મગફળીના ભાવ 1600 ને પાર પહોંચ્યા, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીના ભાવ 1600 ને પાર પહોંચ્યા, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં સરેરાશ લેવાલીનાં અભાવે ભાવમાં મણે રૂ.૧૦નો ઘટાડો થયો હતો. મગફળીની વેચવાલી ઘટી રહી છે પંરતુ સામે સીંગદાણા કે સીંગતેલનાં ભાવ ઘટી રહ્યાં હોવાથી મગફળીનાં ભાવ ઘટ્યાં છે.

મગફળીનાં વેપારીઓ કહે છેકે બજારો હજી થોડા નીચા આવશે, પરંતુ બહુ મોટો ઘટાડો થાય તેવી સંભાવનાં ઓછી છે, કારણ કે મગફળીની વેચવાલી ઘટી રહી છે. ગોંડલ-રાજકોટ સિવાયનાં પીઠાઓમાં હવે ખાસ આવક જ નથી. સમગ્ર ગુજરાતની મળીને મગફળીની આવકો હવે ઘટીને ૫૦ હજાર  બોરી આસપાસ થઈ રહી છે, જેમાં પણ હવે તબક્કાવાર ઘટાડો જોવા મળશે. આ વર્ષે ઉનાળુ મગફળીનાં વાવેતર પણ સારા થાય તેવી ધારણા છે કારણ કે અત્યારથી બિયારણની ઘરાકી સારી જોવા મળી રહી છે.

ગોંડલમાં ૧૬થી ૧૭ હજાર બોરીની આવક હતી અને એટલી જ ગુણીનાં વેપારો હતાં. જી-૨૦ મગફળીમાં રૂ.૧૧૦૦થી ૧૪૦૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૫૦, રોહીણી-૨૪ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૦૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૨૧નાં ભાવ હતાં. બીટી ૩૨-કાદરીનો ભાવ રૂ.૧૨૦૦થી ૧૩૦૦ સુધીનાં હતાં.

સીંગદાણાની બજારમાં ભાવ સરેરાશ સ્ટેબલ રહ્યાં હતાં. કોમર્શિયલનાં ભાવ રૂ.૧૦૧ પ્રતિ કિલોની સપાટી પર યથાવત  રહ્યાં હતાં. આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં ભાવ હજી નીચા આવે તેવી સંભાવનાં દેખાય રહી છે.

જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11401405
અમરેલી11001405
કોડીનાર11261301
સાવરકુંડલા11101355
જેતપુર9411371
પોરબંદર10701370
વિસાવદર9531371
મહુવા12501429
ગોંડલ8001421
કાલાવડ10501380
જુનાગઢ10201425
જામજોધપુર8001400
ભાવનગર13111369
માણાવદર14501451
તળાજા11581367
હળવદ11701350
જામનગર10501380
ભેસાણ8001340
ખેડબ્રહ્મા11201120
સલાલ12001430
દાહોદ11801220

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (10/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201295
અમરેલી11001292
કોડીનાર11721478
સાવરકુંડલા10701286
જસદણ11501350
મહુવા1001437
ગોંડલ9201341
કાલાવડ11501300
જુનાગઢ10501280
જામજોધપુર9001300
ઉપલેટા11501341
ધોરાજી9461251
વાંકાનેર12751276
જેતપુર9011286
તળાજા13001537
ભાવનગર12101460
રાજુલા11001390
મોરબી8001420
જામનગર11001455
બાબરા11491331
બોટાદ10001300
ધારી12751327
ખંભાળિયા9001440
પાલીતાણા11761260
લાલપુર8901201
ધ્રોલ9801340
હીંમતનગર11001650
પાલનપુર13001415
તલોદ10001530
મોડાસા9001500
ડિસા12711331
ઇડર12201565
કપડવંજ14001500
સતલાસણા12701272