જેથી નાણાંની અછત દૂર થઈ શકે. આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળતાને ગંભીરતાથી લેવામાં આવશે અને બેંકો પર આર્થિક દંડ લાદવામાં આવશે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફીસનાં ખાતેદારો માટે ખુશીનાં સમાચાર: પોસ્ટ વિભાગે વધુ એક સુવિધા બહાર પાડી

બેંકોને કેટલો દંડ થશે?
RBI ના મતે, જો મહિનામાં 10 કલાકથી વધુ સમય માટે ATM માં રોકડ ન હોય તો તે કિસ્સામાં 10,000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવશે. વ્હાઇટ લેબલ એટીએમના કિસ્સામાં બેંકો પર દંડ લાદવામાં આવશે.  કેટલીક બેન્કો એટીએમમાં રોકડ નાખવા માટે કંપનીઓની સેવાઓ લે છે. તેમના કિસ્સામાં બેન્કે દંડ ભરવો પડશે. તેના બદલામાં, બેંક તે વ્હાઇટ લેબલ એટીએમ કંપની પાસેથી દંડની ભરપાઈ કરી શકશે.

રિઝર્વ બેંકે કહ્યું છે કે જો ATM માં રોકડ ના હોય તો સિસ્ટમ જનરેટ સ્ટેટમેન્ટ આપવું પડશે. આ નિવેદન RBI ના ઇશ્યૂ વિભાગને મોકલવામાં આવશે જેના હેઠળ ATM આવે છે. આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળતાને ગંભીરતાથી લેવામાં આવશે અને આર્થિક દંડ લાદવામાં આવશે.

આ પણ વાંચો: બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: ૧૫ તારીખથી ચેકના નવા નિયમો લાગુ, જાણી લો નવા નિયમો નહિંતર પેમેન્ટ થશે રદ

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.