મગફળીનાં ભાવ 1600 એ પહોંચ્યા, જાણો તમારા હેડમાં શું છે મગફળીનાં ભાવ?

મગફળીનાં ભાવ 1600 એ પહોંચ્યા, જાણો તમારા હેડમાં શું છે મગફળીનાં ભાવ?

મગફળીનાં ઉત્પાદન માટે સૌરાષ્ટ્ર ટોચ પરનો વિસ્તાર છે. અહીં લગભગ ખેતરોમાં મગફળીની મોસમ પુરી કરી, ખેડૂતોએ પાણીનાં સતારા મુજબ શિયાળું વાવેતર પણ કરી દીધા છે. આર્થિક રીતે સક્ષમ ખેડૂતોએ મગફળી તૈયાર કરી ગોડાઉનોમાં ભરી દીધી છે, તો સામે એટલો જ મગફળી આવકનો પ્રવાહ પીઠાઓમાં ઠલવાઇ રહ્યોં છે. સરેરાશ મગફળીની બજાર રૂ.૧૨૦૦ થી રૂ.૧૪૫૦ની સપાટીમાં ઘૂમી રહી છે. રાજકોટ જેવા યાર્ડોંમાં બે-ચાર દિવસ માટે મગફળીની આવકો બંધ પણ કરવી પડે છે.

આપણી કહેણી મુજબ તેલ અને તેલની ધાર (બજાર) જોઇને મગફળીનો વેપાર કરવા જેવો છે. પાછલા વર્ષોની તુલનાએ સિંગતેલ અને સિંગદાણામાં વિદેશી ડિમાન્ડ ઓછી હોવાથી નિકાસી કામ હળવા છે, તેથી મગફળીની  બજારો સામાન્ય વધ-ઘટે જળવાયેલી છે. બીજી તરફ ઓઇલ મીલરોને મગફળી પિલાણમાં હાલ ડિસ્પેરીટીનો સામનો કરવો પડે છે.

સોમવાર તા.૧૧, ડિસેમ્બરનાં રાજકોટ યાર્ડ ખાતે મગફળીમાં ૫૦ હજાર ગુણીની આવક થઇ હતી. તેમાંથી ૧૩૦૦૦ થી ૧૪૦૦૦ ગુણી મગફળીનાં વેપાર થયા હતા. એ ગ્રેડ જીજી-૨૦ મગફળીમાં રૂ.૧૩૭૫ થી રૂ.૧૪૬૦, બી ગ્રેડ જીજી-૨૦માં રૂ.૧૨૫૦ થી રૂ.૧૩૫૦નાં ભાવ હતા.   જીજેજી-૩૨ મગફળીમાં એ ગ્રેડ રૂ.૧૨૭૦ થી રૂ.૧૩૩૦ અને બી ગ્રેડ ૩૨ નંબરમાં રૂ.૧૨૦૦ થી રૂ.૧૨૬૦નો ભાવ થયો હતો. જામનગર યાર્ડમાં મગફળીની ૧૭૦૦૦ ગુણી આવક સામે રૂ.૧૧૫૦ થી રૂ.૧૪૬૦ ભાવ થયો હતો. આગામી નવા ૨૦૨૪નાં વર્ષમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવે છે. તેથી ખાદ્યતેલ ઉંચકાય, એ સરકારને કણાંની માફક ખૂંટતું હોય છે. બજારનાં આ બધા માહોલ વચ્ચે સામાન્ય વધ-ઘટે બજારોમાં લાંબી તેજીની સ્થિતિ કોઇને દેખાતી નથી એટલે ખુદ ખેડૂતે મગફળી પોતાની સ્થિતિ મુજબ વેચવી ન વેચવીનો નિર્ણય લેવો યોગ્ય છે.

હાપા યાર્ડ તથા સમગ્ર હાલારના યાર્ડોમાં કપાસ, મગફળી લસણ ડુંગળીની ભરપૂર આવક કારતક માસમાં થઈ રહી છે, જામખંભાળીયા,હાપા યાર્ડમાં મગફળીની આવકને હાલ પુરતી બ્રેક મારી દેવામાં આવી છે. ગઈકાલે હાપા, જામજોધપુર, જામખંભાળીયા સહિતના યાર્ડોમાં ખુલતી બજારે વાહનોના થપ્પા લાગી ગયા હતા.કપાસ મગફળીની પુષ્કળ આવક થવા પામી હતી.

જાડી મગફળીના બજાર ભાવ (Today 12/12/2023 Peanuts Apmc Rate) :

તા. 11/12/2023, સોમવારના જાડી મગફળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11301474
અમરેલી10001431
કોડીનાર12341382
સાવરકુંડલા11651501
જેતપુર971142
પોરબંદર12051365
વિસાવદર10701426
મહુવા11381336
ગોંડલ8201471
જુનાગઢ1000438
જામજોધપુર11001481
ભાવનગર12301431
માણાવદર14451446
તળાજા13251454
હળવદ12001450
જામનગર11001355
ભેસાણ8001333
ખેડબ્રહ્મા11501150
સલાલ12501550
દાહોદ11901300

જીણી મગફળીના બજાર ભાવ (Today 12/12/2023 Peanuts Apmc Rate) :

તા. 11/12/2023, સોમવારના ઝીણી મગફળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11001315
અમરેલી10001354
કોડીનાર13001511
સાવરકુંડલા10811345
જસદણ11501426
મહુવા11751478
ગોંડલ9001471
જુનાગઢ9001295
જામજોધપુર10501361
ઉપલેટા11251371
ધોરાજી8711381
વાંકાનેર9001455
જેતપુર8011391
તળાજા12001430
ભાવનગર10521571
રાજુલા10301465
મોરબી9001450
જામનગર11501460
બાબરા12291411
બોટાદ9551305
ધારી10001391
ખંભાળિયા10001414
પાલીતાણા11601370
લાલપુર10181240
ધ્રોલ10001371
હિંમતનગર11001649
પાલનપુર13001405
તલોદ10601600
મોડાસા11001535
ડિસા12001493
ઇડર13501637
ધાનેરા11251426
ભીલડી12001461
થરા11801394
દીયોદર12501430
માણસા13251326
વડગામ11511401
કપડવંજ12001525
શિહોરી11401270
ઇકબાલગઢ12011417
સતલાસણા12001370
લાખાણી12611408