આજથી થોડા સમય પહેલાં જ જે કપાસના ભાવ પ્રતિ મણ 2000 રૂપિયાથી વધુ મળતા હતા તેમા અચાનક જ ઘટાડો આવતા ખેડૂતોમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે, દિવસ રાત જોયા વગર ખેતરો મા કાળી મજૂરી કરી પકવેલો કપાસ સસ્તા ભાવે વહેચવો ખેડૂતો ને પોસાય તેમ નથી.
ઉંચી મજૂરી, મોંઘા ખાતર બીયારણ અને દવાઓના કારણે ખેડૂતોને ભારે ખર્ચ બાદ કપાસની ઉપજ આવે છે. આવી પરિસ્થિતિમાં માર્કેટ યાર્ડમાં કપાસના ભાવો ગગડતા કેટલાક ખેડૂતો ઘરમા જ કપાસ નો સંગ્રહ કરવા મજબૂર બન્યા છે..
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં તેજીનો માહોલ જોવા મળતા ખેડૂતો માટે દિવાળી જેવા દિવસો આવ્યા હોય તેવુ લાગે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરા પછી મગફળીના ઊંચા ભાવ મળતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. ગુજરાતમાં જીરુ, મરચા બાદ હવે મગફળી ઊંચો ભાવ ખેડૂતોને મળ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ રૂપિયા 1450ને પાર થયો છે.
રાજકોટ અને ગોડલના યાર્ડમાં મગફળીનો ભાવ 1450એ પહોંચ્યો છે. સીઝન કરતા મગફળીના ભાવમાં 250 રૂપિયા સુધીનો વધારો થયો છે. ખેડૂતોએ મગફળીને વેચ્યા બાદ હવે ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં ખેડૂતોએ 80 ટકા મગફળીનું વેચાણ કર્યુ છે. ત્યારે આગામી દિવસોમાં મગફળીના ભાવ 1500માં પહોંચે તેવી શક્યતા છે.
જીરાના ભાવમાં તેજી
ત્રણ દિવસ પહેલા રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાનો ભાવ રેકોર્ડ બ્રેક નોંધાયો હતો. યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 36 હજાર 1 રૂપિયા ભાવ બોલાતા સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતા. સૌ પ્રથમ વખત જીરૂની ત્રણ ગુણીની આવક થઈ છે. ગોંડલમાં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 5100 થી 6650 રૂપિયા છે. રેકોર્ડ બ્રેક 20 કિલોનો ભાવ 36000 રૂપિયા બોલાયો હતો.
ગોંડલના મરચાનો રેકર્ડબ્રેક ભાવ
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ગોંડલના મરચાના રેકર્ડબ્રેક રૂ.10000 ભાવ બોલાયા હતાં. યાર્ડના ઇતિહાસમાં અત્યાર સુધીમાં મરચાના સૌથી વધુ ભાવ છે. જ્યારે લાલ મરચાના ખૂબ સારા ભાવ મળતા ખેડૂતો ખુશાલ જોવા મળ્યા છે અને યાર્ડમાં તેજી યથાવત રહેતા ખેડૂતોને જીરૂના પણ રૂ.6400 ભાવ ઉપજયા હતાં.
રાજકોટ માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1600 | 1760 |
ઘઉં લોકવન | 520 | 570 |
ઘઉં ટુકડા | 535 | 601 |
જુવાર સફેદ | 690 | 925 |
જુવાર પીળી | 475 | 621 |
બાજરી | 295 | 461 |
મકાઇ | 301 | 445 |
તુવેર | 1100 | 1540 |
ચણા પીળા | 842 | 944 |
ચણા સફેદ | 1600 | 2400 |
અડદ | 900 | 1500 |
મગ | 1290 | 1615 |
વાલ દેશી | 2450 | 2611 |
વાલ પાપડી | 2650 | 2850 |
ચોળી | 1120 | 1425 |
મઠ | 1050 | 1815 |
વટાણા | 525 | 840 |
કળથી | 1250 | 1490 |
સીંગદાણા | 1650 | 1750 |
મગફળી જાડી | 1120 | 1449 |
મગફળી જીણી | 1100 | 1290 |
તલી | 2750 | 3175 |
સુરજમુખી | 825 | 1205 |
એરંડા | 1301 | 1392 |
અજમો | 1850 | 2160 |
સુવા | 1250 | 1506 |
સોયાબીન | 1020 | 1100 |
સીંગફાડા | 1180 | 1640 |
કાળા તલ | 2346 | 2700 |
લસણ | 150 | 484 |
ધાણા | 1320 | 1601 |
મરચા સુકા | 2400 | 4400 |
ધાણી | 1340 | 1621 |
વરીયાળી | 2450 | 2505 |
જીરૂ | 5200 | 6750 |
રાય | 1068 | 1194 |
મેથી | 1052 | 1251 |
ઇસબગુલ | 2600 | 2600 |
કલોંજી | 2500 | 3140 |
રાયડો | 985 | 1126 |
રજકાનું બી | 3300 | 3815 |
ગુવારનું બી | 1125 | 1219 |
જૂનાગઢ માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1550 | 1800 |
ઘઉં | 470 | 549 |
ઘઉં ટુકડા | 480 | 567 |
બાજરો | 502 | 502 |
ચણા | 850 | 922 |
અડદ | 1150 | 1464 |
તુવેર | 1150 | 1505 |
મગફળી જીણી | 1050 | 1250 |
મગફળી જાડી | 1000 | 1362 |
સીંગફાડા | 1300 | 1590 |
એરંડા | 1030 | 1350 |
તલ | 2450 | 3000 |
તલ કાળા | 2000 | 2600 |
જીરૂ | 5500 | 6550 |
ઈસબગુલ | 2100 | 2711 |
ધાણા | 1300 | 1688 |
મગ | 1200 |
અમરેલી માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1120 | 1799 |
શિંગ મઠડી | 850 | 1285 |
શિંગ મોટી | 1000 | 1396 |
શિંગ દાણા | 1275 | 1652 |
તલ સફેદ | 1630 | 3325 |
તલ કાળા | 1740 | 2520 |
તલ કાશ્મીરી | 2200 | 2966 |
બાજરો | 300 | 613 |
જુવાર | 705 | 927 |
ઘઉં ટુકડા | 461 | 621 |
ઘઉં લોકવન | 400 | 579 |
મગ | 952 | 1200 |
અડદ | 600 | 1212 |
ચણા | 660 | 930 |
તુવેર | 600 | 1430 |
એરંડા | 1140 | 1373 |
જીરું | 1300 | 6680 |
ધાણા | 1100 | 1470 |
અજમા | 1050 | 3455 |
મેથી | 925 | 1115 |
સોયાબીન | 1001 | 1088 |