મગફળીની બજારમાં વેચવાલીનો અભાવ અને સીંગદાણમાં અત્યારે લાવ-લાવ હોવાથી સરેરાશ ટને રૂ.૩૦૦૦ સુધીનો ઉછાળો આવ્યો હતો, જેને પગલે મગફળીની બજારો પણ મણે રૂ.૩૦ જેટલી વધી ગઈ હતી.
મગફળીનાં વેપારીઓ કહે છે કે અત્યારે વેચવાલી એકદમ ઓછી છે અને સામે પિલાણવાળા અને દાણાવાળા બંનેની લેવાલી સારી હોવાથી તમામ પ્રકારની મગફળીમાં મણે રૂ.૨૦થી ૩૦નો ઉછાળો આવ્યો હતો.
આગામી દિવસોમાં સ્ટોકિસ્ટોની મગફળીમા વેચવાલી નહીં આવે તો બજારો નીચા આવે તેવા સંજોગો નથી. ઉનાળુ મગફળીનાં વાવેતર માટે બિયારણની માંગ પણ અત્યારે નીકળી છે અને સાર ભાવ હશે તો જે વિસ્તારમાં પાણી હશે ત્યાં મગફળીનાં વાવેતર સારા થાય તેવી ધારણાં છે. મગફળીની બજારમાં હાલ તેજીનો ટોન છે.
જાડી મગફળીના બજાર ભાવ:
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1170 | 1481 |
| અમરેલી | 900 | 1405 |
| કોડીનાર | 1145 | 1337 |
| સાવરકુંડલા | 1140 | 1405 |
| જેતપુર | 901 | 1406 |
| પોરબંદર | 1100 | 1400 |
| વિસાવદર | 944 | 1436 |
| મહુવા | 1325 | 1442 |
| ગોંડલ | 850 | 1471 |
| કાલાવડ | 1050 | 1415 |
| જુનાગઢ | 1150 | 1478 |
| જામજોધપુર | 900 | 1500 |
| ભાવનગર | 1343 | 1368 |
| માણાવદર | 1460 | 1465 |
| તળાજા | 1255 | 1375 |
| હળવદ | 1070 | 1322 |
| જામનગર | 1000 | 1360 |
| ભેસાણ | 900 | 1342 |
| ખેડબ્રહ્મા | 1150 | 1150 |
| સલાલ | 1200 | 1400 |
| દાહોદ | 640 | 720 |
ઝીણી મગફળીના બજાર ભાવ:
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1150 | 1341 |
| અમરેલી | 825 | 1320 |
| કોડીનાર | 1185 | 1501 |
| સાવરકુંડલા | 1080 | 1327 |
| જસદણ | 1100 | 1375 |
| મહુવા | 1205 | 1470 |
| ગોંડલ | 930 | 1476 |
| કાલાવડ | 1150 | 1350 |
| જુનાગઢ | 1100 | 1370 |
| જામજોધપુર | 800 | 1400 |
| ઉપલેટા | 1190 | 1330 |
| ધોરાજી | 1121 | 1321 |
| વાંકાનેર | 1105 | 1317 |
| જેતપુર | 951 | 1331 |
| તળાજા | 1350 | 1465 |
| ભાવનગર | 1246 | 1550 |
| રાજુલા | 1001 | 1392 |
| મોરબી | 1060 | 1412 |
| જામનગર | 900 | 1330 |
| બાબરા | 1146 | 1314 |
| બોટાદ | 1000 | 1260 |
| ધારી | 1150 | 1325 |
| ખંભાળિયા | 950 | 1500 |
| પાલીતાણા | 1211 | 1310 |
| લાલપુર | 1121 | 1271 |
| ધ્રોલ | 1000 | 1400 |
| હિંમતનગર | 1100 | 1717 |
| પાલનપુર | 1271 | 1490 |
| તલોદ | 1100 | 1255 |
| મોડાસા | 900 | 1375 |
| ડિસા | 1271 | 1435 |
| ઇડર | 1250 | 1691 |
| ભીલડી | 1371 | 1372 |