khissu

SBI ના ગ્રાહકો માટે ખુશખબર: SBI એ નવી યોજના MODS બહાર પાડી, MODS યોજનાથી ખાતાધારકોને શું ફાયદો? જાણો MODS યોજનાની સંપુર્ણ માહિતી

તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એફડી (Fixed Deposit - FD) એક વધુ સારો વિકલ્પ છે. તમે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના બંને સમયગાળામાં રોકાણ કરી શકો છો. મોટી સંખ્યામાં લોકો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. એટલા જ માટે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India - SBI) એ તેના ગ્રાહકોને એક નવી સુવિધા આપી છે. સ્ટેટ બેંકના ગ્રાહકો હવે સીધા એટીએમ કાર્ડ (ATM Card) થી તેમની એફડી (FD) માંથી પૈસા ઉપાડી શકશે. આ નવી સુવિધાનો લાભ સ્ટેટ બેંકના ગ્રાહકોને મળશે.

આ અગાઉ FD પૈસા ઉપાડવા માટે બેંકમાં જવું પડતું હતુ :- પાછલા થોડાક સમયગાળા દરમિયાન બેન્કિંગ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ આવી છે. બેંકો તેમના ગ્રાહકોને ઘરે ઘરે ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ દ્વારા તમામ સુવિધાઓ પ્રદાન કરી રહી છે. FD ના પૈસા મુકવા અથવા ઉપાડવા માટે હવે તમારે બેંકમાં જવાની પણ જરૂર નથી. તમે તમારા ઘરમાં રહીને આ બધી બાબતો કરી શકો છો. જો કે આ પહેલા, ગ્રાહકોએ એફડી (FD) ના પૈસા ઉપાડવા માટે બેંકમાં જવું પડતુ હતું. હવે સ્ટેટ બેંકે (SBI) આ માટે પણ એક સમાધાન શોધી કાઢ્યું છે. આ યોજનાનું નામ મલ્ટિ ઓપ્શન ડિપોઝિટ (Multi Option Deposit – MOD) યોજના રાખવામાં આવ્યું છે. આ યોજના દ્વારા તમે એટીએમ (ATM) માંથી પણ તમારી એફડી (FD) માંથી પૈસા ઉપાડી શકો છો. આ યોજનામાં FD માંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવી છે જેમાં FD ને તોડ્યા વગર પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવી છે.

આ પણ વાંચો: LIC ધારકો માટે ખુશીના સમાચાર: LIC એ કોરોના મહામારી વચ્ચે વધુ એક નિયમનાં કર્યો ફેરફાર, પોલિસી ધારકો માટે મોટા સમાચાર

આ યોજનામાં FD ના પૈસા ઉપાડવા અને જમા કરાવવાની સુવિધા :- સ્ટેટ બેંકની આ નવી યોજનામાં તમને પૈસા ઉપાડવાની અને જમા કરવાની સુવિધા પણ મળશે. તમે 1000 અથવા તેથી વધુના ગુણાંકમાં પૈસા ઉપાડી અથવા જમા કરી શકો છો. આ યોજનામાં પણ બાકીની યોજનાઓ જેટલું વ્યાજ મળે છે. આ એકાઉન્ટ ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાથી ખોલી શકાય છે અને પછીથી તમે એક હજાર રૂપિયા સુધી જમા કરાવી શકો છો. આ યોજનામાં સમયનો કોઈ પ્રતિબંધ નથી.

આ પણ વાંચો: SBI ના ગ્રાહકો માટે ખુશીના સમાચાર: કોરોના મહામારી વચ્ચે ૩૧ તારીખ સુધી લાગુ, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

આ યોજના તમારા બચત ખાતા સાથે જોડાયેલ રહેશે :- મલ્ટિ ઓપ્શન ડિપોઝિટ યોજના (Multi Option Deposit Scheme - MODS) હેઠળ એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ છે. તમારી આ યોજના તમારા બચત ખાતા સાથે જોડાયેલી રહેશે અને તમને આ યોજનામાં વ્યાજનો લાભ પણ મળે છે. જો તમે નિર્ધારિત સમય પહેલા પૈસા પાછા મેળવવા માંગો છો, તો તમે ઘરેથી પણ આ કરી શકો છો. મોટા ભાગના લોકોને એટીએમની સુવિધા, કોઈપણ મુશ્કેલી વિના પૈસા ઉપાડવાની સુવિધા આપે છે.

SBI ની મલ્ટિ ઓપ્શન ડિપોઝિટ યોજના (MODS) ની માહિતી:

  • MODS એક પ્રકારની ટર્મ ડિપોઝીટ છે.
  • MODS યોજના તમારા બચત ખાતા સાથે લિંક હોય છે.
  • જો તમારા બચત ખાતામાં પૈસા નથી અને તમે પૈસા ઉપાડો છો તો તે પૈસા MODS માંથી ઉપડી જશે.
  • MODS ના વ્યાજની વાત કરીએ તો, તેમાં FD જેટલું જ વ્યાજ મળે છે.
  • જો તમે MODS માંથી પૈસા ઉપાડો છો તો, પૈસા ઉપાડયા પછી MODS જેટલી રકમ હશે તેના પર મુળ વ્યાજ તો મળતું જ રહેશે. પૈસા ઉપાડતા પહેલા જેટલા સમય સુધી તે રકમ ખાતામાં રહી હશે તેનું પણ વ્યાજ મળે છે અને વચગાળામાં પૈસા ઉપાડવા અંગેનો દંડ પણ વસુલવામાં આવશે.
  • MODS માટે સમયગાળો ૧ વર્ષથી ૫ વર્ષ સુધીનો રાખવામાં આવ્યો છે.
  • MODS પર લોન પણ મેળવી શકાય છે તેમજ તેમાં નોમિનેશનની સુવિધા પણ આપવામાં આવી છે.
  • MODS કરાવતાં ગ્રાહકોએ તેમના બચત ખાતામાં મિનિમમ મંથલી બેલેન્સ રાખવું ફરજીયાત છે.

આવી અગત્યની માહિતિ જાણવા માટે Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરી લો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.