આગાહીએ ખેડૂતોના જીવ પડીકે બાંધ્યા, જાણો આજે કપાસના ભાવમાં શું હલચલ જોવા મળી ?

આગાહીએ ખેડૂતોના જીવ પડીકે બાંધ્યા, જાણો આજે કપાસના ભાવમાં શું હલચલ જોવા મળી ?

ખેડૂતે જુલાઈ મહિનામાં કપાસનું વાવેતર કર્યું હતું. કપાસનો પાક 4થી 5 મહિનામાં તૈયાર થઈ જાય છે. નવેમ્બર મહિનામાં ખેડૂતનો કપાસનો પાક તૈયાર થઈ ગયો હતો, તેઓએ નવેમ્બરમાં એકવાર પાક ઉતાર્યો હતો. ત્યારબાદ ખેડૂતનો કપાસનો પાક બીજી વખત તૈયાર થઈ ગયો હતો, અને તેની લણણી કરતાં પહેલાં જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

રાજયના હવામાન ખાતાએ આજથી પાંચ દિવસ સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી માવઠુ આવશે તેવી આગાહી કરતા ખેડુતોના જીવ પડીકે બંધાયા છે, સતત ટેન્શનમાં ખેડુત જીવી રહ્યો છે, આર્થિક નુકશાનનો ભય તોળાઇ રહ્યો છે ત્યારે જો માવઠુ થશે તો ખેડુતો આર્થિક રીતે પાયમાલ થઇ જશે, સરકાર સહાયની જાહેરાત કરે છે પરંતુ એ સહાય ખેડુતો માટે પુરતી હોતી નથી.

શિયાળુ પાકમાં જીરુ, ઘઉં, ચણા, ધાણાનું મવલખ વાવેતર થયું છે, જો માવઠુ થાય તો ખેડુતોને બિયારણના રુપિયા પણ નહીં નિકળે, બીજી તરફ કપાસ પણ તૈયાર થઇ રહ્યો છે ત્યારે જો વરસાદ થાય તો કપાસ પણ પલળી જશે અને ખેડુતોએ જે આશા રાખી છે તે ઠગારી નિવડશે અને માવઠાને કારણે ખેડુતોનું આર્થિક બજેટ પણ ખોરવાઇ જશે, સરકાર ચિંતીત હોવાનો દાવો કરે છે, પરંતુ ખેડુતોને તો આખરે નુકશાની જ સહન કરવી પડે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્રને પણ એલર્ટ કરાયું છે, માર્કેટીંગ યાર્ડના સંચાલકોને પણ માવઠુ થાય તો પારોઠના પગલા લેવા સુચના આપી દેવામાં આવી છે.

જયારે-જયારે માવઠુ કે અન્ય આફતો આવે ત્યારે સરકાર દ્વારા સર્વે કરીશું તેવી જાહેરાત કરી દેવામાં આવે છે પરંતુ વાસ્તવીકતા કાંઇક અલગ હોય છે, કેટલાક ગામડાઓમાં સર્વે પણ થતો નથી જેને કારણે પુરતી રકમ પણ મળતી નથી. સરકારે આ બાબતે ખ્યાલ રાખવો જોઇએ અને જિલ્લા કલેકટર તથા ડીડીઓએ કોઇ સર્વે વગર રહી ન જાય તેવી સુચનાવી આપવી જોઇએ.

કપાસના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 07/12/2023, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1200થી રૂ. 1500 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1000થી રૂ. 1455 સુધીના બોલાયા હતા. તેમજ સાવરકુંડલાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1325થી રૂ. 1455 સુધીના બોલાયા હતા.

ગોજારીયા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1300થી રૂ. 1435 સુધીના બોલાયા હતા. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1361થી રૂ. 1455 સુધીના બોલાયા હતા. તેમજ માણસાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1000થી રૂ. 1437 સુધીના બોલાયા હતા.

કડી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1251થી રૂ. 1424 સુધીના બોલાયા હતા. જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1320થી રૂ. 1460 સુધીના બોલાયા હતા. તેમજ થરાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1280થી રૂ. 1416 સુધીના બોલાયા હતા.

તલોદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1331થી રૂ. 1410 સુધીના બોલાયા હતા. જ્યારે સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1260થી રૂ. 1449 સુધીના બોલાયા હતા. તેમજ ડોળાસાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1150થી રૂ. 1460 સુધીના બોલાયા હતા.

ટિંટોઇ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1251થી રૂ. 1400 સુધીના બોલાયા હતા. જ્યારે દીયોદર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1350થી રૂ. 1390 સુધીના બોલાયા હતા. તેમજ બેચરાજીના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1250થી રૂ. 1385 સુધીના બોલાયા હતા.

ગઢડા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1250થી રૂ. 1450 સુધીના બોલાયા હતા. જ્યારે ઢસા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1225થી રૂ. 1421 સુધીના બોલાયા હતા. તેમજ કપડવંજના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1200થી રૂ. 1280 સુધીના બોલાયા હતા.

ધંધુકા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1290થી રૂ. 1460 સુધીના બોલાયા હતા. જ્યારે વીરમગામ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 900થી રૂ. 1439 સુધીના બોલાયા હતા. તેમજ જોટાણાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1250થી રૂ. 1388 સુધીના બોલાયા હતા.

તા. 07/12/2023, ગુરૂવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ12001500
અમરેલી10001449
સાવરકુંડલા13251455
જસદણ13001440
બોટાદ13401520
મહુવા10001387
ગોંડલ10011516
જામજોધપુર12251510
ભાવનગર12801432
જામનગર12001480
બાબરા13051495
જેતપુર12511511
વાંકાનેર12501500
મોરબી12511507
રાજુલા11501460
હળવદ12011490
વિસાવદર12751451
તળાજા12111436
બગસરા11001451
જુનાગઢ12501410
ઉપલેટા13001430
માણાવદર12751535
ધોરાજી12061466
વિછીયા12801427
ભેંસાણ12801465
ધારી10001452
લાલપુર13601452
ખંભાળિયા13001445
ધ્રોલ11801482
પાલીતાણા12001420
સાયલા12901430
હારીજ13501444
ધનસૂરા12001380
વિસનગર12001455
વિજાપુર12501464
કુકરવાડા12801451
ગોજારીયા13001435
હિંમતનગર13611455
માણસા10001437
કડી12511424
પાટણ13201460
થરા12801416
તલોદ13311410
સિધ્ધપુર12601449
ડોળાસા11501460
ટિંટોઇ12511400
દીયોદર13501390
બેચરાજી12501385
ગઢડા12501450
ઢસા12251421
કપડવંજ12001280
ધંધુકા12901460
વીરમગામ9001439
જોટાણા12501388
ચાણસ્મા11011429
ભીલડી10001384
ખેડબ્રહ્મા13111425
ઉનાવા11001451
શિહોરી10211420
લાખાણી12811397
સતલાસણા13001380
ડીસા13211322